• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરવીન બાબીને મુઘલ સ્મારકો પાસે દેખાતી હતી આત્માઓ, કબીર બેદીએ પોતાના ઓપન મેરેજ પર કર્યા ઘણા ખુલાસા

કબીરે બૉલિવુડમાં પોતાની સફર અને પોતાના અંગત સંબંધો વિશે લખ્યુ છે. સાથે જ પરવીન બાબી વિશે પણ ઘણા ખુલાસા કર્યા છે.
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ એક જમાનામાં કબીર બેદી બૉલિવુડની ફિલ્મોમાં છવાયેલા હતા. હવે તે સિલ્વર સ્ક્રીન પર વધુ દેખાતા નથી પરંતુ તેમની અંગત જીંદગી હમંશા ચર્ચામાં રહી છે. લૉકડાઉન દરમિયાન તેમણે પોતાની અંગત જિંદગીના ઘણા પાસાંઓ પર ખુલીને વાત કરી હતી. કબીર બેદી જલ્દી પોતાના પુસ્તક સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલઃ ધ ઈમોશનલ જર્ની ઑફ એક્ટર(Stories I Must Tell: The Emotional Journey of an Actor) લૉન્ચ કરવા જઈ રહ્યા છે. આમાં કબીરે બૉલિવુડમાં પોતાની સફર અને પોતાના અંગત સંબંધો વિશે લખ્યુ છે. સાથે જ પરવીન બાબી વિશે પણ ઘણા ખુલાસા કર્યા છે.

પ્રતિમા સાથે લગ્ન રહ્યા નિષ્ફળ

પ્રતિમા સાથે લગ્ન રહ્યા નિષ્ફળ

પુસ્તકમાં કબીરે એક સેગમેન્ટમાં ડાંસર પ્રતિમા ગુપ્તા સાથે પોતાના નિષ્ફળ લગ્નનો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ તે ઓપન મેરેજમાં હતા પરંતુ ખુશ નહોતા. તેમણે પુસ્તકમાં લખ્યુ કે અમારા ઓપન મેરેજ પહેલી વારમાં એક સારા વિચાર જેવા લાગી રહ્યા પરંતુ અંતમાં આ સૌથી વધુ ચિંતાનુ કારણ બની ગયા. મને તે પ્રેમ અને દેખરેખ ન અનુભવાઈ જેને હું જોવા માંગતો હતો. આ સિવાય પ્રતિમા સાથે તેમની નિકટતા ખતમ થઈ ગઈ હતી. ઘણી વાર તે ખુદને એકલા અનુભવતા હતા. આ ખાલીપણાને સમય સાથે પરવીન બાબીએ ભરી દીધી.

કન્ઝર્વેટીવ હતી પરવીન

કન્ઝર્વેટીવ હતી પરવીન

કબીરે આગળ કહ્યુ કે સિક્કિમના એક્ટર ડેની ડેંઝોપ્પા અને પરવીન 4 વર્ષ સુધી સાથે રહ્યા. તે બંને બૉલિવુડમાં ઉંચાઈઓ સર કરી રહ્યા હતા અને ખુલ્લેઆમ સાથે રહેતા હતા. સામાન્ય રીતે જીન્સ પહેરવા અને સિગરેટ પીવાવાળી પરવીનને લોકો ખૂબ મૉડર્ન સમજતા હતા પરંતુ તે ખૂબ જ કંઝર્વેટીવ હતી. જ્યારે જુહૂની ગેંગ ઓશોની શરણમાં જઈને ફ્રી સેક્સ કરવાની વાત કરતા ત્યારે પરવીન તેનાથી ઉલટુ સેક્સમાં વફાદારી ઈચ્છતી હતી. આના કારણે તેમના પરવીન સાથે પ્રેમ થઈ ગયો.

એ હતો ઓપન મેરેજનો અંતિમ દિવસ

એ હતો ઓપન મેરેજનો અંતિમ દિવસ

એક ઈમોશનલ કિસ્સાને શેર કરતા કબીરે જણાવ્યુ કે એક દિવસ જ્યારે પ્રતિમા ઘરે આવી તો મે તેને કહ્યુ કે હું પરવીન પાસે જઈ રહ્યો છુ. જેના પર તેણે મને રોકી દીધો અને કહ્યુ કે કમસે કમ આજ રાત તો સાથે વીતાવી લો. આના પર મે તેને ના પાડી દીધી અને કહ્યુ કે તે દરેક રાત પરવીન સાથે વીતાવવા માંગે છે. ત્યારબાદ પ્રતિમા રડવા લાગી અને તેને ત્યાંથી જવા માટે કહ્યુ. ત્યારબાદ આ રીતે તેમના ઓપન મેરેજ ખતમ થઈ ગયા.

પરવીનને દેખાતી હતી આત્માઓ

પરવીનને દેખાતી હતી આત્માઓ

કબીરે પરવીન વિશે વધુ એક ખુલાસો કર્યો. તેમણે જણાવ્યુ કે પરવીન કદાચ બાળપણથી જ માનસિક રોગનો શિકાર હતી. તેમના પૂર્વજ પશ્તૂન હતા અને મુઘલ બાદશાહ હુમાયુના ત્યાં કામ કરતા હતા. એવામાં જ્યારે તે નાની હતી ત્યારે તેને મુઘલ સ્મારકો પાસે આત્માઓ દેખાતી હતી. બાદમાં તે પરિવારથી અલગ થઈ ગઈ પરંતુ તેમછતાં તેની અંદર અસુરક્ષાની ભાવના રહી. નજીકના દોસ્ત મહેશ ભટ્ટે એક વાર તેને જણાવ્યુ હતુ કે પરવીનની મા સાથે તેમની વાત થઈ હતી. એ દરમિયાન તેમણે પરવીનના પિતાની પણ માનસિક રીતે બિમાર હોવાની વાત કહી હતી. એવામાં લાગે છે કે તેની બિમારી ખાનદાની હતી.

પરવીને મને છોડ્યો

પરવીને મને છોડ્યો

પોતાનો સંબંધ ખતમ થવા પર કબીરે કહ્યુ કે સ્ટારડમમાં પહેલી વાર પરવીન બાબીના માનસિક રોગ વિશે લખવામાં આવ્યુ હતુ. આ દરમિયાન મીડિયા અને લોકોએ તેમની બિમારી માટે મને જવાબદાર ગણાવ્યો. લોકો કહેતા હતા કે પરવીન મારા કારણે બિમાર પડી કારણકે મે તેને છોડી દીધો હતો પરંતુ સચ્ચાઈ એ છે કે પરવીને તેમને છોડ્યા હતા. વળી, 1977માં પ્રતિમા સાથે પણ તેમના ડિવોર્સ થઈ ગયા હતા.

સાયંતની ઘોષ બોલી - બ્રેસ્ટ સાઈઝ પર મહિલાઓ પણ કરે છે કમેન્ટ, મને કહેવામાં આવી હતી ગંદી વાતસાયંતની ઘોષ બોલી - બ્રેસ્ટ સાઈઝ પર મહિલાઓ પણ કરે છે કમેન્ટ, મને કહેવામાં આવી હતી ગંદી વાત

English summary
Kabir Bedi writes his open marriage with Protima Gupta and love with Parveen Babi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X