For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના અંતિમ સમયમાં કોને યાદ કરતા હતા કાદર ખાન, પુત્ર સરફરાઝે જણાવ્યુ

કાદર ખાનના પુત્ર સરફરાજે જણાવ્યુ કે પોતાના અંતિમ સમયમાં તેમના પિતા કોને યાદ કરતા હતા.

|
Google Oneindia Gujarati News

પોતાની કૉમેડી, શાનદાર અભિનય અને ડાયલૉગ રાઈટિંગ દ્વારા ફિલ્મ જગતમાં પોતાની ઓળખ બનાવનાર બોલિવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. નવા વર્ષની શરૂઆતમાં જ કાદર ખાન પોતાના ફેન્સને રડાવીને ચાલ્યા ગયા. ગુરુવારે કેનાડાના મીડોવેલ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કાદર ખાનના અંતિમ સંસ્કારમાં અફઘાન સમાજના પણ ઘણા લોકો શામેલ થયા. આ દરમિયાન કાદર ખાનના પુત્રો સરફરાજ બોલિવુડના વલણ અંગે ઘણા નિરાશ જોવા મળ્યા. સરફરાજે કહ્યુ કે તેમના પિતાના કેનેડામાં વસ્યા બાદ ફિલ્મ જગતે જે રીતની ઉપેક્ષા બતાવી તેનાથી તે ઘણા દુઃખી છે. સરફરાજે આ પણ જણાવ્યુ કે પોતાના અંતિમ સમયમાં તેમના પિતા કોને યાદ કરતા હતા.

નિધન બાદ કોઈએ નથી કર્યો ફોન

નિધન બાદ કોઈએ નથી કર્યો ફોન

કાદર ખાનના પુત્ર સરફરાજે કહ્યુ, ‘ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું હવે આ જ વલણ બની ગયુ છે. બોલિવુડ ઘણા કેમ્પે અને વફાદારો વચ્ચે વહેંચાઈ ગયુ છે. બહારના હોવાના વિચારો રાખતા લોકો કોઈન મદદ નથી કરી શકતા. અમાપા પિતાએ હંમેશા અમને, પોતાના પુત્રોને એ જ સમજાવ્યુ કે ક્યારેય કોઈની પાસેથી અપેક્ષા ના રાખતા. અમે આ વિશ્વાસ સાથે મોટા થયા છે કે જીવનમાં જે આપણે કરવા ઈચ્છીએ છીએ તે કરવુ જોઈએ પરંતુ બદલામાં કંઈ પાછુ મેળવવાની આશા ન રાખવી જોઈએ. આ બધુ એટલા માટે પણ પરેશાન કરે છે કારણકે કાદરખાનના નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ પણ તેમના પુત્રોને ફોન કરવાની તસ્દી નથી લીધી. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા લોકો છે જેની સાથે મારા પિતાના નજીકના સંબંધો હતા.'

અંતિમ સમયમમાં કોને યાદ કરતા હતા કાદર ખાન

અંતિમ સમયમમાં કોને યાદ કરતા હતા કાદર ખાન

સરફરાજે આગળ કહ્યુ, ‘પરંતુ એક વ્યક્તિ, જેના મારા પિતા સૌથી વધુ પ્રેમ કરતા હતા તે છે બચ્ચન સાહેબ (અમિતાભ બચ્ચન). મે મારા પિતાને પૂછ્યુ હતુ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કોને યાદ કરે છે અને તેમણે તરત જવાબ આપ્યો બચ્ચન સાબ અને હું જાણુ છુ કે આ પ્રેમ પારસ્પરિક હતો. હું ઈચ્છુ છુ કે બચ્ચન સાબને ખબર પડે કે મારા પિતા પોતાના અંતિમ સમયમાં પણ તેમના વિશે જણાવ્યા કરતા હતા.' તમને જણાવી દઈએ કે કાદર ખાન જ હતા જેમણે પોતાના ડાયલૉગ દ્વારા અમિતાભ બચ્ચનને બોલિવુડના એંગ્રી યંગમેનની છબી આપી. કાદર ખાને અમિતાભ બચ્ચન ઉપરાંત 1980 અને 1990ના દશકમાં શક્તિ કપૂર, ડેવિડ ધવન અને ગોવિંદા સહિત ઘણા ફિલ્મી સ્ટાર્સ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ.

કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા કાદર ખાન

કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા કાદર ખાન

ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવેલા કાદર ખાને લગભગ 300 ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સેંકડો ફિલ્મો માટે ડાયલૉગ પણ લખ્યા. નિધન બાદ કાદર ખાને પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તી છોડી ગયા છે. હિંદી દૈનિક અમર ઉજાલાના રિપોર્ટ અનુસાર કાદર ખાને ફિલ્મો, જાહેરાતો અને ડાયલૉગ રાઈટિંગ દ્વારા પોતાની મહેનતથી લગભગ 69.8 કરોડની સંપત્તિ બનાવી. કાદર ખાને પોતાના સમયમાં બોલિવુડના દરેક દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ. તેમણે ગંભીર ભૂમિકાઓ પણ નિભાવી અને પોતાની કોમેડી દ્વારા લોકોને હસાવ્યા પણ. કાદર ખાનના ડાયલૉગ આ પણ લોકોની જીભે છે. તે એવા અભિનેતા હતા જેમને ડાયરેક્ટર પોતે ફિલ્મો હિટ જવાનો શ્રેય આપતા હતા. 1973માં આવેલી ફિલ્મ દાગથી પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત કરનારા કાદરખાને ઘણી હિટ ફિલ્મો આપી.

આ પણ વાંચોઃ રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શુંઆ પણ વાંચોઃ રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું

English summary
Kader Khan Son Sarfaraz Upset With Apathy of Bollywood Towards His Father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X