14 નવેમ્બરે રિલીઝ થશે કૈલાશનું ‘સચિન એંથમ’
મુંબઇ, 13 નવેમ્બરઃ ભારત સહિત આખું જગત સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટર આગળ નતમસ્તક છે. ભારતમાં ક્રિકેટના ભગવાન કહેવાતી આ વ્યક્તિની વિદાઇ દરેક માનવી પોતાની રીતે કરી રહ્યો છે. બીસીસીઆઇ અને મુંબઇ ઇન્ડિન્સે જ્યાં સચિનને સન્માનિત કર્યો છે, ત્યાં બૉલીવુડના દિગ્ગજ પણ સચિનને પોત પોતાની રીતે વિદાઇ આપી રહ્યાં છે.
જાણીતા ગાયક કૈલાશ ખેરે તો સચિન માટે ‘સચિન એંથમ' પણ બનાવી નાખી છે, જે 14 નવેમ્બરે યુ ટ્યુબ ચેનલ પર ઉપલ્બધ હશે. નોંધનીય છે કે, સચિન પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટ ગુરુવારે એટલે કે 14 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમશે.

કૈલાશે સચિનની સાદગીની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યં કે, વિશ્વમાં એવા લોકો પણ છે જે ક્રિકેટના પ્રશંસક નથી પરંતુ સચિનના મોટા પ્રશંસક છે. આવા ઘણા ઓછા લોકો છે, જેમના અંગે તમે કહીં શકો છો કે એક ઓર અકેલા અને સચિન આવી વ્યક્તિ છે. તે માત્ર સારા ખેલાડી જ નહીં પરંતુ અદ્ભૂત વ્યક્તિ છે.
નોંધનીય છે કે કૈલાશને સચિન પાસેથી ગાવાની આશા એટલા માટે પણ છે કે, સચિન હિન્દી ફિલ્મો અને ગીતોનો શોખ ધરાવે છે. તે લતાજી, રફી અને કિશોર દાના મોટા ફેન છે, તેમને જ્યારે પણ સમય મળે છે, તે ગીતો સાંભળે છે તેથી કૈલાશને લાગે છે કે, ક્રિકેટ બાદ સચિન પોતાની પસંદના ગીતો અને ગાયિકીને સમય આપશે.












Click it and Unblock the Notifications
