Pics : કલ્કીએ મૅક્ઝિમ માટે ધર્યો ‘Cool Chick‘ અવતાર!
મુંબઈ, 8 માર્ચ : ગત 30મી જાન્યુઆરીએ એકત્રીસમો જન્મ દિવસ ઉજવનાર કલ્કી કોચલીન લાગે છે કે વય વધતાની સાથે વધુ યુવાન થઈ રહ્યાં છે. દેવ ડી ફિલ્મ સાથે 2009માં બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કલ્કી કોચલીન તાજેતરમાં કૂલ ચીક અવતારમાં નજરે પડ્યાં છે.
ગત વર્ષે રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની જેવી સુપર હિટ ફિલ્મમાં સહાયક કલાકાર તરીકેની ભૂમિકા ભજવનાર કલ્કી કોચલીન બૉલીવુડમાં એમ તો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત સંબંધોના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે. અનુરાગ કશ્યપ સાથે તેમના અણબનાવનો મુદ્દો હજીય તાજો છે, પરંતુ આમ છતાં કલ્કી પોતાના બૉલીવુડ કૅરિયર ઉપર તેની અસર થવા નથી દેતાં.
તાજેતરમાં જ કલ્કી કોચલીને એક મૅગેઝીન માટે હૉટફોશૂટ કરાવ્યું છે. ચાલો જોઇએ તસવીરો :

મૅક્ઝિમ માટે ફોટોશૂટ
કલ્કી કોચલીને તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું.

દેવ ડીથી શરુઆત
કલ્કી કોચલીને દેવ ડી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

વાયજેએચડીમાં કલ્કી
કલ્કી કોચલીન છેલ્લે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દેખાયા હતાં.

હૅપ્પી એન્ડિંગ
કલ્કી કોચલીન આ મહીને રિલીઝ થનાર સૈફ અલી ખાનની ફિલ્મ હૅપ્પી એન્ડિંગમાં પણ દેખાવાનાં છે.

અંગત જીવન ચર્ચામાં
તાજેતરમાં પતિ અનુરાગ કશ્યપ સાથે અણબનાવ અને જુદા રહેવાના કારણે કલ્કીનું અંગત જીવન ચર્ચામાં રહ્યું છે.

સક્રિય કલ્કી
કલ્કી કોચલીનની આગામી ફિલ્મોમાં હૅપ્પી એન્ડિંગ ઉપરાંત કિસ્મત કનેક્શન 2, જિયા ઔર જિયા તથા સ્લમડૉગ મિલેનિયર ગોઝ ડાન્સિંગનો સમાવેશ થાય છે.

કૂલ ચિક કલ્કી
મૅક્ઝિમ મૅગેઝીનની માર્ચ 2014ની આવૃત્તિમાં કલ્કી કોચલીને કૂલ ચિક અવતાર ધારણ કર્યો છે.












Click it and Unblock the Notifications
