For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેખાનું દિલ ચીજ ક્યા હૈ.. તો કંગનાનું ખંજર કહાં હૈ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 માર્ચ : કંગનામાં કોણ જાણે એવું શું છે કે લોકોને તેમનામાં રેખાનો ચહેરો દેખાય છે. તેમની અદાઓ, તેમની શોખીઓ લોકોની નજરમાં તેમને રેખાની નજીક લઈ જાય છે. કદાચ એટલા જ માટે દિગ્દર્શક વિશ્વાસ પાટિલે કંગના રાણાવતને પોતાની ફિલ્મ રજ્જોમાં મુજરો કરવા માટે કહ્યું અને કંગનાએ તે સ્વીકારી પણ લીધું. રેખાએ દિલ ચીજ ક્યા હૈ... આપ મેરી જાન લીજિયે... ગાયુ હતું, તો કંગના કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ... ગાશે.

kangana

નોંધનીય છે કે કંગના રાણાવતે ત્રણ વર્ષની કત્થકની તાલીમ લીધેલી છે. કલેજા હાજિર હૈ... ગીતને કોરિયોગ્રાફ કરશે જાણીતાં નૃત્ય દિગ્દર્શક ગણેશ આચાર્ય. ગણેશે કંગનાના દિલ ખોલીને વખાણ કર્યાં. તેમણે જણાવ્યું - જ્યારે મેં કંગના અને મુજરાવાળી વાત સાંભલી હતી, ત્યારે મને લાગ્યુ હતું કે કંગના ડાંસ કઈ રીતે કરી શકશે, પરંતુ તેમની ધગશ અને મહેનતને જોઈ હું તેમની ઉપર ફિદા થઈ ગયો છું. તેથી હું દાવા સાથે કહી શકું કે આપ પણ મારી જેમ કંગનનો મુજરો જોઈ દંગ રહી જશો.

કંગનાએ જણાવ્યું - આ ગીત સંગીતનું સમર્પણ છે. તેથી હું લોકોને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આ ગીતને આયટમ નંબર ન કહે. કંગના ઉત્તમ સિંહ દ્વારા લિખિત આ ગીત ઉપર મુજરો કરશે. કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ... ગીતના બોલ છે. જોઇએ કંગનાને આ સ્વરૂપમાં કેટલાં લોકો પસંદ કરે છે.

હાલ તો કંગના રાણાવત સન્ની દેઓલ સાથે પોતાની આવનાર ફિલ્મ આઈ લવ એનવાયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે.

English summary
Hot and Sexy Actress Kangana Ranaut shoots her first-ever mujra song for Vishwas Patil’s Rajjo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X