કરણ જોહરનું પુસ્તક An Unsuitable Boy અને વિવાદ

Written By:
Subscribe to Oneindia News

16 જાન્યુઆરીના રોજ શાહરૂખ ખાનના હસ્તે કરણ જોહરની બાયોગ્રાફી 'એન અનસૂટેબલ બોય' લોન્ચ થઇ હતી, જો કે, કરણ જાહરે પોતાની આ બાયોગ્રાફીનું પ્રમોશન ખૂબ હોંશિયારીપૂર્વક કર્યું. કરણ જાહરની આ બુક લોન્ચ થયાના એક અઠવાડિયા પહેલાથી બધે ચર્ચામાં છે. તેણે પોતાના આ પુસ્તકમાં પોતાની સેક્સ્યૂલિટી, શાહરૂખ ખાન સાથેના પોતાના સંબંધો, કાજોલ અને અજય દેવગણ સાથેનો અણબનાવ વગેરે અનેક ચર્ચાસ્પદ વિષયો અંગે ખુલાસા કર્યા છે.

કરણ જોહરના આ પુસ્તકમાં સિને રસિકો માટે ઘણો રસપ્રદ મસાલો છે, એ વાત તો ચોક્કસ છે. જે મુદ્દાઓ અંગે કરણ જાહરે કે તેના મિત્રોએ ક્યારેય જાહેરમાં કે મીડિયામાં નિવેદન નથી આપ્યું, એ તમામ વિષયોની વિગતવાર માહિતી આ પુસ્તકમાંથી મળી રહેશે એમ લાગી રહ્યું છે. કરણ જોહરના આ પુસ્તકમાં કયા મુખ્ય ખુલાસા વાંચવા મળશે, એ જાણવા માટે આગળ વાંચતા રહો..

કરણ જોહરની સેક્સલાઇફ

કરણ જોહરની સેક્સલાઇફ

પોતાની અંગત લાઇફ, જે અંગે કરણ જોહરે ક્યારેય ખુલીને કશું નથી કહ્યું, તે આ પુસ્તક દ્વારા પરોક્ષ રીતે જાહેર થતાં ઘણો વિવાદ સર્જાયો હતો. કરણ જોહરે આ અંગે લખ્યું છે, "મારે લોકોને ચીસો પાડીને એ કહેવાની જરૂર નથી કે હું શું છું. લોકોને ખબર જ છે. પરંતુ જો ક્યારેક મને આ અંગે બોલવાની જરૂર પડી, તો પણ હું એ વાતનો ખુલીને સ્વીકાર નહીં કરી શકું, કારણ કે મને ખબર છે કે એવું કરતાં મારે જેલ જવું પડે એવું પણ બને. આથી જ હું કરણ જોહર, એ ત્રણ શબ્દો ક્યારેય નહીં બોલું, જે અંગે લગભગ બધા જ જાણે છે."

અહીં વાંચો - કરણ જોહરે ન કહ્યા આ ત્રણ શબ્દો, તો પણ થયો વિવાદ

શાહરૂખ સાથેની પહેલી મુલાકાત અને પ્રેમનો એકરાર

શાહરૂખ સાથેની પહેલી મુલાકાત અને પ્રેમનો એકરાર

શાહરૂખ સાથેની પોતાની પહેલી મુલાકાત વર્ણવતા કરણે કંઇક આવું કહ્યું છે, હું અને મારા પિતા જ્યારે પહેલીવાર શાહરૂખને મળવા ગયા હતા, ત્યારે જે રીતે તેમણે મારા પિતાને માન આપ્યું, ત્યારે જ મને શાહરૂખ સાથે પ્રેમ થઇ ગયો હતો. હા, વચ્ચે અમારી મિત્રતામાં ખટાશ આવી હતી, પરંતુ અમે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવામાં સફળ થયા.

શાહરૂખ અને કરણની મિત્રતા અંગેના વિવાદો

શાહરૂખ અને કરણની મિત્રતા અંગેના વિવાદો

શાહરૂખ ખાન અને કરણ જોહરની મિત્રતા અંગે અનેક વિવાદ થઇ ચૂક્યા છે. આ પુસ્તકમાં કરણે લખ્યું છે કે, શાહરૂખ સાથેના તેમના સંબંધો અંગે જ્યારે વિકૃત અફવાઓ સાંભળવા મળે ત્યારે ખરેખર દુઃખ થાય છે. કારણ કે, શાહરૂખ તેમના માટે મોટા ભાઇ સમાન છે.

જ્યારે કરણને મળી હતી અંડરવર્લ્ડની ધમકી

જ્યારે કરણને મળી હતી અંડરવર્લ્ડની ધમકી

કરણ જોહરે આ પુસ્તકમાં અન્ય એક ચોંકાવનારો ખુલાસો કરતાં લખ્યું છે કે, તેમની ફિલ્મ કુછ કુછ હોતા હેની રિલિઝ પહેલા તેમને અંડરવર્લ્ડ તરફથી ધમકી મળી હતી. ત્યારે શાહરૂખ કરણને હિંમત આપતાં કહ્યું હતું કે, 'પઠાણ છું, જોઉં છું તને કોણ ગોળી મારે છે..'

બેબોની બગાવત

બેબોની બગાવત

ઉલ્લેખનીય છે કે, કરણની સુપરહિટ ફિલ્મ કલ હો ના હો માટે તેની પહેલી પસંદ હતી બોલિવૂડની બેબો કરીના કપૂર. પરંતુ બેબોએ આ ફિલ્મ માટે ના પાડતાં બંન્નેના સંબંધોમાં નારાજગી લગભગ એક વર્ષ સુધી રહી હતી. કરણ જોહરે આ કિસ્સો પોતાના પુસ્તકમાં વિસ્તારપુર્વક વર્ણવ્યો છે. તેમણે લખ્યું છે કે, 'મુઝસે દોસ્તી કરોગે' ફિલ્મ રિલિઝ થઇ એ જ અઠવાડિયે મેં કરીનાને આ ફિલ્મ ઓફર કરી હતી. પરંતુ તેણે શાહરૂખ ખાન જેટલી ફી માંગતા મારે વાત ત્યાં જ છોડવી પડી.

કરીનાનો જવાબ

કરીનાનો જવાબ

કરીનાની ફિલ્મ 'મુઝસે દોસ્તી કરોગે' ફ્લોપ ગઇ હતી, તેનું કહેવું હતું કે યશ ચોપરાના આસિસ્ટન્ટ કુણાલ કોહલીની આ ફિલ્મ ફ્લોપ ગઇ, તો કરણ જોહરના આસિસ્ટન્ટ નિખિલ અડવાણી પર ભરોસો કઇ રીતે કરી શકાય? કરીનાએ મોટી ફીની ડિમાન્ડ કર્યા બાદ કરણ જોહરના ફોનનો જવાબ પણ નહોતો આપ્યો.

આખરે કરીનાએ માંગી માફી

આખરે કરીનાએ માંગી માફી

લગભગ 9 મહિના મેં અને કરીનાએ વાત નહોતી કરી. ત્યાર બાદ મારા પિતા જ્યારે ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઇ રહ્યાં હતા ત્યારે તેણે મને ફોન કર્યો હતો. તેણે મને ફોન પર કહ્યું હતું કે, 'મેં યશ અંકલ વિશે સાંભળ્યું.' ફોન પર ઘણી ઇમોશનલ થઇ ગઇ હતી, તેણે મને આશ્વાસન આપ્યું અને કહ્યું, 'I love you and I'm sorry I haven't been in touch. Don't worry.'

અબ્રામ નહીં, જાણે બ્રાડ પિટ આવ્યો

અબ્રામ નહીં, જાણે બ્રાડ પિટ આવ્યો

કરણ જોહરે પોતાના આ પુસ્તકમાં શાહરૂખના સૌથી નાના પુત્ર અબ્રામ વિશેની પણ કેટલીક રસપ્રદ માહિતી રજૂ કરી છે. તેણે અબ્રામ માટેના પોતાના પ્રેમને વર્ણવતા લખ્યું છે કે, હું ઘણીવાર અબ્રામને મળવા જાઉં છું અને તેની સાથે ખૂબ રમું છું. શાહરૂખ અને ગૌરી ઘરે ના હોય ત્યારે પણ હું જાઉં છું તેને મળવા પહોંચી જાઉં છું અને તેની સાથે બેસી જાઉં છું. તે મારી સાથે અને મારી મમ્મી સાથે પણ ખૂબ મસ્તી કરે છે. અબ્રામ એક એવા રમકડા સમાન છે, જેને તમે હંમેશા પોતાની સાથે રાખવા ઇચ્છશો. કરણે એક મજેદાર કિસ્સો શેર કરતાં લખ્યું છે કે, એક વાર અબ્રામ મારી ઓફિસે આવ્યો હતો અને મારો ઓફિસનો સ્ટાફ તેને જોવા વારે-વારે અંદર આવતો હતો. એ લોકો એવું વર્તન કરતા હતા જાણે અબ્રામ નહીં, બ્રાડ પિટ આવ્યો હોય.

કાજોલ અને કેજોની 25 વર્ષની મિત્રતાનો અંત

કાજોલ અને કેજોની 25 વર્ષની મિત્રતાનો અંત

કરણ જોહર, શાહરૂખ ખાન અને કાજોલ ત્રણેય ખૂબ જ સારા મિત્રો હતા, પરંતુ 'એ દિલ હે મુશ્કિલ' અને 'શિવાય'ની ટક્કર બાદ કાજોલ અને કરણ જોહર વચ્ચે ઊંડી તિરાડ પડી છે. કરણ જોહરે પોતાના પુસ્તકમાં આ અંગે પણ ખુલાસો કર્યો છે. કાજોલ, અજય દેવગણ કે કરણ જોહરે આ અંગે જાહેરમાં કશું કહ્યું નથઈ, પરંતુ કરણ જોહરે પોતાના પુસ્તકમાં આ અંગે વિગતવાર વાત કરી છે.

અજય દેવગણ છે જવાબદાર?

અજય દેવગણ છે જવાબદાર?

એવી ખબર આવી હતી કે, અજય દેવગણે એક ટેપ લિક કરી હતી, જેમાં કમાલ આર ખાન એવું કહેતો સાંભળવા મળ્યો હતો કે, કરણ જોહરે કમાલ આર ખાનને 25 લાખ રૂપિયા આપ્યા હતા, એ દિલ હે મુશ્કિલના વખાણ કરવા માટે. અજય દેવગણે ત્યાર બાદ આ અંગે કહ્યું હતું કે, જો આવો ધંધો ચાલતો હોય, તો આ મામલાની તપાસ થવી જોઇએ. તો બીજી બાજુ કાજોલે આ અંગે જ પ્રતિક્રિયા આપતા લખ્યું હતું, Shocked!

કરણ અને કાજોલ વચ્ચે હવે કોઇ સંબંધ નહીં

કરણ અને કાજોલ વચ્ચે હવે કોઇ સંબંધ નહીં

કરણ જોહરે આ અંગે લખ્યું છે કે, 25 વર્ષની મિત્રતા બાદ આજે મારી અને કાજોલ વચ્ચે કોઇ સંબંધ નથી. અમે એકબીજાની સામે જોઇએ છીએ, હલો કહીએ છીએ અને મોઢું ફેરવી લઇએ છીએ. મારી અને એની વચ્ચે ક્યારેય કોઇ પ્રોબ્લેમ નહોતો, પ્રોબ્લેમ મારી અને એના પતિ વચ્ચે હતો. એ વાત અમારી ત્રણ વચ્ચે છે અને એમ રહે એ જ બરાબર છે. પરંતુ મને લાગે છે કે અણે એક ભૂલ માટે માફી માંગવી જોઇતી હતી, ભલે એ ભૂલ એણે નહોતી કરી. મને લાગ્યું કે, જો એ અમારી 25 વર્ષની મિત્રતાનું માન નથી રાખી શકતી અને એને પોતાના પતિનો સાથ આપવો છે, જે હું સમજી પણ શકું છું, તો આ એની ચોઇસ છે.

હવે મને કોઇ ફરક નથી પડતો

હવે મને કોઇ ફરક નથી પડતો

મહિનાઓથી હું અને કાજોલ વાત નથી કરતા, 'એ દિલ હે મુશ્કિલ'ની રિલિઝ પહેલા મારી પર ઘણા ખોટા આરોપ લગાવવામાં આવ્યા. કાજોલે આખા મામલે રિએક્શન આપતાં ટ્વીટ કર્યું, SHOCKED! એ એક ટ્વીટથી જ મને સમજાઇ ગયું કે હવે અમારી વચ્ચે કંઇ નથી બચ્યું. આ એક શબ્દથી સાફ થઇ ગયું કે એ પણ એવું માને છે કે હું આવી ચીપ પબ્લિસિટી કરી શકું. ત્યારે જ મેં વિચારી લીધેલું, કે બસ હવે આ વાત અને અમારી મિત્રતા અહીં જ પુરી થાય છે. કાજોલ હવે મારી લાઇફમાં ક્યારેય પાછી નહીં આવી શકે.

English summary
karan johar biography an unsuitable boy and controversy.
Please Wait while comments are loading...