For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીચર્સ ડેએ ટ્વિટર યુદ્ધે ચડતાં રામ ગોપાલ અને કરણ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 સપ્ટેમ્બર : ગઈકાલે ટીચર્સ ડે હતું, પરંતુ બે ફિલ્મમેકરોએ આ દિવસને ટ્વિટર યુદ્ધ બનાવી દીધું. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા તથા કરણ જૌહરે ગઈકાલે પુનઃ એક વાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક-બીજા સામે કટાક્ષપૂર્ણ ટીકાઓ કરી.

karan-johar-ramgopalveram

રામ ગોપાલ વર્માએ ગઈકાલે શિક્ષક દિવસે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ઉપર નિશાન સાધતા ટ્વિટર ઉપર બહેસ છેડી નાંખી. વર્માએ લખ્યું - જો કોઈ કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી પ્રેરણા લે અને ટીચર ઑફ ધ ઈયર બનાવે, તો આ ડિઝાસ્ટર ઑફ ધ ઈયર થઈ જશે.

આરજીવીના ટ્વીટ પછી કરણે પણ જવાબી ટ્વીટ કરવામાં વાર ન લગાડી. કરણે લખ્યું - રામૂ (આરજીવી), ડિઝાસ્ટર ઑફ ધ ઈયર આપનો એરિયા છે... કોઈ પણ ક્યારેય આપના દ્વારા પોતાના માટે ત્યાં બનાવામાં આવેલી આરામદાયક જગ્યા ન લઈ શકે. કરણના ટ્વીટ બાદ વર્માએ પોતાના ટ્વીટનો મતલબ સમજાવવાની કોશિશ કરતાં લખ્યું - અરે કરણ, મેં ટ્વીટ ટીચર્સ ડેની શ્રેણીમાં મુક્યુ હતું અને આ ટ્વીટથી કોઇકે વખાણ લેવા જોઇએ.

નોંધનીય છે કે આ દિગ્ગજ બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓ વચ્ચે પહેલી વાર વાક્ યુદ્ધ નથી છેડાયું. 2010માં પણ કરણ જૌહર કૃત માય નેમ ઇઝ ખાન ફિલ્મ અંગે ટ્વિટર ઉપર બંને વચ્ચે ચર્ચિત લડાઈ થઈ હતી.

English summary
Filmmakers Ram Gopal Varma and Karan Johar have once again traded sarcastic remarks on a social networking platform.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X