શૉકિંગ ન્યુઝ : ટુંક સમયમાં જ પિતા બનવાનાં છે કુંવારા કરણ
મુંબઈ, 29 મે : બૉલીવુડના લોકપ્રિય ફિલ્મ નિર્માતા કરણ જૌહર ટુંકમાં જ પિતા બનનાર છે. અરે... આ ચોંકાવનારી વાત નથી. કરણે પોતે સ્વીકાર કર્યું છે. એક પ્રસિદ્ધ વર્તમાન પત્રના જણાવ્યા મુજબ કરણ જૌહરે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ એક બાળક દત્તક લેવા માંગે છે. કરણ જૌહર 41 વરસના થઈ ચુક્યાં છે અને હજીય અપરિણીત છે.

કરણ જૌહરે એક પિતા બનવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું - હું એક બાળક દત્તક લેવા માંગુ છું કે જેની સારસંભાળ હું અને મારા માતા એક સાથે કરીશું. હું જાણુ છું કે હું એક સારો પિતા બની શકુ છું. કરણે અગાઉ પણ કહ્યુ હતું કે તેઓ લગ્ન નથી કરવા માંગતાં, પણ એક બાળક દત્તક લેવા માંગે છે. એમ પણ કરણ જૌહર અંગે બૉલીવુડમાં અનેક અફવાઓ ઉડતી રહે છે.
બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ તાજેતરમાં જ એક ટીવી કાર્યક્રમના લૉન્ચિંગ દરમિયાન કરણ જૌહર ઉપર ડોળા નાંખી ચુક્યાં છે. જો કરણ જૌહર બાળક દત્તક લે, તો તેઓ પણ તેવી હસ્તીઓમાં જોડાઈ જશે કે જેમણે બાળક દત્તક લીધું હોય. સુષ્મિતા સેન તથા રવીના ટંડન આ યાદીમાં શામેલ છે. જોકે રવીના લગ્ન કરી ચુક્યાં છે અને તેમના પોતાના પણ બે બાળકો છે, જ્યારે સુષ્મિતા પણ અપરિણીત છે. થોડાક દિવસ અગાઉ સલમાન ખાન પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બાળક દત્તક લેવાની વાત કરી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
