Pics : ફરહાન ખાતર ચરબી ઘટાડવી પડી રહી છે કરીના કપૂરને
મુંબઈ, 24 ફેબ્રુઆરી : ફરી એક વાર સેક્સી અભિનેત્રી કરીના કપૂર પોતાના ફિગર અંગે ચર્ચામાં છે. કહે છે કે પોતાની આવનાર ફિલ્મ બૉમ્બે સમુરાઈ માટે કરીના ફરીથી પોતાનું વજન ઓછું કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. અથવા એમ પણ કહી શકાય કે કરીના કપૂર પુનઃ ઝીરો સાઇઝ માટે જિમમાં પરસેવો પાડી રહ્યાં છે. આ સમાચારે જોર પકડતા જ બૉલીવુડના બેગમે રિએક્શન આપવું જ પજ્યું.
હૉટ બેબ કરીના કપૂરે જણાવ્યું કે મીડિયામાં સતત એમ કહેવાઈ રહ્યું છે કે હું ફરીથી ઝીરો સાઇઝ થવા જઈ રહી છું, તો હું જણાવી દઉં કે એવું કંઇ જ નથી. મને વાર્તા અને પાત્રના હિસાબે પોતાનું વજન થોડુક ઓછું કરવું છે, પણ તેનો મતલબ એમ નથી કે હું ઝીરો સાઇઝ બનવા જઈ રહી છું.
છેલ્લે ઇમરાન ખાન સાથે ગોરી તેરે પ્યાર મેં જેવી ફ્લૉપ ફિલ્મ આપનાર કરીનાએ જણાવ્યું - મને બૉમ્બે સમુરાઈના દિગ્દર્શકે વેટ ઘટાડવા કહ્યું છે, કારણ કે ફિલ્મમાં મારા કો-સ્ટાર ફિટનેસ કિંગ ફરહાન અખ્તર છે. મને તેમની સાથે પડદા ઉપર સુંદર દેખાવા માટે વજન ઓછું કરવા જણાવવામાં આવ્યું છે. મારૂં વજન લગ્ન બાદ થોડુક વધી ગયુ છે, પણ મને આશા છે કે હું તેને ઘટાડવામાં સફળ નિવડીશ.

બૉમ્બે સમુરાઈ નિરાળી ફિલ્મ
કરીના કપૂર બૉમ્બે સમુરાઈ ફિલ્મમાં ફરહાન અખ્તર સાથે કામ કરવા ઉત્સુક છે. તેમનું માનવું છે કે બૉમ્બે સમુરાઈ પોતાની જાતમાં નિરાળી હશે.

દેવ બેનેગલ ન્યુયૉર્કના છે
કરીનાએ જણાવ્યું - આ ફિલ્મના દિગ્દર્શક દેવ બેનેગલ ન્યુયૉર્કના છે. તેમણે કેટલીક આંતરરાષ્ટ્રીય ફિલ્મો બનાવી છે. તેથી મારા માટે આ એક રોમાંચક જ નહીં, પણ ખૂબ જ નિરાળી ફિલ્મ છે.

લીક સે હટકે કામ...
દેવ બેનેગલ રોડ, મૂવી, સ્પ્લિટ વાઇડ ઓપન તથા ઇંગ્લિશ અગસ્ત જેવી ફિલ્મો માટે જાણીતા છે.

બૉમ્બે સમુરાઈની વિશેષતા
કરીનાએ જણાવ્યું - બૉમ્બે સમુરાઈ આ પ્રકારની પહેલી ફિલ્મ હશે કે જે આંતરરાષ્ટ્રીય તથા વ્યાવસાયિક બંને કક્ષાએ રિલીઝ થશે.

ટશનમાં ઝીરો સાઇઝ
કરીના વર્ષ 2008માં પહેલી વાર ટશન ફિલ્મમાં રૂપેરી પડદે ઝીરો સાઇઝમાં દેખાયા હતાં.