જૂતા પહેરવા બાબતે બહુ પ્રયોગો નથી કરતાં કરીના કપૂર
મુંબઈ, 2 મે : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરને લાગે છે કે યુવા વર્ગ ચમકદાર તથા રંગીન જૂતા પહેરવા અંગે સતત પ્રયોગો કરતાં રહે છે, પરંતુ તેમને જૂતા પહેરવા અંગે વધુ પ્રયોગો કરવા નથી ગમતાં.

શૂ બ્રાન્ડ મેટ્રો શૂઝ માટે ફોટોશૂટ દરમિયાન 32 વર્ષીય અભિનેત્રી કરીના કપૂરે જણાવ્યું - હું પ્રયોગો કરુ છું, પરંતુ વધારે નહીં. જોકે હું વિચારુ છું કે વર્તમાન પેઢી જુદા-જુદા કલરના જૂતા પસંદ કરે છે. તેઓ કાળા રંગના કપડાં સાથે ગુલાબી કે પીળા રંગના જૂતા પહેરે છે. જો આપ પોતાના પહેરણમાં કંઈક અલગ ધારણ કરવા માંગતા હોવ, તો આપ ચમકદાર રંગીન જૂતા પહેરી શકો છો.
નોંધનીય છે કે કરીના કપૂર આજકાલ કરણ જૌહરની ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે ઇમરાન ખાન હીરો છે.












Click it and Unblock the Notifications
