For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૈમૂરને મચ્છરોથી બચાવવા માટે કરીના અપનાવે છે આ દેશી નુસ્ખા

ઘણી વાર લોકો ઈવેન્ટ પર કરીનાને પેરેન્ટીંગ ટીપ્સ અને તૈમૂર સાથે જોડાયેલા વિવિધ સવાલ પૂછે છે કે જેમ કે તે તૈમૂરને શું ખવડાવે છે, તૈમૂરનું રૂટીન અને પ્રેગનન્સી ડાયેટ વગેરે.

|
Google Oneindia Gujarati News

તૈમૂર અલી ખાન બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટારકિડ્ઝમાંના એક છે. ઘણી વાર તૈમૂર પોતાની ક્યુટનેસના કારણે સમાચારોમાં છવાયેલા રહે છે. ઘણી વાર લોકો ઈવેન્ટ પર કરીનાને પેરેન્ટીંગ ટીપ્સ અને તૈમૂર સાથે જોડાયેલા વિવિધ સવાલ પૂછે છે કે જેમ કે તે તૈમૂરને શું ખવડાવે છે, તૈમૂરનું રૂટીન અને પ્રેગનન્સી ડાયેટ વગેરે. કરીના જો કે મોટાભાગે આઉટડોર શૂટિંગમાં વ્યસ્ત રહે છે પરંતુ તે પોતાના લાડલા સાથે જોડાયેલી વસ્તુનું ખાસ ધ્યાન રાખે છે.

મેલેરિયા અને ડેંગ્યુનો ડર

મેલેરિયા અને ડેંગ્યુનો ડર

હવામાનમાં ફેરફાર સાથે તૈમૂરના આરોગ્ય માટે કરીના કોઈ પણ બેદરકારી નથી રાખતી. ગરમીની ઋતુ આવતા જ સૌથી મોટો ડર મા માટે મેલેરિયા અને ડેંગ્યુનો હોય છે. આ જ કારણ છે કે તૈમૂરને મચ્છરોથી બચાવવા માટે ખાસ ધ્યાન રાખે છે. તે હંમેશા એ અંગે સતર્ક રહે છે કે કોઈ મચ્છર તેના લાડલાને કરડી ન જાય.

મૉસ્કિટો પેચ

મૉસ્કિટો પેચ

મચ્છરોથી બચાવવા માટે કરીના કપૂર હંમેશા તૈમૂરના કપડાં પર મૉસ્કિટો પેચ લગાવે છે. આનાથી મચ્છર નજીક નથી આવતા અને કરડી નથી શકતા. તમે પણ પોતાના બાળકોને મચ્છરોથી બચાવવા માટે આ સસ્તી રીત અપનાવી શકો છો. આ ઉપરાંત બીજા પણ ઘરેલુ ઉપાય છે જેનાથી તમે બાળકોને મચ્છરોથી બચાવી શકો છો.

લીમડા-નાળિયેરનું તેલ

લીમડા-નાળિયેરનું તેલ

મચ્છરોથી બચાવવા માટે કરીના લીમડા અને નાળિયેરના તેલનો ઉપયોગ કરીને એક સ્પ્રે તૈયાર કરે છે. આના માટે 10 ટીંપા લીમડાનું તેલ અને 30 એમએલ નાળિયેરનું તેલ મેળવીને શરીર પર લગાવો.

ગાર્લિક સ્પ્રે

ગાર્લિક સ્પ્રે

લસણમાં એલીસિન હોય છે જે મચ્છરોને દૂર રાખવાનું કામ કરે છે. કરીના આ દેશી નુસ્ખાથી મચ્છરોને તૈમૂરને દૂર રાખે છે. આનો ઉપયોગ કરવા માટે 5થી 6 કળીઓને એક ચમલી તેલમાં મેળવીને આખી રાત માટે મૂકી દો. હવે આ મિશ્રણમાં એક ચમચી લિંબુનો રસ અને 2 કપ પાણી મેળવો. આ સોલ્યુશનને સ્પે બોટલની મદદથી ઘરની આસપાસ અને પ્લાન્ટમાં છાંટી દો.

બેકિંગ સોડા અને સિરકો

બેકિંગ સોડા અને સિરકો

બેકિંગ સોડા અને સિરકો જ્યારે મિલાવવામાં આવે ત્યારે આ સોલ્યુશનથી કાર્બન ડાઈઓક્સાઈડ નીકળે છે. એવામાં કરીના કાર્બન ડાઈઓક્સાઈડનો ઉપયોગ કરે છે. આના માટે એક કપમાં સિરકામાં એક ચતુર્થાંશ બેકિંગ સોડા મિલાવીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ સ્પ્રેને રૂમની બહાર છાંટો. આનાથી મચ્છર પાસે પણ નહિ ભટકે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓ

English summary
Kareena protects taimur from mosquitoes using these home remedies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X