મોઘલાઈ અંદાજમાં યોજાશે સૈફરીનાનું રિસેપ્શન
મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડના હૉટ ગોલ્ડન કપલ સૈફરીનાનું રિસેપ્શન મોઘલાઈ અંદાજમાં આજે પટૌડી પૅલેસે યોજાવાનું છે. કાર્યક્રમના ઇવેન્ટ મૅનેજરે જણાવ્યું કે અમારી પુરતી કોશિશ રહેશે કે અમે એક એવું સ્ટેજ તૈયાર કરીએ કે જે નવાબીકાળ જેવું લાગે. અમે બધાં મોઘલ થીમ ઉપર કામ કરી રહ્યાં છીએ. સ્ટેજ, પડદા તમામ મોઘલાઈ અંદાજ મેં રહેશે. રિસેપ્શન રાત્રે આઠ વાગ્યે શરૂ થશે.

પાર્ટીમાં કરીના પિંક લહેંગો, ગ્રીન કે આસમાની સાડી અથવા પિંક કલરની સાડી પહેરી શકે છે. તેમના ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા છે, જ્યારે છોટે નવાબ સૈફ અલી ખાન રાઘવેન્દ્ર ઠાકુર દ્વારા ડિઝાઇન કરેલા કપડાં પહેરશે.
આ ગ્રાંડ ફંક્શનમાં ઘણાં વીવીઆઈપી લોકો આવનાર છે. તેથી સલામતીના પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ રૉયલ ફંક્શનમાં ઘણી બધી નામચીન હસ્તીઓ પણ પહોંચવાની શક્યતા છે.
કહેવાય છે કે આ પાર્ટી માટે સૈફના માતા શર્મિલા ટાગોર દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, આયોજન પંચના ઉપાધ્ય મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતા, ભાજપ નેતા અરુણ જેટલી, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ જેવી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
