For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Talented કન્નડ ગર્લ્સ કે જેમને ભાષાના સીમાડા ન નડ્યાં...

|
Google Oneindia Gujarati News

ભારત દેશ વિવિધતાઓથી ભરપૂર છે. તેમાં દરેક રાજ્યમાં જુદી-જુદી ભાષા બોલાય છે. તેમાં પણ જો દક્ષિણ ભારતમાં જઇએ, તો ઉત્તર ભારતના લોકો ગોથા જ ખાઈ જાય, કારણ કે ત્યાંની મોટાભાગની ભાષાઓ ઉત્તર ભારતના લોકોને સમજાતી નથી. તેવી જ હાલત દક્ષિણ ભારતના લોકોની છે કે જેમને અંગ્રેજી તો વધારે ફાવે છે, પણ ઉત્તર ભારતની હિન્દી સહિત મોટાભાગની ભાષાઓ તેમને સમજાતી નથી.

એક સામાન્ય વ્યક્તિને સ્થળાંતર દરમિયાન આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ જે વ્યક્તિ કૌશલ્ય કે ટૅલેંટ ધરાવતી હોય, તેને ભાષાના સીમાડા ક્યારેય ન નડી શકે. આ વાત સાબિત કરી છે દક્ષિણ ભારતની અનેક અભિનેત્રીઓએ. શ્રીદેવીથી લઈ જયાપ્રદા સુધીની અભિનેત્રીઓ પોતાના એક્ટિંગ ટૅલેંટ વડે પોતાની જાતને બૉલીવુડમાં પણ સ્થાપિત અને સાબિત કરી ચુકી છે.

અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ કન્નડ ફિલ્મ ઇંડસ્ટ્રી એટલે કે સૅંડલવુડની. હા જી, સૅંડલવુડ અભિનેત્રીઓ પણ ભાષાના સીમાડા ઓળંગી બૉલીવુડ એટલે કે હિન્દી સિનેમા સહિત અનેક ભાષાની ફિલ્મોમાં પોતાના હુનરના સિક્કા દ્વારા પોતાની જાતને સ્થાપિત અને સાબિત કરી ચુકી છે.

તો જુઓ 20 સૅંડલવુડ અભિનેત્રીઓ કે જેમણે કન્નડ ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મોમાં પણ સફળતા મેળવી :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયનો જન્મ કર્ણાટકના મેંગલોર ખાતે થયો હતો, પરંતુ તેમણે હિન્દી સિનેમા જગત એટલે કે બૉલીવુડમાં 1991-2010 સુધી રાજ કર્યું અને હજીય લોકો તેમની ફિલ્મોની રાહ જુએ છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

મૉડેલમાંથી અભિનેત્રી બનેલા શિલ્પા શેટ્ટીએ 1993માં બાઝીગર ફિલ્મ દ્વારા શાહરુખ ખાન સાથે બૉલીવુડમાં એંટ્રી કરી હતી, પરંતુ તેઓ પણ મેંગલોર-કર્ણાટકમાં જન્મેલા છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

બેંગલુરૂ (કર્ણાટક) ગર્લ દીપિકા પાદુકોણેએ 2006માં કન્નડ ફિલ્મ ઐશ્વર્યા સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું. આજે દીપિકા બૉલીવુડના સૌથી સફળ અભિનેત્રી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને બેંગલુરૂ ખાતેની માઉંટ કાર્મેલ કૉલેજમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હાસલ કરનાર અનુષ્કા શર્મા આજે રબ ને બના દી જોડીથી લઈ પીકે સુધી બૉલીવુડમાં છવાઈ ચુક્યા છે.

જુહી ચાવલા

જુહી ચાવલા

જોકે જુહી ચાવલાએ બૉલીવુડ ફિલ્મ સલ્તનત સાથે એક્ટિંગ કૅરિયર શરૂ કર્યું, પરંતુ તેમણે પણ કન્નડ ફિલ્મોમાં હાથ અજમાવ્યા હતાં. તેમની પહેલી કન્નડ ફિલ્મ પ્રેમ લોખા હતી કે જેમાં તેમના હીરો રવિચંદ્રન હતાં.

પ્રિયમણિ

પ્રિયમણિ

રુઢિવાદી તામિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પ્રિયમણિએ ગાર્ડન સિટી બેંગલુરૂમાં ભણ્યા-ગણ્યા. પ્રિયમણિ આજે કન્નડ જ નહીં, સાઉથની અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ સુપર હિટ છે.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

બૉલીવુડમાં કર્ણાટક ગર્લ્સ જોયા બાદ આપણે રુખ કરીએ એવી અભિનેત્રીઓની કે જેમણે સાઉથ ઇંડિયન ભાષાની ફિલ્મોમાં મોટી નામના મેળવી. મેંગલોર ગર્લ અનુષ્કા શેટ્ટીની કન્નડ જ નહીં, તેલુગુ અને તામિળ ફિલ્મોમાં પણ મોટી માંગ છે.

પ્રણિતા સુભાષ

પ્રણિતા સુભાષ

કન્નડ ફિલ્મ પોરકી દ્વારા ચૅલેંજિંગ સ્ટાર દર્શન સાથે ડેબ્યુ કરનાર પ્રણિતા સુભાષ પવન કલ્યાણની ફિલ્મ અટ્ટારિંટિકી દરેડીમાં કામ કરી ટૉલીવુડમાં હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ બન્યાં.

મેઘના રાજ

મેઘના રાજ

સૅંડલવુડ અભિનેતા સુંદર રાજ અને અભિનેત્રી પ્રમિલા જોશાઈના દીકરી મઘના રાજ જાણીતા મલયાલમ અભિનેત્રી છે.

હરિપ્રિયા

હરિપ્રિયા

ચિક્કબલ્લપુર સુંદરી હરિપ્રિયાએ તાજેતરમાં જ ઉગ્રમ ફિલ્મ દ્વારા શ્રીમુરલી સાથે કન્નડ સ્ક્રીન પર કમબૅક કર્યુ છે. તેઓ તામિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

શર્મિલા માંદ્રે

શર્મિલા માંદ્રે

બેંગલુરૂના શર્મિલા માંદ્રે ટ્રેડિશનલ કન્નડિગા છે. ધ સંજની ગર્લે કેટલીક તામિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

સંજના ગલરાણી

સંજના ગલરાણી

કન્નડ ફિલ્મો Ganda Hendthi And Boyfriend દ્વારા એક્ટિંગ ડેબ્યુ કરનાર સંજના ગલરાણી હાલમાં તેલુગુ અને તામિળ ફિલ્મોમાં પણ વ્યસ્ત છે.

ક્રિતી ખરબંદા

ક્રિતી ખરબંદા

બેંગલુરૂ ગર્લ ક્રિતી ખરબંદાએ તેલુગુ ફિલ્મો Boni દ્વારા સુમંત સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યું, પરંતુ તેઓ બેંગલુરૂમાં ભણેલા-ગણેલા છે.

નિત્યા મેનન

નિત્યા મેનન

મૉલીવુડ ક્વીન નિત્યા મેનન બેંગલુરૂમાં જન્મ્યા અને ઉછર્યા છે.

લક્ષ્મી રાય

લક્ષ્મી રાય

બેંગલુરૂમાં જન્મેલા અને બેલગામમાં ઉછરેલા લક્ષ્મી રાયે તામિળ ફિલ્મ સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યું અને પછી કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું.

નિક્કી ગલરાણી

નિક્કી ગલરાણી

બેંગલુરૂ ગર્લ નિક્કી ગલરાણી (સંજના ગલરાણીના નાના બહેન) કન્નડ ફિલ્મોમાં ડેબ્યુના ઇંતેજારમાં છે. જોકે તેઓ અન્ય ભાષાની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

કૅથરીના ટ્રેસા

કૅથરીના ટ્રેસા

અત્યાર સુધી કન્નડ ફિલ્મમાં લીડ રોલ ન કરી શકેલા કૅથરીના ટ્રેસા ફૉર્મર જોશેપાઇટ છે. તેમણે બેંગલુરૂમાં શિક્ષણ લીધું છે.

શુબ્ર ઐયપ્પા

શુબ્ર ઐયપ્પા

ટૉલીવુડના હૅપ્પનિંગ એક્ટ્રેસ શુબ્ર ઐયપ્પા બેંગલુરૂ ગર્લ છે અને તેમણે બેંગલુરૂમાંથી જ શિક્ષણ લીધું છે.

સનમ શેટ્ટી

સનમ શેટ્ટી

સનમ શેટ્ટી સારી કન્નડ ફિલ્મની ઑફરનો ઇંતેજાર કરી રહ્યા છે.

અદિતી ચેંગપ્પા

અદિતી ચેંગપ્પા

ટૉલીવુડ અભિનેત્રી અદિતી ચેંગપ્પા બેંગલુરૂમાં જન્મેલા અને ઉછરેલા છે. અગાઉ તેઓ શિક્ષણ માટે વિદેશ જઈ આવેલા છે.

English summary
List of the heroines from Karnataka, who made it big in other language film industries such as Tamil, Telugu, Malayalam and Hindi.
Read in English: English
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X