#Gossip: 'કેટ' ફાઇટ શરૂ, બીજી વાર ઝૂંટવાશે દીપિકાનો પ્રેમ?

કેટરિનાનું ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ દીપિકા માટે બન્યું માથાનો દુખાવો. કેટરિના-રણવીર-દીપિકાના ટ્રાયેન્ગલની તમામ વિગતો મેળવો અહીં.

છેલ્લા થોડા સમયથી કેટરિના કૈફ સતત ચર્ચામાં છે. જગ્ગા જાસૂસનું શૂટિંગ, ટાઇગર ઝિન્દા હેની ખબરો, રણબીર કપૂર સાથે સેલ્ફી, ટોવેલ સિરિઝનું ફોટોશૂટ અને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂને કારણે કેટરિનાનું નામ ખબરોમાંથી ખસતું જ નથી. હવે નવી ખબર છે, દીપિકા-રણવીર-કેટરિનાના લવ ટ્રાએન્ગલની.

રણવીર સિંહ

રણવીર સિંહ

દીપિકાએ ભલે જાહેરમાં રણવીર અને પોતાના રિલેશનનો જાહેરમાં સ્વીકાર ન કર્યો હોય, પરંતુ એ બંન્ને રિલેશનમાં છે એ સૌને ખબર છે. કેટરિના અને દીપિકા વચ્ચેની કોલ્ડવોર પણ જગજાહેર છે. એવામાં કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાં રણવીરે કેટરિનાને અનોખા અંદાજમાં વેલકમ કર્યું હતું. વળી, બંન્ને પબ્લિક પ્લેસ પર પણ સાથે જોવા મળ્યાં હતા. આ કારણે રણવીર અને કેટરિના વચ્ચેના અફેરની અફવાઓએ જોર પકડ્યું છે.

દીપિકાનો ગુસ્સો

દીપિકાનો ગુસ્સો

બીજી બાજુ, દીપિકા પહેલેથી જ કેટરિનાથી નારાજ હતી. સુશાંત-કૃતિની ફિલ્મ રાબતાના ટાઇટલ ટ્રેકમાં દીપિકા જોવા મળે છે. આ સોન્ગ જે દિવસે લોન્ચ થયું એ જ દિવસે કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરીને તમામ અટેન્શન પોતાની તરફ લઇ લીધું. આ વાતે દીપિકા નારાજ હતી, એમાં વળી રણવીરે કેટરિનાને વેલકમ કરી એ ગુસ્સામાં વધારો કર્યો છે.

કેટરિના પણ ઓછી નથી

કેટરિના પણ ઓછી નથી

દીપિકા પાદુકોણને ગુસ્સે કરવામાં કેટરિનાએ પણ કંઇ બાકી નથી રાખ્યું. ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવતાની સાથે જ તેણે પ્રિયંકા ચોપરા, અર્પિતા ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન જેકલિન તમામને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. તે રણવીર સિંહને પણ ઇન્સ્ટા પર ફોલો કરી રહી છે, પરંતુ દીપિકાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને તેણે સંપૂર્ણપણે ઇગ્નોર કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર શાહી વેલકમ

ઇન્સ્ટાગ્રામ પર શાહી વેલકમ

કેટરિનાએ થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. કોઇ પણ સ્ટારના ડેબ્યૂનો આટલો પ્રચાર નહીં થયો હોય, જેટલો આમાં થયો છે. સલમાન, શાહરૂખ, અક્ષયથી માંડીને આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા સૌએ તેને ઇન્સ્ટાગ્રામ પર વેલકમ કરી છે. કેટરિના પણ આ સોશિયલ મીડિયમનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. તે એક પછી એક પોતાના ગ્લેમરસ અને હોટ ફોટોઝ ઇન્સ્ટા પર અપલોડ કરી રહી છે.

બ્રેકઅપ બાદ ધમાકેદાર કમબેક

બ્રેકઅપ બાદ ધમાકેદાર કમબેક

ગત વર્ષે રણબીર અને કેટરિનાનું બ્રેકઅપ થયું ત્યારે એવું લાગેલું જાણે બોલિવૂડમાં કેટરિનાના દિવસો પૂરા થઇ ગયા. પરંતુ આવું કહેનારને પોતાના શબ્દો પાછા લેવાનો સમય આવ્યો છે. વર્ષ 2017ની શરૂઆતથી તે સતત ચર્ચામાં છે. ફિલ્મ જગ્ગા જાસૂસનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને ટાઇગર ઝિન્દા હે પણ જલ્દી જ રિલિઝ થશે. આ બંન્ને ફિલ્મોમાં તે પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર અને સલમાન ખાન સાથે જોવા મળશે.

સતત ચર્ચામાં રહે છે કેટ

સતત ચર્ચામાં રહે છે કેટ

બ્રેકઅપ બાદ તેની આવેલી ફિલ્મ બાર બાર દેખો અને ફિતૂર ફ્લોપ ગઇ હતી. પરંતુ વર્ષ 2017માં કેટરિનાએ ધમાકેદાર કમબેક કર્યું છે. ડિસેમ્બર 2016માં તેણે મનિષ મલ્હોત્રા માટે બ્રાઇડલ વેરનું ફોટોશૂટ કર્યું હતું, ત્યારે બાદ તે કોફી વિથ કરણમાં અનુષ્કા સાથે જોવા મળી હતી. જગ્ગા જાસૂસ દરમિયાન જ કેટ-રણબીરનું બ્રેકઅપ થયું હતું, ત્યારે કેટ ખૂબ દુઃખી હતી, પરંતુ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં થતાં બંન્ને વચ્ચે મૈત્રીપૂર્ણ સમાધાન થઇ ગયું હોવાની ખબરો આવી રહી છે.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X