#JaggaJasoos: લિપલોક સીન અંગે કેટરિનાની વિચિત્ર ડિમાન્ડ
કેટરિના કૈફની આ ડિમાન્ડ ખૂબ જ વિચિત્ર છે, તેણે રણબીર સાથે જે કિસિંગ સીન કર્યા છે, તે કેટરિના ફિલ્મમાંથી ખસેડવા માંગે છે.
કેટરિના કૈફ અને રણબીર કપૂર ની આગામી ફિલ્મ જગ્ગા જાસૂસ ના રસ્તામાં એક પછી એક મુશ્કેલીઓ આવતી જ જાય છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે કેટરિના અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. પંરતુ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય એ પહેલાં જ આ બંન્નેનું બ્રેકઅપ થઇ ગયું અને ત્યારથી જગ્ગા જાસૂસની જાણે પનોતી બેઠી. કેટરિના-રણબીરના બ્રેકઅપને કારણે સૌથી વધુ નુકસાન આ ફિલ્મને તથા તેના નિર્માતાને થયું છે.

કેટરિનાની ડિમાન્ડ
તાજી સમસ્યા એ છે કે, કેટરિના કૈફ ફિલ્મના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં માથું મારી બધું પોતાની મરજી મુજબ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે, જે અનુરાગ બાસુને પસંદ નથી પડ્યું. આ ફિલ્મમાં કેટરિના અને રણબીરના કેટલાક કિસિંગ સીન છે, જે હવે કેટરિના આ ફિલ્મમાંથી ખસેડવા માંગે છે. ફિલ્મની ટીમ દ્વારા પોસ્ટર માટે આ બંન્નેના કેટલાક લિપલોકવાળા સીન પસંદ કરવામાં આવ્યા હતા, જે કેટરિના બદલાવવા માંગે છે.
અનુરાગ બાસુ છે ગુસ્સામાં..
આ ઓછું હોય તેમ કેટરિનાએ ડિમાન્ડ કરી છે કે, હવે પછી પોસ્ટર માટે જે ફોટો સિલેક્ટ થાય, એ પહેલાં તેને બતાવવામાં આવે અને પછી ફાઇનલ કરવામાં આવે. આ મામલે અનુરાગ બાસુ અને કેટરિના વચ્ચે બોલાચાલી પણ થઇ છે, કારણ કે અનુરાગ હવે પોતાની ફિલ્મમાં કોઇ જાતનો વધારો-ઘટાડો ઇચ્છતા નથી.
ઉલ્લેખનીય છે કે કેટરિના અને રણબીરની આ ફિલ્મની રિલિઝ ડેટ 7 વાર પોસ્ટપોન થઇ ચૂકી છે. હવે આ ફિલ્મ 14 જુલાઇના રોજ રિલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
