For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમ પુરીને પહેલી ફિલ્મમાં કામ કર્યા બાદ મળી હતી મગફળી

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ઓમ પુરી હવે માત્ર આપણી યાદોમાં છે. 6 જાન્યુઆરીની સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આવો તમને જણાવીએ તેમના જીવન અને કેરિયર વિશે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ઓમ પુરી હવે આપણી વચ્ચે નથી રહ્યા. 66 વર્ષની ઉંમરે હ્રદયરોગના હુમલાને કારણે આજે વહેલી સવારે તેમનું નિધન થઇ ગયુ. 19 ઓક્ટોબર 1950 ના દિવસે હરિયાણાના અંબાલામાં જન્મેલા ઓમપુરી માત્ર ભારતીય સિનેમા સુધી સીમિત નહોતા રહ્યા પરંતુ બ્રિટિશ અને અમેરિકી સિનેમામાં પણ તેમણે ખાસ યોગદાન આપ્યુ.

ompuri

પોતાના હોમ થિયેટર ગ્રુપ 'મજમા' ની સ્થાપના

ઓમ પુરીને ભારતના સર્વોચ્ચ પુરસ્કારોમાંથી એક એવા પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનવામાં આવ્યા હતા. 1976 માં પૂના ફિલ્મ સંસ્થાનમાંથી પ્રશિક્ષણ મેળવ્યા બાદ ઓમપુરીએ લગભગ દોઢ વર્ષ સુધી એક સ્ટુડિયોમાં અભિનયની શિક્ષા આપી. બાદમાં ઓમપુરીએ પોતાના હોમ થિયેટર ગ્રુપ 'મજમા' ની સ્થાપના કરી. ઓમપુરીએ કોમર્શિયલ સિનેમા સાથે ઇંડીપેંડંટ અને આર્ટ ફિલ્મો પણ કરી છે.

ompuri

સારુ કામ કરવા બદલ તેમને મળી હતી મગફળી

ઓમપુરીએ બહુ બધી ભારતીય ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે બ્રિટન અને અમેરિકામાં પણ ફિલ્મો કરી. 1976 માં મરાઠી ફિલ્મ ઘાસીરામ કોતવાલથી ફિલ્મી કેરિયરની શરુઆત કરનાર પુરીએ આ ફિલ્મ વિશે દાવો કર્યો હતો કે આમાં સારુ કામ કરવા બદલ તેમને મગફળી મળી હતી.

ompuri

દિગ્ગજ કલાકારો સાથે કરી આર્ટ ફિલ્મો

ઓમ પુરીએ અમરીશ પુરી, નસીરુદીન શાહ, શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવા દિગ્ગજ કલાકારો સાથે ભવની ભવાઇ, સદગતિ, અર્ધસત્ય, ધારાવી અને મિર્ચ મસાલા જેવી આર્ટ ફિલ્મો કરી. ઓમ પુરીની 1980 માં એક ફિલ્મ આવી હતી આક્રોશ. જેમાં તેમણે એક પીડિત આદિવાસીનો રોલ કર્યો હતો.

ompuri

નેશનલ ફિલ્મ એવોર્ડ

1982 માં આવી ડિસ્કો ડાંસર, અર્ધ સત્ય. 1996 માં આવી માચિસ, 1997 માં આવી ગુપ્ત અને 2003 માં ધૂપ. આ ફિલ્મોમાં તેમના અભિનયના દ્રષ્ટાંત આપવામાં આવે છે. ઓમ પુરીને અર્ધસત્ય માટે નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ompuri

ટેલિવિઝનમાં પણ કર્યુ કામ

ઓમ પુરીએ બ્રિટિશ ફિલ્મ માય સન ધ ફનેટિક, ઇસ્ટ ઇઝ ઇસ્ટ અને ધ પેરોલ ઓફિસરમાં કામ કર્યુ હતુ. હોલીવુડની સિટી ઓફ જોય, પેટ્રિક સ્વેજ, વોલ્ફ, ધ ઘોસ્ટ એંડ ધ ડાર્કનેસમાં પણ કામ કર્યુ હતુ. સન 2007 માં ચાર્લી વિંસન વોરમાં જનરલ જિયા ઉલ હકની ભૂમિકા નિભાવી. ઓમ પુરીની કારકિર્દી માત્ર આટલા સુધી મર્યાદિત નહોતી. ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં પણ ઓમ પુરીએ કામ કર્યુ હતુ.

English summary
Know about profile of Veteran actor Om Puri who passes away at the age of 66
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X