For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુશલના દોસ્તે કર્યા ચોંકાવનારા ખુલાસા, ‘કલાકો સુધી લટકેલુ હતુ શબ, મે ઉતાર્યુ...'

કુશલના દોસ્ત ચેતન હંસરાજે એક ઈન્ટરવ્યુમાં કુશલની સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ટેલિવિઝનના જાણીતા અભિનેતા કુશલ પંજાબીએ 37 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી છે. તેમનુ દામ્પત્ય જીવન બરાબર નહોતુ ચાલી રહ્યુ જેના કારણે તે ડિપ્રેશનમાં હતા. મરતા પહેલા તેમણે દોઢ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે લખ્યુ છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી. કુશલના દોસ્ત ચેતન હંસરાજે એક ઈન્ટર્યુમાં તેમની સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે.

‘કુશલના પિતાએ રાતે 3 વાગે ફોન કર્યો'

‘કુશલના પિતાએ રાતે 3 વાગે ફોન કર્યો'

ચેતન પણ આ ઘટનાથી શોકમાં છે. જ્યારે કુશલના માતાપિતાના ઘણી વાર સુધી ફોન ન ઉઠાવવા પર તેઓ કુશલના ઘરે પહોંચ્યા ત્યારે ચેતન તેમની સાથે હતા. ઘરમાં જઈને બધા ચોંકી ગયા. કુશલનુ શબ પંખા સાથે લટકેલુ મળ્યુ. સ્પૉટબૉય સાથે વાતચીતમાં ચેતને કહ્યુ કે, ‘કુશલના પિતાએ રાતે 3 વાગે તેમને ફોન કર્યો હતો. તે ફોન કરીને પૂછી રહ્યા હતા કે શું તેમની(ચેતન)ની વાત કુશલ સાથે થઈ છે. ચેતને કહ્યુ, મે મારા ઘણા દોસ્તોને ફોન કરીને પૂછ્યુ કોઈની પણ કુશલ સાથે વાત નહોતી થઈ.'

‘ચાવીવાળાને ત્યાં લઈને ગયા'

‘ચાવીવાળાને ત્યાં લઈને ગયા'

ચેતને કુશલના પિતાને પૂછ્યુ કે શું તે પોતાના દીકરાને તેના ઘરે જોવા ગયા. તો તેમણે કહ્યુ કે તે સાંજે ગયા હતા પરંતુ લાગ્યુ કે તે ઘરે નહિ હોય, તો પાછા આવી ગયા. ચેતને કહ્યુ, ‘6 થી 7 કલાક બાદ કુશલના પિતાએ મને ફોન કર્યો અને કહ્યુ બેટા આવુ ક્યારેય નથી બન્યુ કે તે આટલી વાર સુધી અનરિચેબલ રહે. પછી અમે ફ્લેટનો દરવાજો ખોલાવવા માટે ચાવીવાળાને લઈને ત્યાં ગયા. રાતના 11 વાગ્યા હતા.'

આ પણ વાંચોઃ કુશલ પંજાબીએ મરતા પહેલા દીકરા અને માતા-પિતાના નામે કરી સંપત્તિ, લખી દોઢ પાનાંની સુસાઈડ નોટઆ પણ વાંચોઃ કુશલ પંજાબીએ મરતા પહેલા દીકરા અને માતા-પિતાના નામે કરી સંપત્તિ, લખી દોઢ પાનાંની સુસાઈડ નોટ

‘એટલો સ્ટ્રોંગ અને ફૂલ ઑફ લાઈફ છોકરો હતો'

‘એટલો સ્ટ્રોંગ અને ફૂલ ઑફ લાઈફ છોકરો હતો'

ચેતને કહ્યુ, નો યાર, કેવી રીતે કોઈ એક્સપેક્ટ કરશે, એટલો સ્ટ્રોંગ અને ફૂલ ઑફ લાઈફ છોકરો, શું આપણે વિચારી શકીએ કે તે આવુ પગલુ લઈ લેશે? મારુ શરીર કાંપી જાય છે જ્યારે પણ હું વિચારી છુ.'ચેતને જણાવ્યુ કે તેમણે જ ફંદા પર લટકેલ કુશલના શબને નીચે ઉતાર્યુ હતુ. ચેતને કહ્યુ - ‘અમે તેને ઠીક કરવી કોશિશ કરી પરંતુ શબ ઠંડુ પડી ચૂક્યુ હતુ અને ત્યારે અમને ખબર પડી કે તેનુ મોત ઘણા કલાકો પહેલા જ થઈ ચૂક્યુ છે.'

‘હું આમાંથી બહાર નથી આવી શકતો'

‘હું આમાંથી બહાર નથી આવી શકતો'

જ્યારે ચેતનને પૂછવામાં આવ્યુ કે શું કુશલે ક્યારેય પોતાના જીવનની મુશ્કેલીઓ તેમની સાથે શેર કરી છે, તો તેમણે કહ્યુ, એટલી માહિતી તે ક્યારેય આપતો નહોતો. મને ખબર હતી કે કંઈક તો ખોટુ છે પરંતુ એટલુ પણ નહિ કે કોઈ આવુ કરી લે. હું આનાથી બહાર નથી નીકળી શકતો. મને હજુ પણ એવુ લાગી રહ્યુ છે કે આ ફિલ્મ છે, મારુ દિમાગ મને કહી રહ્યુ છે કે આ અસલિયત નથી.' તેમણે કહ્યુ કે કુશલના માતાપિતા શોકમાં છે અને દુઃખી પણ. કુશલના માતાપિતાને પોલિસ સાથે હોસ્પિટલમાં લઈ ના ગઈ, ચેતન એકલા જ પોલિસ સાથે ગયા પરંતુ જલ્દી તેમના માતાપિતા પાસે પાછા આવી ગયા.

‘કુશલના માતાપિતા કાંપી રહ્યા હતા'

‘કુશલના માતાપિતા કાંપી રહ્યા હતા'

ચેતને કહ્યુ, ‘કુશલના માતાપિતા કાંપી રહ્યા હતા.જો કુશલ આવુ કરી શકે તો મને તો ડર લાગે છે કે કોઈ પણ કંઈ પણ કરી શકે છે. તમને ક્યારેય ખબર ન પડી શકે કે કોઈના દિમાગમાં શું ચાલી રહ્યુ છે. મને એવુ લાગી રહ્યુ છે કે અમારુ પ્રોફેશન ઘણી વાર નિરાશાવાળુ બની જાય છે. લોકોએ એકબીજા સાથે વધુ વાતચીત કરવી જોઈએ.'

દોઢ પાનાંની સુસાઈડ નોટ

દોઢ પાનાંની સુસાઈડ નોટ

કુશલે મરતા પહેલા દોઢ પાનાંની સુસાઈડ નોટ લખી હતી. આમાં તેમણે લખ્યુ, મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. મારી સંપત્તિનો 50 ટકા ભાગ મારા મારા માતાપિતા અને બહેનમાં સમાન ભાગે વહેંચી દેવામાં આવે, બાકીનો ભાગ ત્રણ વર્ષના દીકરાને આપવામાં આવે.

પોલિસે નોંધ્યો સુસાઈડ કેસ

પોલિસે નોંધ્યો સુસાઈડ કેસ

ડીસીપી પરમજીત સિંહને કહ્યુ, અમને સુસાઈડ નોટ મળી જેમાં તેમણે લખ્યુ છે કે આના માટે કોઈને પણ જવાબદાર ગણવામાં ન આવે. અમે તપાસ કરી રહ્યા છે. અમે સુસાઈડ કેસ નોંધી લીધો છે. કેસની તપાસ કરનારઅધિકારીઓનુ કહેવુ છે કે કુશલે ગુરુવારે કોઈનો ફોન નહોતો ઉઠાવ્યો. તેમને માતાપિતા ગુરુવારે બપોરે 2 વાગ્યાથી તેમને ફોન કરી રહ્યા હતા પરંતુ તે કોઈ જવાબ નહોતા આપી રહ્યા. ત્યારે તેમણે તેમના ઘરે આવવાનુ વિચાર્યુ.

રાતે ઘરે પહોંચ્યા માતાપિતા

રાતે ઘરે પહોંચ્યા માતાપિતા

કુશલના માતાપિતા રાતે 10.30 વાગે તેમના ઘરે પહોંચ્યા તો તેમને દરવાજો બંધ મળ્યો. તેમણે 10.50 એ દરવાજો ખોલ્યો અને ફ્લેટમાં આવ્યા. ત્યારે તેમને પોતાનો દીકરો બેભાન અવસ્થામાં મળી આવ્યો. તે ફંદા પર લટકેલો હતો. પડોશીઓએ રાતે 11.10 વાગે પોલિસને ઘટનાની સૂચના આપી અને કુશાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા.

યુરોપિયન ગર્લફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

યુરોપિયન ગર્લફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

કુશલે વર્ષ 2015માં પોતાની યુરોપિયન ગર્લફ્રેન્ડ ઑડ્રી ડૉલેન સાથે લગ્ન કર્યા હતા. એપ્રિલ 2016માં તેમના દીકરાનો જન્મ થયો. બંનેનુ દામ્પત્ય જીવન બરાબર નહોતુ ચાલી રહ્યુ. માનવામાં આવી રહ્યુ છે કે કુશલ આના કારણે ડિપ્રેશનમાં હતા અને એટલા માટે તેમણે આ પગલુ ઉઠાવ્યુ. આ લગ્નથી કુશલને 3 વર્ષનો પુત્ર છે. પુત્રનુ નામ કિયાન છે. કુશલ પોતાની પત્નીથી દૂર હોવાના કારણે દુઃખી હતા.

કરણવીરે શોક વ્યક્ત કર્યો

કરણવીરે શોક વ્યક્ત કર્યો

કરણવીરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કુશાલના નિધન વિશે જણાવ્યુ છે. તેમણે લખ્યુ છે, ‘તારા આ રીતે જવાથી ઝટકો લાગ્યો છે. હું આ માનવા માટે તૈયાર નથી કે તુ હવે આ દુનિયામાં નથી રહ્યો. હું તને ખૂબ જ યાદ કરવાનો છુ. તે પોતાના જીવનમાં ઘણા લોકોને પ્રેરણા આપી છે. મને પણ આપી છ. હું જાણુ છુ કે તુ હવે આનાથી વધઉ સારી દુનિયામાં છે.' મીડિયા રિપોર્ટ અનુસાર કુશાલે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી છે. જો કે આની પાછળનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

English summary
kushal punjabi commits suicide, his friend chetan hansraj gave interview.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X