For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતા મંગશકર સંઘર્ષના દિવસોમાં માત્ર ચા બિસ્કિટ ખાઈને પસાર કરી લેતા આખો દિવસ

ભારતની સ્વર કોકિલા લતા મંગશકરે આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ કઠોર સંઘર્ષ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભારત રત્ન અને ભારતની 'સ્વર કોકિલા' લતા મંગેશકરનુ 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આજે નિધન થઈ ગયુ. તેઓ 8 જાન્યુઆરીથી હોસ્પિટલમાં ભરતી હતા. લતા મંગેશકરની નિધનથી દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘરમાં હાઉસ હેલ્પરનો કોરોના રિપોર્ટ પૉઝિટવિ આવ્યો હતો અને લતા દીદી તેમના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પણ પૉઝિટિવ આવ્યા હતા.

latadidi

ભારતની સ્વર કોકિલા લતા મંગશકરે આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ કઠોર સંઘર્ષ કર્યો હતો. જેનો ઉલ્લેખ ખુદ લતા દીદીએ કર્યો છે કે કઈ રીતે તે પોતાના સંઘર્ષના દિવસોમાં આગળ વધ્યા હતા. કામ માટે તેમને ખાવાપીવાનુ પણ ધ્યાનમાં નહોતુ રહેતુ. તે માત્ર ચા અને પાણી પીને પોતાનો દિવસ પસાર કરી લેતા હતા. તેમના સંઘર્ષના દિવસોનો ઉલ્લેખ યતીન્દ્ર મિશ્રના પુસ્તક 'લતા સુર ગાથા'માં કરવામાં આવ્યો છે. 'લતા સુર ગાથા'ને રાષ્ટ્રીય ફલ્મ પુરસ્કારથી પણ નવાજવામાં આવી ચૂક્યુ છે.

લતા મંગશકરે પુસ્તકમાં માહિતી આપી હતી કે, 'હું ઘણી વાર રેકૉર્ડિંગ કરીને થાકી જતી હીત અને મને ખૂબ ભૂખ લાગી જતી હતી. એ વખતે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં કેન્ટીન હતી પરંતુ જમવા માટે કંઈ સારુ મળતુ હોય એવુ મને યાદ નથી. માત્ર ચા અને બિસ્કીટ વગેરે મળી જતુ હતુ અને એક-બે કપ ચા અથવા એમ જ બે-ચાર બિસ્કીટો પર આખો દિવસ નીકળી જતો હતો. ઘણી વાર તો માત્ર પાણી પીને આખો દિવસ નીકળી જતો અને ધ્યાન જ ન રહેતુ કે કેન્ટીનમાં જઈને ચા પણ પી લેવી જોઈએ.

લતા દીદીએ કહ્યુ, 'હંમેશા એ વાત દિમાગમાં ફરતી કે કઈ રીતે મારે પોતાના પરિવારનુ ધ્યાન રાખવાનુ છે. પછી ભલે તે રેકૉર્ડિંગનો સમય હોય ખે ઘરનો ખાલી સમય, કોઈ રીતે હું પોતાના પરિવાર માટે વધુમાં વધુ કમાઈને તેમની જરુરિયાતો પૂરી કરી શકુ છે. એમાં જ મારો બધો સમય નીકળી જતો હતો. મને રેકૉર્ડિંગ કે તેની તકલીફોથી એટલો ફરક નહોતો પડતો. જેટલો આ વાતથી કે આવનારુ ભવિષ્ય મારા કેટલા ગીતો રેકૉર્ડ થવાના છે. એક ફિલ્મ ખતમ થવા સાથે મારે નવા કૉન્ટ્રાક્ટમાં બીજી નવી ફિલ્મના કેટલા ગીતો રેકૉર્ડ કરવાના છે.'

English summary
Lata mangeshkar ate only tea-biscuit in struggle days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X