For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે કેવી છે લતા મંગશકરની તબિયત, જાહેર થયુ હેલ્થ બુલેટિન

લતા મંગેશકર કોરોનાના કારણે ગયા શનિવારથી મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી છે. જાણો તેમની હેલ્થ અપડેટ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભારતીય સિનેમાના દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર કોરોનાના કારણે ગયા શનિવારથી મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી છે. પરિવારે તેમના આરોગ્યની માહિતી આપીને કહ્યુ છે કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણ છે પરંતુ તેમની તબિયત ઠીક છે. તેમની ભત્રીજી રચના શાહે તેમની હેલ્થ અપડેટ શેર કરી છે. તેમણે કહ્યુ કે લતા મંગેશકરની સ્થિતિ સ્થિર છે અને તેઓ ઠીક થઈ રહ્યા છે. વળી, બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં તેમનો ઈલાજ કરી રહેલા ડૉ. પ્રતીત સમધાનીએ કહ્યુ કે ગાયિકા લતા મંગેશકર હજુ પણ આઈસીયુ વૉર્ડમાં છે.

lata mangeshkar

તે 10-12 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રહેશે. કોરોના સાથે તે ન્યુમોનિયાથી પણ પીડિત છે. લતા મંગેશકરની ભત્રીડીએ તેમના જલ્દી ઠીક થવા માટે દુઆ કરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે પ્રાઈવસીનુ ધ્યાન રાખવા માટે પણ કહ્યુ છે. તેમણે કહ્યુ, 'અમારી પ્રાઈવસીનુ સમ્માન કરો અને દીદીને પોતાની દુઆઓમાં રાખો.' તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રહેવાસી લતા મંગેશકરની ઉંમર 93 વર્ષ છે અને તેઓ પોતાના પરિવાર સાથે રહે છે.

ભારત રત્નથી સમ્માનિત લતા મંગેશકરના કોરોના સંક્રમિત થવાના સમાચારથી ફેન્સ ચિંતિત છે. તેમની દેખરેખમાં ડૉક્ટરોની એક ટીમને લગાવવામાં આવી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કોરોના વાયરસની શરુઆતથી અત્યાર સુધી જાણીતા સિંગર લતા મંગેશકર મહામારીથી ખુદને દૂર રાખવામાં સફળ રહ્યા હતા. જો કે ઓમિક્રૉનના પ્રકોપ બાદ વધેલા સંક્રમણથી તે પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. લતા મંગેશકરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોતાનો 93મો જન્મદિવસ મનાવ્યો હતો.

English summary
Lata Mangeshkar health update, stable in breach candy hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X