આ સુપરસ્ટાર રસ્તા પર પાપડ વેચી રહ્યો છે, ફોટો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

રિતિક રોશન એવા અભિનતામાં આવે છે જેઓ પોતાના દરેક રોલ ખુબ જ સારી રીતે નિભાવે છે. રિતિક રોશનને છેલ્લા ઘણા સમયથી એક હિટ ફિલ્મની તલાશ છે. જો તેમના અભિનય વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના દરેક રોલ માટે ખુબ જ મહેનત છે.

hrithik roshan

આ સમયે રિતિક રોશન તેમની ફિલ્મ સુપર 30 માટે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત છે. હાલમાં રિતિક રોશનની સુપર 30 ફિલ્મની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તેઓ પાપડ વેંચતા નજરે આવી રહ્યા છે.

આ ફિલ્મ માટે રિતિક રોશન ઘ્વારા ઘણી તૈયારી અને મહેનત કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આ ફિલ્મને બાયોપિક કહેવામાં કઈ જ ખોટું નથી કારણકે આ ફિલ્મ ઉત્તરપ્રદેશ ના આનંદ કુમાર ની કહાની છે. જેમનો રોલ રિતિક રોશન નિભાવી રહ્યા છે.

રિતિક રોશને આ ફિલ્મ માટે આનંદ કુમાર જેવો લૂક અપનાવ્યો છે જેને જોઈને જાતે આનંદ કુમાર પણ દંગ રહી ગયા હતા. આ વાત જાતે આનંદ કુમાર ઘ્વારા સોશ્યિલ મીડિયા પર લખીને જણાવવામાં આવી હતી.

આનંદ કુમાર પર ફિલ્મ કેમ બની રહી છે તેની પાછળ પણ મોટું કારણ છે. ખરેખર આનંદ કુમારે આઈઆઈટી ના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષા આપી અને તેમને ઉંચાઈ પર પહોંચાડ્યા.

પહેલા પણ આનંદ કુમારે ફિલ્મ માટે જણાવ્યું હતું કે તેમના રોલ માટે રિતિક રોશન તેમની પહેલી પસંદ હશે કારણકે તેમનું માનવું છે કે રિતિક રોશન તેમના રોલને ખુબ જ સારી રીતે નિભાવશે.

English summary
New look of Hrithik Roshan's Super 30 is viral on social media. Hrithik Roshan is seen selling Papad. Hrithik has done a lot of preparation and hard work for this film.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.