• search

બ્રેસ્ટફિડિંગને લઈને ટ્રોલ થઈ આ અભિનેત્રી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    સ્તનપાન વિના કોઈપણ બાળક મોટું નથી થતું, પરંતુ આપણા સમાજમાં સાર્વજનિક મંચ પર કોઈપણ મહિલા દ્વારા બ્રેસ્ટફિડિંગ કરાવવું સ્વીકારવામાં નથી આવતું, લોકો માટે આ પડદા પાછળ રાખવાની વસ્તુ છે અને જો કોઈ મહિલા જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળે તો લોકો તેને કેટલુંય સંભળાવી દેતા હોય છે. આવું જ કંઈક બૉલીવુડની અભિનેત્રી મૉડે લિજા હેડન સાથે થયું, જેણે પોતાના દીકરા જેકને સ્તનપાન કરાવવા બદલ ટ્રોલ થવું પડ્યું હતું. આ પણ વાંચો- બાળકના જન્મ બાદ ફરી Hot અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ

    ટ્રોલ થઈ લિઝા

    ટ્રોલ થઈ લિઝા

    લોકોએ સોશિયલ મીડિયા પર લિઝા હેડનની ભારે ટીકા કરી હતી, આ વાતથી લિઝા બહુ દુઃખી થઈ હતી અને માટે હવે તેણે લોકો સમક્ષ પોતાનું દર્દ રજૂ કર્યું છે. જણાવી દઈએ કે લિઝાએ ગયા વર્ષે બ્રેસ્ટફિડિંગ કરાવતી એક તસવીર શેર કરી હતી જે બાદ પોતે વિવાદમાં ફસાઈ ગઈ હતી.

    લોકોએ ગાય સાથે કરી સરખામણી

    લોકોએ ગાય સાથે કરી સરખામણી

    લિઝાએ કહ્યું કે મારી તસવીર પર કેટલાય લોકોએ ગંદી કોમેન્ટ કરી હતી તો કોઈએ મારી સરખામણી ગાય સાથે કરતા કહ્યું હતું કે હવે તમે દૂધ પિવડાવવાનું બંધ કરો કેમ કે તમે ગાય નથી. લિઝાએ કહ્યું કે બાળકોને સ્તનપાન કરાવવું માતા માટે સારી બાબત છે આમાં કોઈ ખરાબી નથી, દરેક મા પોતાના સંતાનને સ્તનપાન કરાવે જ છે.

    મારા માટે આ જવાબદારી નહીં પણ સ્વાભાવિક ચીજ છે

    મારા માટે આ જવાબદારી નહીં પણ સ્વાભાવિક ચીજ છે

    લિઝાએ કહ્યું કે લોકો જ્યારે ઉંધા સીધા સવાલો કરે છે ત્યારે હું બહુ અસહજ થઈ જઉં છું. મારા માટે આ કોઈ કર્તવ્ય કે જવાબદારી નથી, બલકે સ્વાભાવિક ચીજ છે અને દરેક માતા માટે જરૂરી પણ હોય છે.

    બૉલ્ડ મોડેલ તરીકે ઓળકાય છે લિઝા

    બૉલ્ડ મોડેલ તરીકે ઓળકાય છે લિઝા

    જણાવી દઈએ કે લિઝા 'એ દિલ હૈ મુશ્કિલ', 'આયશા' અને 'ક્વીન' જેવી કેટલીય બૉલીવુડ ફિલ્મોમાં આવી ચૂકી છે. લિઝાને એક બોલ્ડ મોડેલના રૂપે ઓળખવામાં આવે છે. આ પણ વાંચો-યોગા ટીચર બનવા માંગતી હતી આ HOT એક્ટ્રેસ...

    English summary
    Actor-model Lisa Haydon was harassed with abusive and sexually coloured comments for sharing a photograph of herself as she breastfed her son Zack last year.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more