ડબરનના દરિયા કાંઠાના સૌંદર્યમાં ખોવાયાં સિદ્ધાર્થ મલ્હોત્રા
ડબરન, 6 સપ્ટેમ્બર : સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સિદ્ધર્થ મલ્હોત્રા પ્રથમ વાર ડબરન આવ્યાં છે. તેમનું કહેવું છે કે હોટેલમાં તેમની બારીમાંથી દેખાતાં દરિયા કિનારા અને પ્રાકૃતિક દૃશ્યો જોઈ તેમના દિલમાં રૂમાની અહેસાસ જાગી ઉઠ્યાં છે.

સિદ્ધાર્થે જણાવ્યું - હું પ્રથમ વાર ડબરન આવ્યો છું. હું ક્યારેય આ જગ્યાએ નથી ફર્યો, પણ પોતાની હોટેલની બારીમાંથી હું જે કંઈ જોઈ શકુ છું, તે જોઈને મને એવો અહેસાસ થાય છે કે જાણે દરિયા કિનારા પ્રણય-ગીતો ગાઈ રહ્યાં છે. ડબરન ખાતે દક્ષિણ આફ્રીકા ઇન્ડિયા ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઍવૉર્ડ્સ એટલે કે સૈફ્ટા ખાતે પોતાની પરફૉર્મન્સ આપવા આવેલા સિદ્ધાર્થે જણાવ્યું કે તેઓ પોતાનું શ્રેષ્ઠ કરવા તૈયાર છે. ડબરન ખાતે આ સિદ્ધાર્થની પ્રથમ પ્રસ્તુતિ છે. તેમણે જણાવ્યું કે તેઓ સારૂં પ્રદર્શન કરશે.
મૉડેલમાંથી અભિનેતા બનનાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરણ જૌહર કૃત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. તેઓની આગામી ફિલ્મ હંસી તો ફંસી છે. ઉપરાંત સિદ્ધાર્થે મોહિત સુરીની ધ વિલન ફિલ્મની ઑફર પણ સ્વીકારી લીધી છે.












Click it and Unblock the Notifications
