ખુલી ગઈ પોલ, ડિનર ડેટ પર અર્જુન અને મલાઈકા ઝડપાયા

બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલમાં તેમના રિલેશનશિપને કારણે ઘણા ચર્ચામાં છે.

બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલમાં તેમના રિલેશનશિપને કારણે ઘણા ચર્ચામાં છે. એટલું જ નહીં પરંતુ તેઓ એક સાથે ઘણી જગ્યાઓ પર જોવા પણ મળી રહ્યા છે. હાલમાં જ કંઈક એવું જોવા મળ્યું જેને કારણે લોકોને તેમના અફેર પર પાક્કો વિશ્વાસ થઇ ગયો. હાલમાં જ બંને ડિનર ડેટ પર ગયા હતા ત્યારે લાખો કેમેરા સામે બચવા છતાં પણ મોડી રાત્રે બંને કેમેરામાં કેદ થઇ ગયા.

Arjun kapoor and Malaika arora

આ ડિનર ડેટ પર તેમની સાથે વરુણ ધવન અને તેની ગર્લફ્રેંડ નતાશા દલાલ પણ જોવા મળી હતી. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની આ ફોટો સામે આવ્યા પછી તેમના વિશે ચાલતી ગોસિપ વધારે તેજ થઇ ચુકી છે.

આ પણ વાંચો: અફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકા

થોડા દિવસ પહેલા જ બંને એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. તે ફોટો સામે આવ્યા પછી જોરદાર ચર્ચા ઉડી હતી. કંઈક એવું પણ રંધાઈ રહ્યું છે જેને કારણે બંનેના લગ્નની વાતો પણ ઉડી રહી છે.

હાલમાં જ કરણ જોહરે પોતાના શૉ કોફી વિથ કરણમાં આ વાતનો ઈશારો કર્યો હતો કે બંને આવતા વર્ષે લગ્ન કરી શકે છે. હાલમાં આ વાત વિશે ચર્ચા છે પરંતુ આખરે શુ થશે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો: આ આઈટમ ગર્લ આગળ બધી જ અભિનેત્રીઓ ફેલ, જુઓ હોટ ફોટો

મલાઈકા અરોરાએ થોડા સમય પહેલા જ અરબાઝ ખાન પાસેથી તલાક લીધા છે. તેની પાછળ અર્જુન કપૂરને જ કારણ માનવામાં આવી રહ્યું છે. આજ કારણ છે કે એક સમયે સલમાન ખાનના ખુબ જ નજીક ગણાતા અર્જુન કપૂર સાથે હવે સલમાન ખાન વાત પણ નથી કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X