Sad News : ગીતકાર સંતોષ આનંદના પુત્રનો પત્ની સાથે આપઘાત
નવી દિલ્હી, 16 ઑક્ટોબર : ગીતકાર સંતોષ આનંદના પુત્ર અને વહુએ રેલવે ટ્રૅકે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી. બંનેએ ગઈકાલે મથુરાના કોસી કલાં વિસ્તારમાં આપઘાત કર્યો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ દિલ્હીથી આગરા જતી ઇંટર સિટી એક્સપ્રેસ સામે કુદકો મારી બંનેએ આપઘાત કર્યો. આ બનાવમાં તેમની સાત વર્ષીય દીકરી ગંભીર રીતે ઘવાઈ છે.

કોણ છે સંતોષ આનંદ

શું કહે છે સુસાઇડ નોટ?

સુસાઇટ નોટમાં સંસ્થાનના નિયામક સામે કમાણીનો ઝાંસો આપી આર્થિક શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. નિયામકે સંતોષને સંસ્થાનમાં નિર્માણ તથા શિક્ષણ માટે અઢી સો કરોડની યોજનાનો પ્રભારી બનાવ્યો હતો અને તેના બદલામાં આર્થિક શોષણ થઈ રહ્યુ હતું.
આ યોજનાના પ્રભારી બનાવાયા બાદ સંકલ્પ જાલસાજોના દળદળમાં ફસતો જતો હતો અને અંતે તેમણે આત્મહત્યાનો રસ્તો જ અપનાવ્યો. સુસાઇડ નોટના દરેક પાને પતિ અને પત્ની બંનેના હસ્તાક્ષર છે. સુસાઇડ નોટમાં રુપિયાના ગબન સાથે-સાથે પોતાના ખોટા પગલા તથા સાથી કર્મચારી-અધિકારી સામે ફસાવવાનો પણ ઉલ્લેખ કરાયો છે.












Click it and Unblock the Notifications
