For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લૅકમાં કરાયેલ ભૂલથી પરેશાન છે અમિતાભ બચ્ચન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 એપ્રિલ : મહાનાયક અમિતાભ બચ્ચનને સને 2005માં બનેલી બ્લૅક ફિલ્મના એક દૃશ્યમાં તેમના દ્વારા થયેલ ભૂલ આજે પણ યાદ છે કે જેના અંગે તેમણે ક્યારેય ધ્યાન આપ્યું નહીં. હવે તેઓ ઇચ્છે છે કે દર્શકો આ ભૂલ ઓળખી તેમને માહિતી આપે.

amitabh-bachchan

અમિતાભે પોતાના બ્લૉગ પર ઉપર લખ્યું - તાજેતરમાં જ ફ્લોરેંસ ખાતે યોજાયેલ રિવર ટૂ રિવર ફિલ્મ મહોત્સવના શુભારંભ માટે ફિલ્મ બ્લૅક એક વિકલ્પ તરીકે હતી. મેં આ દરમિયાન ફિલ્મ જોઈ, પોતાના કામમાં કરાયેલ જે ભૂલો મેં ઓળખી, હું ઇચ્છતો હતો કે મારી સાથે ફિલ્મ જોનારાઓ પણ તે ભૂલો જુએ.

તેમણે જણાવ્યું - જે ભૂલ આપે અનુભવી છે, તે ચાલુ છે અને મને પરેશાન કરી રહી છે, પરંતુ તેમાં કંઈ પણ કરી શકાય તેમ નથી.

નોંધનીય છે કે બૉલીવુડના જાણીતાં દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત બ્લૅક ફિલ્મ એક દૃષ્ટિહીન તથા મૂંગી છોકરીની વાર્તા છે કે જેનો રોલ અભિનેત્રી રાણી મુખર્જીએ કર્યો હતો. અમિતાભ તેમના શિક્ષક દેરાજય સહાયની ભૂમિકમાં હતાં. અમિતાભનું કહેવું છે કે ભોજનના ટેબલ ઉપર એક પત્ર વાંચતી વખતે તેમનાથી એક ભૂલ થઈ હતી અને તેઓ ઇચ્છે છે કે લોકો તે ભૂલ ઓળખી બતાવે.

English summary
Made an error in a scene in 'Black' said Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X