For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : જ્યારે પડદાં ઉપર જીવંત થઈ ઉઠ્યાં ગાંધીજી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 જાન્યુઆરી : ગાંધીજીનું શરીર તો 30મી જાન્યુઆરી, 1948ના રોજ આપણી વચ્ચેથી વિદાય લઈ ચુક્યુ હતું, પરંતુ ફિલ્મી પડદે ગાંધીજી અનેક વાર જીવંત થતાં રહે છે.

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનો આજે નિર્વાણ દિવસ છે. 65 વર્ષ પહેલાં આજના જ દિવસે નાથૂરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીની હત્યા બાદ પણ તેમના વિચારોની પ્રાસંગિકતા કાયમ જળવાઈ રહી છે અને તેનાથી બૉલીવુડ પણ સતત પ્રભાવિત થતું રહ્યું છે. બૉલીવુડે અનેક ફિલ્મો દ્વારા ગાંધીજીને પડદા ઉપર જીવંત કરવાનો પ્રયત્ન કર્યાં છે અને તે પ્રયત્નો સફળ પણ રહ્યાં છે.

જોકે એ ભારતીય સિનેમાની કનમસીબી કહેવાય કે ગાંધીજી ઉપર સૌથી મહત્વની જે ફિલ્મ ગાંધી બની, તે બૉલીવુડની નહીં, પણ હૉલીવુડની ફિલ્મ હતી. તે વિદેશી ફિલ્મ નિર્માતા રિચર્ડ એટનબરોએ બનાવી હતી અને તેમાં મહાત્મા ગાંધીનો રોલ પણ વિદેશી કલાકાર બેન કિંગ્સલેએ કર્યો હતો. પછી બૉલીવુડ પણ જાગ્યું. ગાંધી ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ અને પછી બૉલીવુડે વધુ ચાર ફિલ્મોમાં ગાંધીજીને જીવંત કર્યાં.

આવો આપણે તસવીરો વડે જાણીએ ક્યારે રૂપેરી પડદે જીવંત થયાં ગાંધીજી.

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર સમ્પૂર્ણપણે આધારિત કોઈ ફિલ્મ પ્રથમ વાર 1982માં હૉલીવુડના રિચર્ડ એટનબરોએ બનાવી હતી. ફિલ્મનું નામ ગાંધી હતું કે જેમાં ગાંધીજીના રોલમાં વિદેશી અભિનેતા બેન કિંગ્સલે હતાં. આ ફિલ્મ દ્વારા મહાત્મા ગાંધીનું જીવન-કવન આખી દુનિયામાં ફેલાયું.

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

ગાંધી પછી મહાત્મા ગાંધીનો સૌથી વધુ પ્રખ્યાત અને પ્રભાવશાળી રોલ હતો રાજકુમાર હીરાણીની ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં. 2006માં આવેલી આ ફિલ્મમાં ગાંધીજી રોલ જાણીતા મરાઠી અભિનેતા દિલીપ પ્રભાવલકરે કર્યો હતો. આ ફિલ્મમાં ગાંધીજી અદૃશ્ય રીતે પોતાની પ્રાસંગિકતાને આજના દોરમાં પણ યોગ્ય ઠેરવે છે.

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

આ અગાઉ 1996માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ ગાંધી સે મહાત્મા તક (અંગ્રેજીમાં ધ મેકિંગ ઑફ મહાત્મા)માં રજિત કપૂર ગાંધીના રોલમાં હતાં. ફિલ્મમાં મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરનું ચિત્રણ કરવામાં આવ્યુ હતું.

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

કમલ હસનની હે રામ ફિલ્મમાં મોહન ગોખલે ગાંધીજીના રોલમાં હતાં. જોકે અધવચ્ચે જ મોહન ગોખલેનું આકસ્મિક નિધન થતાં નસીરુદ્દીન શાહે ગાંધીજીનો રોલ સંભાળી લીધો હતો. ફિલ્મમાં ગાંધીજીને ગુજરાતી લહેજામાં રજુ કરવામાં આવ્યા હતાં.

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

જ્યારે પડદાં ઉપર જીવંત થયાં બાપૂ

ગાંધીજી ઉપર આધારિત બૉલીવુડની છેલ્લી ફિલ્મ હતી ગાંધી માય ફાધર. અનિલ કપૂર નિર્મિત અને 2007માં આવેલી આ ફિલ્મમાં દર્શન ઝરીવાલાએ ગાંધીજીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ગાંધીજીના અંગત જીવનને દર્શાવાયુ હતું. ખાસ તો આ ફિલ્મમાં ગાંધીજી અને તેમના પુત્ર હરીલાલ ગાંધી વચ્ચેના સંબંધો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યુ હતું.

English summary
When Gandhi came alive in bollywood films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X