Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MeToo: સાજિદ ખાનની ગંદી હરકતો વિશે લારાએ મને કહ્યુ હતુઃ મહેશ ભૂપતિ

‘મી ટુ'માં ફસાયેલા સાજિદ ખાન અંગે હવે એક મોટુ નિવેદન ટેનિસ સ્ટાર અને બ્રહ્માંડ સુંદરી લારા દત્તાના પતિ મહેશ ભૂપતિએ આપ્યુ છે.

'મી ટુ'માં ફસાયેલા સાજિદ ખાન અંગે હવે એક મોટુ નિવેદન ટેનિસ સ્ટાર અને બ્રહ્માંડ સુંદરી લારા દત્તાના પતિ મહેશ ભૂપતિએ આપ્યુ છે. જેનાથી સાજિદ ખાનની મુસીબતો વધી શકે છે. મહેશ ભૂપતિએ 'We The Women' ઈવેન્ટમાં કહ્યુ કે તેમની પત્ની લારા દત્તાએ હાઉસફૂલની શૂટિંગ દરમિયાન સાજિદ ખાનની ગંદી હરકતો વિશે તેમને જણાવ્યુ હતુ. મહેશે કહ્યુ કે તે વખતે અમે લોકો લંડનમાં હતા, એક દિવસ લારા પોતાની નજીકની હેર ડ્રેસર મિત્ર સાથે ઘરે આવી તો ખૂબ પરેશાન દેખાઈ.

‘સાજિદ ખાનની ગંદી હરકતો વિશે લારાએ મને જણાવ્યુ હતુ'

‘સાજિદ ખાનની ગંદી હરકતો વિશે લારાએ મને જણાવ્યુ હતુ'

જ્યારે મે તેમને પૂછ્યુ કે શું કોઈ ચિંતાજનક વાત છે ત્યારે લારા અને તેમની દોસ્તે મને જે કહ્યુ કે ઘણુ ચોંકાવનારુ હતુ. લારાએ મને જણાવ્યુ કે આજે ફિલ્મ હાઉસફૂલની શૂટિંગ દરમિયાન ખુલ્લેઆમ સાજિદ ખાન તેમની એક કો-સ્ટાર સાથે અશ્લીલ હરકત કરી રહ્યા હતા. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તે તેના પર ગુસ્સે થવા લાગ્યા. લારાની આ વાત સાંભળી મે તેને કહ્યુ કે તમે લોકો ત્યાં હતા તો તમે લોકોએ વિરોધ કેમ ના કર્યો. જેના પર બંનેએ મારી વાતનું સમર્થન કરતા કહ્યુ કે તે બંને વર્કિંગ એગ્રીમેન્ટના કારણે ચૂપ રહ્યા.

કેરિયર ખરાબ થવાના ડરથી ચૂપ રહે છે લોકોઃ ભૂપતિ

કેરિયર ખરાબ થવાના ડરથી ચૂપ રહે છે લોકોઃ ભૂપતિ

મહેશ ભૂપતિએ કહ્યુ કે ઘણી વાર ફિલ્મી દુનિયામાં લોકો એટલા માટે પણ ચૂપ રહી જાય છે કારણકે અવાજ ઉઠાવવા પર તેમને કામ મળવાનું બંધ થઈ જાય છે. તેમનુ કેરિયર ખરાબ થઈ જાય છે. મહેશના જણાવ્યા મુજબ રમતની દુનિયામાં આવુ નથી હોતુ. જો તમારામાં ટેલેન્ટ છે તો તમને કોઈ રોકી ન શકે પરંતુ બોલિવુડમાં આવુ થવુ મુશ્કેલ છે. મહેશે જે ઈવેન્ટમાં આ વાત કહી તેમાં જાણીતી પત્રકાર બરખા દત્ત પણ હાજર હતી.

સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ લગાવ્યા ગંદા આરોપ

સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ લગાવ્યા ગંદા આરોપ

તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ અશ્લીલ હરકત અને શારીરિક શોષણના આરોપ લગાવ્યા છે. સાજિદે બધા આરોપોનું ખંડન કર્યુ છે એટલા માટે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને કહ્યુ હતુ કે તે હાઉસફૂલ 4માંથી હટી રહ્યા છે અને જ્યાં સુધી તે આ આરોપોમાંથી મુક્ત નથી થઈ જતા ત્યાં સુધી તે આ ફિલ્મનું નિર્દેશન નહિ કરે. તેમણે એ પણ લખ્યુ હતુ કે જ્યાં સુધી સત્ય સામે ન આવે ત્યાં સુધી તે મીડિયાને આગ્રહ કરે છે કે તેમની સામે કોઈ પ્રકારનું જજમેન્ટ આપવામાં ન આવે.

બહેન ફરાહ ખાને પણ આપ્યુ મોટુ નિવેદન

બહેન ફરાહ ખાને પણ આપ્યુ મોટુ નિવેદન

તમને જણાવી દઈએ કે પત્રકાર કરિશ્મા ઉપાધ્યાય, અભિનેત્રી સલોની ચોપડા અને રેચન વાઈટે સાજિદ ખાન પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોતાના ટ્વીટ્સમાં બધી ઘટનાઓ વિસ્તારથી જણાવી છે. સાજિદ ખાનની બહેન ફરાહ ખાને પણ કહ્યુ કે જો સાજિદ ખાન પર લાગેલા આરોપ સાબિત થાય છે તો તે પણ પોતાના ભાઈનો સાથ નહિ આપે અને સાજિદને તેના માટે સજા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X