સુષ્મા સ્વરાજને કર્યું ટ્વીટ: 'જબ હેરી મેટ સેજલ'થી મને બચાવો!

Written By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના બોક્સ ઓફિસ પર બુરા હાલ થયા છે. આ ફિલ્મ પાસે દર્શકોને ખૂબ આશા હતી, પરંતુ ફિલ્મ ક્રિટિક્સ કે સામાન્ય જનતા કોઇને પસંદ નથી પડી. સોશિયલ મીડિયા પર તો આ ફિલ્મ અંગે ઘણા જોક્સ વહેતા થયા છે. એવામાં પૂનાના એક યુવકે 'જબ હેરી મેટ સેજલ' અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કરેલ ટ્વીટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

મને બચાવો!

મને બચાવો!

પૂનાના એક યુવકે ફિલ્મ દરમિયાન જ ટ્વીટર પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટેગ કરતાં ટ્વીટ કર્યું હતું કે, હું પૂનાના Xion સિનેમામાં 'જબ હેરી મેટ સેજલ' જોઇ રહ્યો છું. મહેરબાની કરી, બને એટલી જલ્દી મને બચાવો. વિશાલ સૂર્યવંશી નામના યુવકે આ ટ્વીટ 5 ઓગસ્ટના રોજ કર્યું હતું, જે ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર પર ખૂબ એક્ટિવ છે અને આ દ્વારા જ લોકોની મદદ પણ કરે છે. ઘણીવાર માત્ર ટ્વીટર પર તેમને ટેગ કરીને કરેલ ફરિયાદો તેમણે દૂર કરી છે કે શક્ય મદદો મોકલી છે. ટ્વીટર યુઝર્સ આ ટ્વીટ પર પણ સુષ્મા સ્વરાજના રિપ્લાયની રાહ જોઇ રહ્યાં છે. જો કે, તેમણે હજુ સુધી કોઇ રિપ્લાય આપ્યો નથી.

જબ હેરી મેટ સેજલ

જબ હેરી મેટ સેજલ

4 ઓગસ્ટના રોજ રીલિઝ થયેલ આ ફિલ્મે પોતાના પહેલા વિકએન્ડ પર માત્ર 45.75 કરોડની કમાણી કરી છે, જે એવરેજથી પણ ઓછી છે. આ શાહરૂખની વિકએન્ડ પર સૌથી ઓછી કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. પહેલા સોમવારે ફિલ્મનું કલેક્શન છે, માત્ર 7 કરોડ. સોમવારના રોજ રજા હોવા છતાં શાહરૂખની ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં નિષ્ફળ રહી છે.

ઓવરસિઝમાં ફિલ્મ રહી હિટ

ઓવરસિઝમાં ફિલ્મ રહી હિટ

જો કે, ઓવરસિઝમાં શાહરૂખ ખાનની ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. શાહરૂખના સ્ટારડમનો ફાયદો ફિલ્મને થયો છે, ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 50 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મની વાર્તા જ એ પ્રકારની છે જે ભારતીય દર્શકોને કદાચ ગળે નહીં ઉતરે, પરંતુ શાહરૂખના વિદેશી ફેન્સને વાર્તા પસંદ પડી હોય એમ લાગે છે.

English summary
Man from Pune tweets, Sushma Swaraj Mam, I am watching Jab Harry Met Sejal. Please save me as soon as possible.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.