ગૌહર ખાનને યુવકે ફટકાર્યો લાફો, 'ઓછા કપડાં' ન પહેરવાની આપી ચેતાવણી

મુંબઇ, 1 ડિસેમ્બર: એક રિયાલિટી શૉના શૂટિંગ દરમિયાન મૉડલ તથા અભિનેત્રી ગૌહર ખાનને રવિવારે એક દર્શકે લાફો ફટકારી દિધો. જાણકારી અનુસાર આ ઘટના મુંબઇના ગોરેગાંવના ફિલ્મ સિટીમાં થઇ, જ્યાં આ રિયાલિટી શૉનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

આરે પોલીસે જણાવ્યું કે એક દર્શકે ગૌહર ખાન પર હુમલો કર્યો અને તેને મુસ્લિમ મહિલા હોવાના નાતે આ પ્રકારના ઓછા કપડાં ન પહેરવાની ચેતાવણી આપી. કાર્યક્રમમાં બ્રેક દરમિયાન આરોપી મોહંમદ અકીલ મલિકે (24) ગૌહર ખાનને લાફો ફટકાર્યો અને તેને ખોટી રીતે અડક્યો. પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને કાબૂમાં લઇ લીધો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.

gauhar-khan

આરે પોલીસ મથકના વરિષ્ઠ ઇંસ્પેક્ટર વિલાસ ચૌહાણે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વરિષ્ઠ પોલીસ ઇંસ્પેક્ટર વિલાસ ચૌહાણના અનુસાર, આરોપી થોડા કેટલાક દિવસોથી દર્શક તરીકે શૂટિંગમાં આવતો હતો. તેણે શૂટિંગ દરમિયાન અભિનેત્રી ગૌહર ખાનને લાફો ફટકાર્યો. અમે તેને આઇપીસી કલમ હેઠળ ધરપકડ કરી લીધી છે.

આ ઘટના દરમિયાન ગૌહર ખાનને બચાવવા માટે સિંગર સાજિદે કહ્યું કે આ જોઇને આશ્વર્ય થયું કે આદમીએ સ્ટેજ પર આવીને એક સેલેબ્રિટીને લાફો ફટકાર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X