• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ, સપોર્ટમાં આવ્યા આ બોલિવુડ કલાકારો

|
Google Oneindia Gujarati News

નિર્માતા-નિર્દેશક રાજકુમાર હિરાની પર થોડા દિવસો પહેલા સંજૂની આસિસટન્ટ ડાયરેક્ટરે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તેમનું નામ આગામી ફિલ્મના પોસ્ટર પરથી હટાવી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે રાજૂ હિરાનીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યુ છે કે આ માત્ર તેમની ઈમેજને નુકશાન પહોંચાડવામાં માટે કરવામાં આવી રહ્યુ છે. રાજકુમાર હિરાનીએ મહિલા સાથે વાતચીતના બધા ઈમેલ અને મેસેજ ઉપલબ્ધ કરાવ્યા છે અને તપાસની માંગ કરી છે.

આ મામલે અભિનેતા શરમન જોશી, અરશદ વારસી, અભિનેત્રી દિયા મિર્ઝાએ રાજકુમાર હિરાનીનો સાથ આપ્યો છે. શરમન જોશીએ ટ્વિટર પર પોસ્ટ કર્યુ - 'રાજુ સર ખૂબ જ સારા, સમ્માનનીય અને સાચા વ્યક્તિ છે. હું એ કહેવા ઈચ્છુ છે કે આ સમય પણ વીતી જશે. હું માત્ર કલ્પના કરી શકુ છે કે આવી સ્થિતિમાં પોતાના માટે પણ ઉભુ રહેવુ કેટલુ મુશ્કેલ થશે.'

તે એક શાનદાર વ્યક્તિ છે

તે એક શાનદાર વ્યક્તિ છે

અરશદ વારસીએ કહ્યુ કે મને આ વિશે કોઈ આઈડિયા નથી અને હું આ વિશે કોઈ ટિપ્પણી કરવા નથી ઈચ્છતો કારણકે મને ખબર નથી.. જો તમે રાજકુમાર હિરાની વિશે સામાન્ય રીતે મારુ મંતવ્ય જાણવા ઈચ્છશો તો મને લાગે છે કે તે એક શાનદાર વ્યક્તિ છે અને મારા માટે આ વાતને સમજવી અને તેને સ્વીકારવી ઘણી મુશ્કેલ છે.. હવે જોવાનું છે કે આ મામલે આગળની કાર્યવાહી કેવી હોય છે. રાજકુમાર હિરાની પહેલા પણ મી ટુ અભિયાનમાં આ નામો પર ઉઠ્યો છે સવાલ -

રાજકુમાર હિરાની

રાજકુમાર હિરાની

સંજૂની આસિસટન્ટ ડાયરેક્ટરનું કહેવુ છે કે રાજકુમાર હિરાનીએ પહેલા તેમના પર અમુક અશ્લીલ ટિપ્પણીઓ કરી અને પછી પોતાના ઘરની ઓફિસમાં 9 એપ્રિલે તેમનુ યૌન શોષણ કર્યુ. ત્યારબાદ આ સિલસિલો છ મહિનાઓ સુધી ચાલ્યો. મહિલાએ રાજકુમાર હિરાની પાસે ભીખ માંગી કે તે એક સામાન્ય આસિસટન્ટ છે અને હિરાની એક પાવરફૂલ વ્યક્તિ છે તેમણે આવુ ન કરવુ જોઈએ. પરંતુ હિરાની પર આ વાતોની કોઈ અસર ન થઈ. મહિલાએ ઈમેલમાં લખ્યુ છે, ‘મારા શરીર, દિમાગ અને ભાવનાઓનું છ મહિના સુધી શોષણ કરવામાં આવ્યુ.'

નાના પાટેકર

નાના પાટેકર

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવ્યો કે વર્ષ 2008માં ફિલ્મ હૉર્ન ઓકેના સેટ પર ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. તનુશ્રીના આ ખુલાસા બાદ જ બોલિવુડમાં પણ મી ટુ અભિયાનની શરૂઆત થઈ છે.

વિકાસ બહેલ

વિકાસ બહેલ

ક્વીન જેવી ફિલ્મ આપનાર ડાયરેક્ટર વિકાસ બહેલનું નામ પણ સામે આવ્યુ છે. જ્યાં ઓફિસમાં કામ કરનારી પૂર્વ કર્મચારી સહિત કંગના રનોત અને અભિનેત્રી નયની દીક્ષિતે પણ વિકાસ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

આલોક નાથ

આલોક નાથ

ટીવી પ્રોડ્યુસર વિનતા નંદાઓ ફેસબુક પોસ્ટ દ્વારા ‘સંસ્કારી' અભિનેતા આલોક નાથ પર રેપ જેવા ગંભીર આરોપ લગાવ્યા. ત્યારબાદ અભિનેત્રી સંધ્યા મૃદુલ, દીપિકા અમીન અને ફિલ્મ ‘હમ સાથ સાથ હે' ની એખ ક્રૂ મેમ્બરે પણ આલોક નાથ પર શોષણનો આરોપ લગાવ્યો.

સાજિદ ખાન

સાજિદ ખાન

સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. હમશકલ્સની એક આસિસટન્ટ ડાયરેક્ટરે જણાવ્યુ કે કઈ રીતે સાજિદે મહિનાઓ સુધી શારીરિક, માનસિક શોષણ કર્યુ. ત્યારબાદ બાકી મહિલાઓએ પણ સામે આવીને આપવીતી શેર કરી અને સાજિદના વિકૃત વ્યવહારને સામે લાવ્યા.

સુભાષ ઘાઈ

સુભાષ ઘાઈ

તાલ, પરદેસ, ખલનાયક જેવી ફિલ્મોના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સુભાષ ઘાઈ પર પણ એક મહિલાએ ડ્રગ્ઝ આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે સુભાષ ઘાઈએ તરત જ પોતાના વિરોધમાં લગાવેલા બધા આરોપોને ફગાવી દીધા છે.

સુભાષ કપૂર

સુભાષ કપૂર

વર્ષ 2012માં અભિનેત્રી ગીતિકા ત્યાગીએ નિર્દેશક સુભાષ કપૂર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. આની સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં ગીતિકા સુભાષ કપૂરને થપ્પડ મારતા દેખાઈ રહી હતી. આમિર ખાને સુભાષ કપૂરની આગામી ફિલ્મમાંથી હાથ પાછો ખેંચી લીધો છે.

અભિજીત ભટ્ટાચાર્ય

અભિજીત ભટ્ટાચાર્ય

એક મહિલાએ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પર પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં મહિલાએ લખ્યુ કે 20 વર્ષ પહેલાની વાત છે જ્યારે અભિજીતે કોલકત્તાના એક પબમાં તેમને જબરદસ્તીથી પકડી, હાથ મરોડી દીધા અને કિસ કરી લીધી. વળી, અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો.

કૈલાસ ખેર

કૈલાસ ખેર

સિંગર કૈલાશ ખેર પર એક મહિલા પત્રકારે છેડતીનો આરોપ લગાવ્યો. પત્રકારે જણાવ્યુ કે તેમના ઘરે ઈન્ટરવ્યુ દરમિયાન કૈલાશે છેડતી કરી. વળી, હવે સિંગર સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જો કે કૈલાશ ખેરે માફી માંગી લીધી છે.

રજત કપૂર

રજત કપૂર

અભિનેતા રજત કપૂર પર મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે રજત કપૂરે ટેલિફોનિક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. તેમણે ફોન પર જ મહિલા પત્રકારના અવાજને સેક્સી કહ્યો અને અભદ્ર વાતચીત કરી. રજતે આ મામલે માફી માંગી છે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા-રાહુલ ગાંધીએ કરી ભૂલ, બંનેને વર્લ્ડ કપ 2019માં... મોટો ખુલાસોઆ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા-રાહુલ ગાંધીએ કરી ભૂલ, બંનેને વર્લ્ડ કપ 2019માં... મોટો ખુલાસો

English summary
Arshad Warsi, Sharman Joshi stands by director Rajkumar Hirani. Rajkumar Hirani is accused of sexual misconduct by an assistant director.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X