એક્ટ્રેસ મરીના કુંવરે ટ્વીટ કરી રામ રહીમ પર લગાવ્યો આરોપ

Written By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને રેપ કેસમાં સજા મળ્યા બાદ રોજ નવા નવા ખુલાસા અને આરોપો તેમની સામે આવી રહ્યા છે. રામ રહીમ પર મોડેલ અને અભિનેત્રી મરીના કુંવરે આરોપ લગાવ્યા છે કે, ફિલ્મમાં ઓફર આપવાના બહાને રામ રહિમે તેની સાથે ખરાબ વ્યવહાર કરાવાનો પ્રયત્ન કર્યો છે. હાલ તો રામ રહીમ અને તેની પુત્રી હનીપ્રીત બંન્ને જેલમાં છે, ત્યારે અભિનેત્રી મરીનાએ રામ રહીમ પર આરોપ કરતા ટ્વીટ કર્યું હતું. ત્યારે શું છે મરીના કુંવરનો ચોંકવનારો ખુલાસો અને કોણ છે મરીના કુંવરે તે જાણો અહીં. સાથે જ જાણો આ પહેલા પણ કેવી રીતે રામ રહીમ બીજા વિવાદોમાં ફસાઇ ચૂક્યા છે.

મરીના કુંવરનો આરોપ

મરીના કુંવરનો આરોપ

મરીનાએ રામ રહીમના ખરાબ વર્તન બાબતે જણાવ્યું કે, રામ રહીમએ મને ફિલ્મની ઓફર આપી હતી. ફિલ્મ અંગે વાત કરવા માટે તેઓ મને વારંવાર બોલાવતા હતા. મને તે પોતાના બેડરૂમ સુધી પણ લઈ ગયા હતા અને તેની ગુફામાં જવા માટે પણ કહેતા હતા. આ ઉપરાંત હનીપ્રીત વિશે જણાવતા મરીનાએ કહ્યું કે, મારા અને રામ રહીમના સાથે કામ કરવાથી હનીપ્રીતને મારાથી નફરત થઈ ગઈ હતી.

ફોન કરતી હતી હનીપ્રીત

ફોન કરતી હતી હનીપ્રીત

મરીનાના બોયફ્રેન્ડે હનીપ્રીત વિશે જણાવતા કહ્યુ કે,મરીનાની રામ રહીમ સાથેની ફિલ્મની વાત ચાલી રહી હતી, એ સમયમાં હનીપ્રીત મને રોજ મોડી રાતે ફોન કરતી હતી. હનીપ્રીત મારા સાથે તેના સંબંધ વધારવા માંગતી હોય તેવી વાતો એ ફોન પર કરતી હતી. નોંધનીય છે કે હાલ તો હનીપ્રીત 38 દિવસ સુધી ફરાર રહ્યા બાદ અંતે પોલીસના હાથે આવી છે. અને તેને 6 દિવસના રિમાન્ડ પર પણ મોકલવામાં આવી છે.

રાખીનો આરોપ

રાખીનો આરોપ

જો કે મોડલ અને અભિનેત્રી મરીના પહેલા રાખી સાવંતે પણ રામ રહીમ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, મેં રામ રહિમની ગુફાની પણ મુલાકાત લીધી અને તેમના રૂમમાં પણ ગયેલી હતી. જ્યાં તેણે થોડી વાંધાજનક વસ્તુ પડેલી જોઈ હતી. અને તે જોઇને તેણી ચોંકી ઉઠી હતી. વધુમાં હાલ આ જ મામલે તે એક ફિલ્મ પણ બનાવી રહી છે.

રાખીને મળી ધમકી

રાખીને મળી ધમકી

રામ રહીમ અને હનીપ્રીતના સંબંધો પર રાખી સાવંતને ફિલ્મ બનાવવા પર ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ ધમકી આપી હતી. નોંધનીય છે કે રાખી સાવંત રામ રહીમ અને હનીપ્રીતના સંબંધોને લઈને 'અબ ઇન્સાફ હોગા' ફિલ્મ બનાવી રહી છે. જેમા રાખી સાવંત હનીપ્રીતનો રોલ કરી રહી છે. આ ફિલ્મના એક આઇટમ સોગના ફોટો પણ વાયરલ થયા હતા. આ ફિલ્મ બનાવવા બાબતે રાખી સાવંતની આલોચના પણ થઈ હતી.

English summary
model marina kunwar exposes ram rahim, tells the secret of his bedroom.Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.