અરુણ ટિક્કૂ હત્યાકાંડમાં મોડેલ સિમરન સૂદને મળ્યા જામીન
મુંબઇ, 14 ફેબ્રુઆરી: મુંબઇના રહસ્યમય અરુણ ટિક્કૂ હત્યાકાંડમાં પોલીસના ફંદામાં ફસાયેલી મોડેલ સિમરન સૂદને સાત મહિના બાદ એક સ્થાનીય કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે સિમરનને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે જેથી તે દેશ છોડીને બાહરના જઇ શકે.
જોકે આ જામીન મળ્યા હોવા છતાં તે જેલમાંથી છૂટી નહી શકે કારણ કે હજી તેની પર બે અન્ય કેસ ચાલી રહ્યા છે. જેમા સિમરન પર એક મામલામાં ખોટા નામ અને સરનામાના આધારે પાસપોર્ટ માટે અરજી કરવાનો આરોપ છે. અને બીજામાં નિર્માતા કરણ કુમાર કક્કડની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે.

પોલીસના જણાવ્યા અનુસાર સિમરન સૂદનો મુખ્ય વ્યવસાય મોડેલિંગ નહીં પરંતુ ફિલ્મી દુનિયામાં નામ અને શોહરત કમાવવા આવેલા કરોડપતિ યુવકોને ફસાવી તેમને લૂંટવાનો હતો. પોલીસેના જણાવ્યા અનુસાર સિમરન સૂદ મોભી યુવકોને ફસાવી તેમનો શિકાર કરતી હતી.












Click it and Unblock the Notifications
