મોદી દબંગ, દુનિયા દંગ
અમદાવાદ, 12 ઑક્ટોબર. સલમાન ખાનની ફિલ્મ દબંગ તો આપે જોઈ જ હશે. તેમની દબંગાઈ તો એવી ચાલી નિકળી કે હવે દબંગ 2 બની રહી છે અને પછી સિક્વલના આ દોરમાં કદાચ દબંગ 3, 4, 5... જવા દો. ગણતરીનો ક્યાં કોઈ અંત છે. અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની. તેમની દબંગાઈના કિસ્સા પણ સિક્વલની જેમ ચાલતાં જ રહે છે. ક્યારેય ખતમ જ નહિં થવાના કદાચ.

હાલ ગુજરાત ચર્ચામાં છે. કોઈ પણ રાજ્ય સામાન્ય રીતે ચુટંણીઓ દરમિયાન ચર્ચામાં રહે જ છે. જ્યારે ગુજરાતનું નામ ચર્ચામાં છે, તો પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ ચર્ચામાં રહેવું સ્વાભાવિક છે, પરંતુ મોદી માટે ચર્ચા શબ્દ નાનું પડતું લાગે છે, કારણ કે મોદી ગોધરા કાંડ-2002થી લઈ સતત ચર્ચામાં રહેતાં આવ્યાં છે. એવામાં ચુંટણીઓ દરમિયાન તેમના નામને ચર્ચામાં નહિં, પણ મહાચર્ચામાં કહેવું જોઇએ.
ચુંટણીના માહોલ વચ્ચે ગઈકાલે સમાચાર આવ્યાં કે બ્રિટિશ સરકાર ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવા માંગે છે. બ્રિટિશ સરકારની આ મંશા માત્ર એક સામાન્ય મંશા નથી. બ્રિટિશ સરકારે તે જ ગુજરાત સાથે સંબંધ વધારવાની પહેલ કરી છે કે જેના આગેવના નરેન્દ્ર મોદી છે અને જેમની ઉપર ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલ કોમી રમખાણોમાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવી બ્રિટિશ સરકારે ગુજરાત સાથે સંબંધો 2002માં જ થંભાવી દીધા હતાં. હવે જો દસ વર્ષ પછી બ્રિટિશ સરકાર તંદ્રામાંથી જાગૃત થઈ છે, તો તેને મોદીનું નેતૃત્વનો જ કમાલ ગણાશે. ગુજરાતમાં મોદી અગિયાર વર્ષથી સત્તા ઉપર છે. નિર્બાધ નેતૃત્વ, ગુજરાત નામનું રટણ અને વિકાસની ધુને તેમને ગુજરાત જ નહિં, દેશના રાજકારણમાં એક નહિં, અનેક વાર દબંગ સાબિત કર્યાં છે. મોદીએ પોતાના મજબૂત નેતૃત્વ વડે ગુજરાતનો વિકાસ તો કર્યો છે. હવે કેટલો અને કેવો કર્યો છે? તેનો નિર્ણય પ્રજા કરશે, પરંતુ તે વિકાસની ચર્ચા એટલી જોરશોરથી કરી કે આજે બ્રિટને ગુજરાત સાથે સંબંધોની ફરીથી શરુઆત કરવા માટે મજબૂર થવું પડ્યું છે, તો જો મોદી ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 જીતી જાય, તો ચોક્કસપણે અમેરિકાએ પણ મોદીને વીઝા આપવા પર લાગેલ પ્રતિબંધ દૂર કરવા અંગે પુનર્વિચાર કરવા માટે મજબૂર થવું જ પડશે.
ઘણી વાર સાબિત કર્યા પોતાને
મોદી જો આજે દેશ અને દુનિયામાં દબંગ તેમજ દૃષ્ટાંત બની ચુક્યાં છે, તો તેની પાછળ તેમની સખત મહેનત પણ છે. તેમણે પોતાના વિરોધીઓ સમક્ષ પોતાને અનેક વાર સાબિત કર્યાં છે. 2002માં તો માની લઇએ કે સામ્પ્રદાયિક ધ્રુવીકરણના બળે મોદી જીતી ગયાં, પરંતુ 2007ની ચુંટણી પણ મોદીએ દબંગ નેતૃત્વ અને અનેક વિરોધો-આંતરવિરોધો છતાં જીતી બતાવી હતી. વાઇબ્રંટ ગુજરાત રોકાણકાર સમ્મેલન હોય કે પછી ટાટાની નૅનો કારના સ્વયંવરમાં ધનુષ તોડવાનો સવાલ હોય. ઘરેલુ આરોપો અને કોંગ્રેસ જેવી સૌથી જુની પાર્ટી કે જેની કેન્દ્રમાં સરકાર પણ છે, તેની સામે પણ મોદી દરેક કસોટીએ સફળતાપૂર્વક પાર ઉતરતા રહ્યાં છે. કામ કરવાની જિદ, પોતાની કાર્યશૈલી મુજબ જ વર્તવાની તેમની જિદ પણ ક્યાંકને ક્યાંક તેમના દબંગ નેતૃત્વનું પરિચાયક છે. નહિંતર ગુજરાતમાં મોદીના કદ જેવડા નેતાઓ તો ઘણા હતાં, પરંતુ આજે બધા વિખેરાઈ ગયાં છે અને ભાજપ પોતે પણ મોદી ઉપર આવીને થંભી ગયો છે. એ વાત જુદી છે કે મોદી ક્યારેય પોતાને પક્ષ કરતા ઊપર નથી ગણતાં, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે ભાજપ ગુજરાતમાં આજે માત્ર મોદી ઉપર અવલમ્બે છે અને જો મોદી અહીં સફળ થાય, તો રાષ્ટ્રીય કક્ષાએ ભાજપમાં ચાલતું ઘમાસાણ મોદી ઉપર આવીને સમેટાઈ જ નહિં જાયે, પણ ખતમ પણ થઈ જશે.
ચુંટણીમાં ફાયદો, આચાર સંહિતાથી પર
એમ તો ગુજરાતમાં ચુંટણીની જાહેરાત થઈ ચુકી છે. ચારેબાજુ ગુજરાતની જ ચર્ચા છે. મોદી માટે આ ચુંટણીઓ રાષ્ટ્રીય કક્ષાએ તેમની વડાપ્રધાન પદની દાવેદારી ઉપર મહોર તરીકે જોવાઈ રહી છે. આ ઉથલપુથલ વચ્ચે મોદીના દબંગ નેતૃત્વ ઉપર જ્યારે બ્રિટિશ સરકારની મહોર લાગી, તો સીધી વાત છે કે ચુંટણીઓમાં મોદીને તેનો ફાયદો જરૂર મળશે. સામાન્ય રીતે ચુંટણીોની જાહેરાત બાદ કોઈ પણ સરકાર પ્રજા માટે લોભામણી જાહેરાતો ન કરી શકે, પરંતુ મોદી માટે બ્રિટિશ સરકાર તરફથી કરવામાં આવેલી પહેલ ચુંટણીમાં ફાયદો બનીને આવી છે અને એવો ફાયદો કે જે ચુંટણી કમીશનની આચાર સંહિતાથી પર છે.
જ્યારે વિરોધીઓએ પણ ઉતરવું પડ્યું બચાવમાં
મોદીનો મુદ્દો ગુજરાતથી બહાર વિદેશોમાં પણ હંમેશા ગુંજતો રહ્યો છે. પહેલી વાર મોદીને તેમના નામને વિદેશોમાં ગુંજાયમાન કરવાની તક બ્રિટને 2002માં દ્વિપક્ષીય સંબંધો થંભાવીને આપી, તો માર્ચ-2005માં અમેરિકાએ વીઝા આપવાનો ઇનકાર કર મોદીના કદને ભલે નકારાત્મક દૃષ્ટિકોણે, પણ ઊંચો કરી આપ્યો. અમેરિકી સરકારનો તે ફેંસલો એવો હતો કે જેની વિરુદ્ધ પોતે મોદીના વિરોધીઓએ પણ પ્રતિક્રિયા આપવી પડી હતી. તે વખતના વિદેશ મંત્રી નટવર સિંહે પોતે પણ અમેરિકાના નિર્ણયને અયોગ્ય ઠરાવી જણાવ્યુ હતું કે ગુજરાતના તોફાનો અંગે અમેરિકી સરકાર દ્વારા મોદીને વીઝા આપવાનો ઇનકાર કરવો ભારતની આંતરિક બાબતમાં દખલ સમાન છે. તે ભારતની સમ્પ્રભુતા ઉપર ચોટ છે, તો ગુજરાતમાં સતત મોદી નામના વિરોધની માળા જપનારાઓએ પણ અમેરિકાના નિર્ણયને વખોડવો પડ્યો હતો.
વિરાટ વિચારસરણી, વામન કોંગ્રેસ
મોદીના આ વિરાટ કદ આગળ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ જ્યાં વામણા પડી જાય છે, તો પછી ગુજરાત કોંગ્રેસની શું બિસાત છે. ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લા કેટલાંક દિવસોમાં ચુંટણીલક્ષી જાહેરાતોનો સિલસિલો શરૂ કર્યો છે. ઘરનું ઘર યોજનાના ફૉર્મ વહેંચાઈ રહ્યાં છે. હજુ ગઈકાલે જ્યાં દેશ ભરમાં મોદી અને બ્રિટિશ સરકારના સમાચારો હૅડલાઇન્સમાં હતાં, ત્યાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા વધુ એક ચુંટણીલક્ષી જાહેરાત કરવામાં વ્યસ્ત હતાં. તેમણે જણાવ્યું કે જો ગુજરાત કોંગ્રેસ સત્તા ઉપર આવશે, તો લઘુમતીઓ માટે અલગ મંત્રાલય બનાવાશે. એક તરફ જ્યાં મોદી એનઆરજી, ગ્લોબલ વૉર્મિંગ, ક્લાઇમેટ ચેંજ જેવા મુદ્દે અલગ મંત્રાલયની વિરાટ વિચાસરણી ધરાવે છે, તો બીજી બાજુ કોંગ્રેસની આવા પ્રકારની જાહેરાતો તુચ્છ તેમજ વામણી લાગે છે. એક બાજુ મોદીની વિચારસરણી મુજબ જો કોઈ ગામમાં નર્મદાના પાણી પહોંચે, તો તે સમગ્ર ગામને મળે છે. તેમા બહુમતી અને લઘુમતી તમામ આવી જાય છે અને બીજી બાજુ કોંગ્રેસમની વામણી વિચારસરણી તેને અલગ લઘુમતી મંત્રાલય બનાવવા જેવા મુદ્દાઓ સુઝાડે છે. હવે આપ જ જણાવો, કોંગ્રેસનો ક્યાં મેળ પડશે મોદી સામે?












Click it and Unblock the Notifications
