બૉલીવુડની મોસ્ટ ‘કામુક’ ફિલ્મો : તસવીરો સાથે જાણો

મુંબઈ, 4 જૂન : બૉલીવુડ એટલે સિનેમાનો કમ્પ્લીટ મસાલો. બૉલીવુડ ફિલ્મોમાં આપને સો વરસના ઇતિહાસમાં ઘણુ બધુ જોવા મળ્યું છે અને હજી ઘણુ નવુ-નવુ જોવા મળતુ જ રહે છે.

બૉલીવુડ ફિલ્મોમાં એક સમયે આદર્શ, સંસ્કાર અને ધર્મ જેવા વિષયો પરાકાષ્ઠાએ હતાં, તો પછી પ્રેમ અને સામાજિક મુદ્દાઓ હાવી થયાં. સમય જતા બૉલીવુડ ફિલ્મોમાં પ્રેમના નામે સેક્સનો તડકો લાગ્યો અને હાલમાં મોટાભાગની બૉલીવુડ ફિલ્મોમાં પ્રેમ અને સેક્સનો તડકો જોવા મળે છે. એટલુ જ નહીં, કેટલીક ફિલ્મો તો એવી પણ રિલીઝ થઈ છે કે જે સીધે-સીધી સેક્સ પર આધારિત હતી.

ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડની મોસ્ટ કામુક ફિલ્મો :

સત્યમ્ શિવમ્ સુંદરમ્

સત્યમ્ શિવમ્ સુંદરમ્

સત્મય્ શિવમ્ સુંદરમ્ ફિલ્મ ઝીનત અમાન પર કેન્દ્રિત હતી. ફિલ્મ કામુક હતી અને તેની ગણતરી બૉલીવુડની એડલ્ટ ફિલ્મોમાં કરાય છે.

રામ તેરી ગંગા મૈલી

રામ તેરી ગંગા મૈલી

રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં મંદાકિનીનું ઝરણા નીચેનું આ દૃશ્ય વિવાદાસ્પદ બન્યુ હતું અને તેનાથી જ ફિલ્મને ફાયદો પણ થયો હતો.

કામસૂત્ર - ઍ ટેલ ઑફ લવ

કામસૂત્ર - ઍ ટેલ ઑફ લવ

રેખા, ઇંદિરા વર્મા તથા સરિતા ચૌધરી અભિનીત મીરા નાયરની ફિલ્મ કામસૂત્રમાં 16મી સદીના પ્રેમ તથા કળાની વાર્તા હતી. 1996માં બનેલી કામસૂત્ર ફિલ્મ તેના કામુક દૃશ્યોના કારણે વિવાદના પગે 1998માં રિલીઝ થઈ શકી હતી.

ઉત્સવ

ઉત્સવ

ઉત્સવ વધુ એક ક્લાસિક ઇરોટિક ફિલ્મ હતી કે જેમાં રેખાએ દેવદાસીનો જાજરમાન રોલ કર્યો હતો. શશિ કપૂર દિગ્દર્શિત ઉત્સવ સંસ્કૃત નાટક મૃચ્છકટિકા પર આધારિત હતી.

માયા મેમસાબ

માયા મેમસાબ

આ કામુક ફિલ્મ ગુસ્તાવ ફ્લૅબર્ટના મેડમ બોવરી પર આધારિત હતી. તેમાં શાહરુખ ખાન, રાજ બબ્બર, ફારુખ શેખ અને દીપા સાહી હતાં. ફિલ્મમાં કેટલાક ન્યુડ અને કામુક દૃશ્યો હતાં.

જિસ્મ સિરીઝ

જિસ્મ સિરીઝ

જિસ્મ અને જિસ્મ 2 પણ એવી જ કલ્ટ બૉલીવુડ ફિલ્મો હતી. જિસ્મમાં તો જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુએ મન મૂકીને કામુકતા પાથરી હતી.

દેવ ડી

દેવ ડી

આધુનિક દેવદાસ એટલે કે દેવ ડીમાં આજની પેઢીના ત્રણ લોકો વચ્ચેના પ્રણય-જીવન અને રોમાંસનું વર્ણન કરાયુ હતું. ફિલ્મમાં ઘણા સ્લૅંગ શબ્દો તથા કેટલાક કામુક દૃશ્યો હતાં.

કામસૂત્ર 3ડી

કામસૂત્ર 3ડી

આ એક 3ડી ફિલ્મ હતી કે જેને ઑસ્કારમાં પ્રદર્શિત કરાઈ હતી. ફિલ્મ વાસ્ત્યાયનના કામસૂત્ર પર આધારિત હતી. ફિલ્મમાં નગ્નતા, સનસનાટી અને હિટરોસેક્સિયલ તથા હોમોસેક્સ્યુઅલ ઇલિમેંટ્સ હતાં.

હેટ સ્ટોરી

હેટ સ્ટોરી

હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમે ઘણા કામુક દૃશ્યો આપ્યા હતાં અને તે પણ જુદા-જુદા પુરુષો સાથે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મનું પોસ્ટર પણ કામુક અને બોલ્ડ હતું. પોસ્ટર ઉપર પાઓલી ટૉપલેસ જણાતા હતાં.

ગર્લફ્રેન્ડ

ગર્લફ્રેન્ડ

ગર્લફ્રેન્ડ ફિલ્મમાં અમૃતા અરોરા તથા ઈશા કોપીકર વચ્ચે લેસ્બિયન સંબંધો હતાં કે જે વિવાદનું કારણ પણ બન્યા હતાં.

બીએ પાસ

બીએ પાસ

લઘુકથા ધ રેલવે આન્ટી પર આધારિત બીએ પાસ ફિલ્મ યુવાન કૉલેજ વિદ્યાર્થીના એક આંટી સાથેના રોમાંસ પર આધારિત હતી.

ગ્રાન્ડ મસ્તી

ગ્રાન્ડ મસ્તી

2013ની સુપરહિટ ફિલ્મ ગ્રાન્ડ મસ્તી બૉલીવુડની એડલ્ટ ફિલ્મોમાં લેટેસ્ટ એન્ટ્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X