આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ મામલે એફઆઈઆર નોંધાઈ
અભિનેતા આદિત્ય પંચોલી સામે રેપનો મામલો નોંધાયો છે. મુંબઈ પોલીસે આદિત્ય પંચોલી સામે ગુરુવારે રેપની ધારાઓમાં એફઆઈઆર નોંધી છે.
અભિનેતા આદિત્ય પંચોલી સામે રેપનો મામલો નોંધાયો છે. મુંબઈ પોલીસે આદિત્ય પંચોલી સામે ગુરુવારે રેપની ધારાઓમાં એફઆઈઆર નોંધી છે. અભિનેત્રી કંગના રાનૌતની ફરિયાદ પર આદિત્ય પંચોલી સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રીની જૂની ફરિયાદને કારણે આ કેસ થયો છે.
કંગના રાનૌટ અને આદિત્ય પંચોલી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કંગના રનૌતે એક નિવેદનમાં આદિત્ય પંચોલી સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા અને યૌનશોષણની ફરિયાદ પણ કરી હતી. કંગનાએ આદિત્ય પંચોલી પર રિલેશનમાં રહેતા મારપીટ અને શારીરિક હિંસાનો આરોપ લગાવ્યો હતો, જયારે આદિત્ય પંચોલીએ કંગનાના નિવેદન માટે તેના પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: રિતિકનો પરિવાર સુનૈનાને બેભાન રાખે છે, કંગનાની બહેનના ખુલાસા

કંગનાએ આદિત્ય પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ
કંગના પહેલા જ આદિત્ય પંચોલી દ્વારા શોષિત થવાની વાત ઘણી વાર ટીવી અને સોશિયલ મીડિયા પર કહી ચૂકી છે. તેણે કહ્યુ હતુ કે જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી તો પંચોલીએ તેનુ યૌન શોષણ કર્યુ હતુ. કંગનાએ ત્યારે એ પણ કહ્યુ હતુ કે પંચોલીએ તેને લગભગ ઘરમાં કેદ કરીને રાખી હતી. આનાથી બચવા માટે તેણે પહેલા માળેથી કૂદવુ પડ્યુ હતુ. વળી, પંચોલીએ આ બધા માટે કંગના સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો હતો.

10 વર્ષ જૂનો છે કંગના અને આદિત્યનો વિવાદ
ઉલ્લેખનીય છે કે કંગના અને આદિત્ય પંચોલીના 10 વર્ષ જૂના વિવાદને કંગનાની બહેન રંગોલી બધા સામે લઈને આવી છે. તેણે વર્સોવા પોલિસ સ્ટેશનમાં પંચોલી સામે ફરિયાદ કરાવી છે. રંગોલીએ પોતાની ફરિયાદમાં લખાવ્યુ છે કે 10 વર્ષ પહેલા પંચોલીએ કંગનાને અપશબ્દો કહ્યા હતા અને તેનુ યૌન શોષણ કર્યુ હતુ.

કંગનાના વકીલે આપી રેપના આરોપની ધમકી
પંચોલીએ પણ વર્સોવા પોલીસ સ્ટેશનમાં જ એક ફરિયાદ નોંધાવી છે. માનહાનીના કેસ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, કંગના, રંગોલી અને તેમના વકીલ રીજવાન સિદ્દીકી પર ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો. સિદ્દીકીએ મને 6 જાન્યુઆરી, 2019 ના રોજ રેપના કેસમાં પણ ધમકી આપી હતી. આ મહિનાની શરૂઆતમાં મેં સિદ્દીકી, કંગના અને રંગોલી સામે પોલીસને મારી અરજી રજૂ કરી હતી. મેં આ વીડિયો પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જમા કરાવ્યો છે.












Click it and Unblock the Notifications
