For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યુઝીલૅન્ડના વડાપ્રધાને કર્યું શાહરુખનું અભિવાદન

|
Google Oneindia Gujarati News

ઑકલૅન્ડ, 5 ઑક્ટોબર : બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાલ ટેમ્પ્ટૅશન રિલૉડેડ પ્રવાસે છે. ન્યુઝીલૅન્ડના વડાપ્રધાન જ્હૉન કીએ શાહરુખનું અભિવાદન કર્યું. શાહરુખનું પરમ્પરાગત માઓરી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું અને રમત પ્રત્યે તેમના પ્રેમને જોતાં ન્યુઝીલૅન્ડ બ્લૅક કૅપ્સના એક અધિકારીએ તેમને ક્રિકેટ શર્ટ ભેંટમાં આપી.

johnkey-rani-shahrukh

શાહરુખ ખાને આટલું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવા માટે આભાર વ્યક્ત કર્યો અને લગભગ 12 વર્ષ અગાઉ કરેલા પોતાના ન્યુઝીલૅન્ડ પ્રવાસ અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે બ્લૅક કૅપ્સ શર્ટ પામી તેમનો દીકરો ખુશ થઈ જશે, કારણ કે તે તેનો બહુ મોટો ફૅન છે.

દરમિયાન લાઇમલાઇટ એંટરટેનમેંટના ટેમ્પ્ટૅશન રિલૉડેડના મંચે શુક્રવારે શાહરુખ ખાન સાથે માધુરી દીક્ષિત, રાણી મુખર્જી, જૅકલીન ફર્નાન્ડીઝ, હની સિંહ તથા મિયાંગ ચાંગ જેવી હસ્તીઓએ પરફૉર્મ કર્યું. શાહરુખ ખાન દ્વારા ન્યુઝીલૅન્ડમાં શૂટિંગ પ્રત્યે રસ દાખવાતાં વડાપ્રધાન જ્હૉન કીએ આવકાર આપ્યો. ન્યુઝીલૅન્ડ તથા ભારત વચ્ચે સહ-નિર્માણ અંગેની સમજૂતી છે અને તાજેતરના વર્ષોમાં આઈ હેટ લવ સ્ટોરી તથા પ્લેયર્સ જેવી બે ફિલ્મોનું શૂટિંગ ન્યુઝીલૅન્ડ ખાતે થયું છે.

English summary
Shahrukh Khan was given a traditional greeted and presented with an official New Zealand Black Caps cricket shirt in detection of his love of the game, read a statement. John Key also holds the tourism portfolio.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X