નિક જોનસે કર્યો ડાયાબિટીઝ ટાઈપ 1નો ખુલાસો, પ્રિયંકાએ આ રીતે કર્યો સપોર્ટ

નિક જોનસે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ડાયાબિટીઝ ટાઈપ 1 હોવાનો ખુલાસો કર્યો છે. નિકના આ ખુલાસા પર પ્રિયંકા ચોપડાએ ખૂબ પ્રેમભર્યા અંદાજમાં રિએક્ટ કર્યુ છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના ફિયાન્સ નિક જોનસ સાથે ડિસેમ્બરની પહેલી તારીખે લગ્ન કરવા જઈ રહી છે. બંને જોધપુરના ઉમેદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાશે. નિક-પ્રિયંકાના લગ્નમાં થોડાક દિવસો બચ્યા છે અને આ દરમિયાન બંને પોત પોતાના દોસ્તો સાથે બેચલર પાર્ટી એન્જોય કરી રહ્યા છે. આ દરમિયાન નિક જોનસે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ડાયાબિટીઝ ટાઈપ 1 હોવાનો ખુલાસો કર્યો છે. નિકના આ ખુલાસા પર પ્રિયંકા ચોપડાએ ખૂબ પ્રેમભર્યા અંદાજમાં રિએક્ટ કર્યુ છે.

નિક જોનસે કર્યો ડાયાબિટીઝનો ખુલાસો

નિક જોનસે કર્યો ડાયાબિટીઝનો ખુલાસો

નિક જોનસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડાયાબિટીઝનો ખુલાસો કર્યો. અત્યારની અને વર્ષો જૂનો ફોટો શેર કરતા નિક જોનસે લખ્યુ, '13 વર્ષ પહેલા મને ડાયાબિટીઝ ટાઈપ 1ની ખબર પડી. ડાબી બાજુનો ફોટો આ માલુમ પડ્યા બાદનો છે. કદાચ માત્ર 100 પાઉન્ડ, બ્લડ શુગર હાઈ હોવાના કારણે વજન ઘટી ગયુ હતુ. જમણી બાજુનો ફોટો અત્યારનો છે. ખુશ અને સ્વસ્થ. પોતાની ફિઝિકલ હેલ્થને પ્રાથમિકતા બનાવી. આ બિમારી સાથે મારા રોજિંદા જીવન પર સંપૂર્ણ કંટ્રોલ છે.'

ફિયાન્સ પ્રિયંકાએ આમ દર્શાવ્યુ સમર્થન

ફિયાન્સ પ્રિયંકાએ આમ દર્શાવ્યુ સમર્થન

નિક જોનસે લખ્યુ કે તે પોતાના પરિવાર અને દોસ્તોનો આભારી છે જેમણે દરેક પડાવ પર તેમની મદદ કરી. 26 વર્ષીય સિંગર-સોન્ગરાઈટરે પોતાના બધા ફેન્સનો પણ આભાર માન્યો. નિકના આ ખુલાસા પર પ્રિયંકાએ ખૂબ પ્રેમભર્યા અંદાજમાં લખ્યુ, ‘તારા વિશે બધી વાતો સ્પેશિયલ છે, ડાયાબિટઝ સાથે કે તેના વિના.' પ્રિયંકા અને નિકના સંબંધોની વાત કરીએ તો બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન જોધપુરવા ઉમેદ ભવનમાં સંપૂર્ણ શાહી અંદાજમાં થશે.

શાહી અંદાજમાં થશે બંનેના લગ્ન

શાહી અંદાજમાં થશે બંનેના લગ્ન

આના માટે પ્રિયંકાની મા હાલમાં જ ઉમેદ ભવનમાં તૈયારીઓની તપાસ કરવા માટે પહોંચ્યા હતા. પ્રિયંકા અને નિકે 18 ઓગસ્ટના રોજ મુંબઈમાં રોકા સેરેમની કરીને પોતાના સંબંધને જાહેર કર્યો હતો. મુંબઈ સ્થિત પ્રિયંકાના ઘરે પંજાબી રીતિ-રિવાજથી રોકાની સેરેમની થઈ હતી જેમાં શામેલ થવા માટે નિકના પેરેન્ટ્સ પણ ભારત આવ્યા હતા. રોકા સેરેમનીમાં માત્ર બંનેનો પરિવાર અને નજીકના સંબંધીઓ શામેલ થયા હતા. તે જ સાંજે પ્રિયંકાએ પોતાના ફિલ્મી દોસ્તો માટે એક નાની પાર્ટી રાખી હતી જેમાં આલિયા ભટ્ટથી લઈ ઈશા અંબાણી પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X