નિક જોનસે સંભળાવી દીધુ - હા, પ્રિયંકા ચોપડા મારાથી 10 વર્ષ મોટી છે
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી એક વાતનુ મ્હેણુ તેમને હંમેશા સાંભળવા મળ્યુ. એ હતુ બંનેની ઉંમરનો તફાવત. નિકે ક્યારેય આ વિષે વાત નથી કરી. હાલમાં જ એક સિંગિંગ રિયાલિટી શોમાં તેમના સાથી જજ કેલીએ કહ્યુ, હું 37 વર્ષની છુ અને તુ 27! આના પર નિક જોનસે કહ્યુ, મારી પત્ની 37 વર્ષની છે, આ એક શાનદાર વાત છે. Its cool. આ પહેલી વાર છે જ્યારે નિક જોનસે ખુલીને પોતાની અને પ્રિયંકાની ઉંમરના તફાવત પર વાત કરી છે.

મને કોઈ ફરક નથી પડતો
આ પહેલા પ્રિયંકા અને નિકને ઈન્ટરનેટ પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યુ કે બંને મા-દીકરો લાગે છે. ક્યારેક કોઈએ કહ્યુ, બંને ભાઈ-બહેન લાગે છે. પ્રિયંકાએ આ વિશે વાત કરીને કહ્યુ હતુ કે મને કોઈ ફરક નથી પડતો કે 150 ટ્રોલ શું કહી રહ્યા છે. મને લાગે છે કે આ બિનજવાબદાર જર્નાલિઝમ છે જ્યાં નકામી વાતો લખી રહ્યા છે પરંતુ જે જરૂરી વાતો છે તેના પર કોઈ પણ રિપોર્ટીંગ નથી થઈ રહ્યુ.

લવ સ્ટોરી શેર કરી
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018માં સાત ફેરા લીધા અને એકબીજાના થઈ ગયા. ત્યારથી પ્રિયંકા મોટાભાગનો સમય નિક સાથે વિતાવે છે. નિક જોનસ અને પ્રિયંકા ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી શેર કરી હતી. તમે પણ વાંચો આ ઈન્ટરવ્યુના અમુક અંશ -

પહેલો મેસેજ
પ્રિયંકા અને નિક પહેલી વાર એક સાથે મેટ ગાલા 2017ના અવૉર્ડઝમાં દેખાયા હતા અને ત્યારથી જ બંનેના ડેટ કરવાના સમાચાર આવ રહ્યા હતા પરંતુ અસલમાં પ્રિયંકા 2016થી નિકને ડેટ કરી રહી હતી. પ્રિયંકાએ જણાવ્યુ કે નિકે પોતાના કોઈ દોસ્તને મેસેજ કર્યો હતો કે પ્રિયંકા ક્વૉંટિકોમાં જબરદસ્ત છે. તે દોસ્ત મારી સાથે ક્વૉંટિકોમાં કામ કરતો હતો.

પહેલી મુલાકાત
ત્યારબાદ નિકે પ્રિયંકાને ટ્વિટર પર મેસેજ કર્યો - મારા અમુક દોસ્ત કહી રહ્યા છે કે આપણે મળવુ જોઈએ. તે સપ્ટેમ્બર 8, 2016નો દિવસ હતો. પ્રિયંકાએ જણાવ્યુ કે મે નિકને પાછો મેસેજ કર્યો કે આ મેસેજ આખી ટીમ વાંચી શકે છે. તુ મને મેસેજ કેમ નથી કરતો. ત્યારબાદ બંને વચ્ચે મેસેજનો સિલસિલો ચાલુ થયો.

પહેલી વાર ધડક્યુ દિલ
પ્રિયંકાએ જણાવ્યુ કે પહેલી વાર મને નિક માટે કંઈક અનુભવાયુ તે ત્યારે હતુ જ્યારે અમે એક ડેટ પર હતા અને તેણે અચાનકથી મને કહ્યુ કે મને એ ખૂબ જ પસંદ છે જે રીતે તુ દુનિયાને જુએ છે. મને તારી અંદરની આ કંઈક કરવાની ચાહ ખૂબ પસંદ છે. પ્રિયંકાએ જણાવ્યુ, એક યુવતી હોવાના નાતે મને મારા કોઈ બૉયફ્રેન્ડે ક્યારેય આવુ નથી કહ્યુ કે તેને મારી મહત્વાકાંક્ષા પસંદ છે. આ હું હંમેશા યુવકોને કહેતી હતી.

પહેલી રાત એક સાથે
પોતાની પહેલી ડેટ બાદ પ્રિયંકા ચોપડાએ નિક જોનસને પોતાના ઘરે ઈનવાઈટ કર્યા. ઘરે પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડા પહેલેથી ત્યાં હાજર હતા. ઘરે પહોંચીને પ્રિયંકા અને નિક ઘણી મોડે સુધી વાતો કરી અને પછી નિક પ્રિયંકાની પીઠ થપથપાવીને જવા લાગ્યા.

સમ્માનજનક ડેટ
આના પર નિકે કહ્યુ, અમારી વચ્ચે કોઈ કિસ ન થઈ. કંઈ પણ ન થયુ. જેના પર પ્રિયંકાએ કહ્યુ કે હા, બસ મારી પીઠ થપથપાવામાં આવી. નિકે તરત જ કહ્યુ - આ આજે પણ આ વાતથી નારાજ છે.

પહેલી કિસ
નિક જોનસે સફાઈ આપતા કહ્યુ - મે બસ કિસ એટલા માટે નહોતી કરી કારણકે તારી મમ્મી ત્યાં હતા. મારા ખ્યાલથી આ એક સમ્માનજનક પહેલી મુલાકાત હતી. પ્રિયંકાએ નિકને મ્હેણુ મારી કહ્યુ - બહુ સમ્માનવાળી.

ફાઈનલ પ્રપોઝલ
હંમેશાથી સમાચારહતા કે નિક જોનસે પ્રિયંકા ચોપડાના તેના જન્મદિવસે પ્રપોઝ કર્યો. આ વાત પર મ્હોર લગાવતા નિકે કહ્યુ કે હા, મે જન્મદિવસ ખતમ થવા પર પ્રપોઝ કર્યુ હતુ.

કેવી રીતે કર્યુ પ્રપોઝ
હું 12 વાગવાની રાહ જોઈ રહ્યો હતો કારણકે હું નહોતો ઈચ્છતો કે મારી પ્રપોઝલ અને પ્રિયંકાની બર્થડે આવતા વર્ષના એક જ દિવસે થાય. નહિતર બે વસ્તુઓ એક જ દિવસે સેલિબ્રેટ કરવી પડે. નિકે જણાવ્યુ, હું મારા એક ઘૂંટણ પર બેઠો અને પ્રિયંકાને પૂછ્યુ કે શું તુ મને આ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ બનાવીશ?

45 સેકન્ડમાં કરી દીધી હા
નિકે જણાવ્યુ કે પ્રિયંકાને માત્ર 45 સેકન્ડ લાગી હતી હા બોલવામાં. પરંતુ આ 45 સેકન્ડ તે એકદમ શાંત હતી. પછી મે તેને કહ્યુ કે હું તમને રિંગ પહેરાવવા જઈ રહ્યો છુ જો તને કોઈ વાંધો ન હોય તો. નિકે જણાવ્યુ કે હું ત્રીજા ડેટમાં નક્કી કરી ચૂક્યો હતો કે હું આની સાથે જ લગ્ન કરીશ. મે મારી માને ફોન કરીને કહી દીધુ હતુ.

પહેલા પણ કર્યુ હતુ પ્રપોઝ
નિક જ્યારે પહેલી વાર પ્રિયંકાને ઑસ્કર પાર્ટીમાં મળ્યા હતા તો તે પોતાના ડ્રિંક સાથે પોતાના ઘૂંટ પર બેસી ગયા અને પ્રિયંકાને પૂછ્યુ કે તુ ખરેખર આવી છે? તુ અત્યાર સુધી ક્યાં હતી? અને આ મે ઘણા લોકો સામે અને ઘણુ મોટેથી કહ્યુ હતુ.
આ પણ વાંચોઃ કેટલીય ફિલ્મોમાં ન્યૂડ સીન આપી ચૂકી છે પાઉલી દામ, જુઓ બૉલ્ડ વીડિયો