પ્રિયંકા ચોપરાએ નિર્ભયા નિર્ણય પર લખ્યો પત્ર, કહ્યું આ...

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ અને હોલીવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નિર્ભયા ગેંગરેપના નિર્ણય પછી પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર એક ભાવનાત્મક પત્ર લખ્યો છે. અને નિર્ભયાકાંડ અંગે પોતાની સંવેદના અને વિચારો વ્યક્ત કર્યા છે. નોંધનીય છે કે પ્રિયંકા હોલીવૂડમાં એક અલગ જ રીતે ભારતનું પ્રતિનિધત્વ કરે છે. ત્યારે નિર્ભયા જેવા મુદ્દા પર તેની આ ટિપ્પણી ખૂબ જ મહત્વની છે.

Priyanka Chopra

પ્રિયંકા ચોપરાએ પોતાના આ પત્રમાં લખ્યું છે કે "આ નિર્ણયને આવતા ભલે 5 વર્ષનો સમય લાગ્યો હોય પણ આખરે સત્યની જીત થઇ છે. આ નિર્ણયથી તમામ લોકોએ શીખવું જોઇએ. આજે મને મારા દેશની કાનૂન વ્યવસ્થા પર માન થાય છે. ગત પાંચ વર્ષોમાં સમગ્ર દેશ આ નિર્ણયની માંગણી કરી રહ્યો હતો. અને બધા ઇચ્છતા હતા કે આ 6 દોષીઓને જલ્દીમાં જલ્દી સજા મળે. પ્રિયંકાએ સાથે તે પણ લખ્યું કે આની ઘટનાઓ ન થાય તે માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. નિર્ભયાને લોકોએ હંમેશા યાદ રાખશે. સાથે તેણે કહ્યું કે આ કોઇ સામાન્ય લડાઇ નહતી. આ એક ક્રાંતિ હતી જેણે સમગ્ર ભારતને જગાવ્યું હતું.

આ ક્રાંતિથી ભારતમાં તમામ મહિલાઓ ભલે તે વર્કિંગ વૂમન હોય કે વિદ્યાર્થી સામેલ હતી. આજથી 5 વર્ષ પહેલા શરૂ થયેલી આ લડાઇનો આજે નિર્ણય આવ્યો છે. આ એક તેવી લડાઇ હતી જેણે તમામ લોકોએ પોતાની રીતે લડી છે. નિર્ભયાને આપણે કદી પણ ભૂલી નહીં શકીએ. અને આ લડાઇ કોઇ એક વ્યક્તિની નહીં પણ સમગ્ર સમાજની લડાઇ હતી.

English summary
Nirbhaya gangrape verdict Priyanka Chopra write emotional letter.
Please Wait while comments are loading...