કાનજી પછી બા મચાવી શકે છે ફિલ્મી પડદે ધૂમ

મુંબઈ, 17 ઑક્ટોબર : ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી પર આધારિત ફિલ્મ ઓહ માય ગૉડ (ઓએમજી)ની જોરદાર સફળતા બાદ હવે વધુ એક ગુજરાતી નાટક બાએ મારી બાઉન્ડ્રી ફિલ્મી પડદે સાકાર થવાની શક્યતા છે.

Rekha And Vivek

પરેશ રાવલ અને અક્ષય કુમારની ઓએમજી બાદ હવે વિવેક ઓબેરૉય તથા રેખા ગુજરાતી નાટક ઉપર ફિલ્મ બનાવવાનો સાહસ કરી રહ્યાં છે. બાએ મારી બાઉન્ડ્રી પણ એક પ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી નાટક છે. આ નાટક બહુ જ લાગણીશીલ અને સંવેદનશીલ છે.

સૂત્રોએ જણાવ્યું કે વિવેક અને રેખાએ આ નાટકના રાઇટ્સ સાઇન કરી લીધાં છે. ફિલ્મનું શુટિંગ ટુંકમાં જ શરૂ થવાની શક્યતા છે જોકે આ વાત વિવેક દ્વારા શુટિંગ માટે તારીખો વહેલામાં વહેલી ફાળવવી જરૂરી છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ પ્રસ્તાવિત ફિલ્મના નામ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફિલ્મની સ્ટારકાસ્ટ અને દિગ્દર્શક નક્કી થયા પછી જ ફિલ્મનું નક્કી કરવામાં આવશે. આ એક સંવેદનશીલ બાબત છે.

જોકે ફિલ્મમાં વિવેક ઓબેરૉય રેખાના પૌત્ર તરીકેની ભૂમિકામાં હશે. વિવેક કિસ્મત લવ પૈસા દિલ્લી તથા જયંતા ભાઈ કી લવ સ્ટોરી જેવી કૉમેડી ફિલ્મો પછી એક ગંભીર રોલમાં દેખા દેશે. બાએ મારી બાઉન્ડ્રી મનોરંજનકની સાથે હૃદયસ્પર્શી તેમજ આત્મીય નાટક છે. તે વિવેકની શૈલી ઉપર અવલમ્બે છે કે તે આ રોલ સાથે કેટલો ન્યાય કરે છે.

બીજી બાજુ રેખા 6 વર્ષ પછી મુખ્ય ભૂમિકા સાથે આ ફિલ્મ દ્વારા કમબૅક કરી રહ્યાં છે. રેખાની છેલ્લી ફિલ્મો કુડિયોં કા હૈ જમાના તથા યાત્રા હતી.

સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મના રાઇટ ઇન્દ્ર કુમારે પ્રાપ્ત કર્યાં છે. વિવેકે ઇન્દ્ર કુમાર સાથે મસ્તી તેમજ પ્યારે મોહન જેવી ફિલ્મો કરી છે અને હાલમાં ગ્રાંડ મસ્તી ફિલ્મ કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X