• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇકોત્તેરના થયાં આશા, તસવીરોમાં જુઓ ટૉપ ટેન ફિલ્મો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ઑક્ટોબર : આશા પારેખ ગુજરાતી મૂળ ધરાવતા હિન્દી ફિલ્મોની જાણીતા સફળ અભિનેત્રી છે. તેઓ અભિનેત્રી ઉપરાંત કુશળ ડાન્સર પણ છે. ગુજરાતી મૂળ ધરાવતા હોવાથી તેમણે થોડીઘણી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, જેવી કે, અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, વિગેરે.

આશા પારેખનો જન્મ 2જી ઑક્ટોબર, 1942ના રોજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર ખાતેના ભાવનગર જિલ્લાના મહુવામાં પિતા પ્રાણલાલ પારેખના ઘરે માતા સુધા પારેખની કૂખે થયો હતો. આશાએ ૧૬ વર્ષની વયે ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને હીરોઈન તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ 'ગુંજ ઉઠી શહનાઈ' (૧૯૫૯)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ નિર્માતા એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ 'દિલ દે કે દેખો'(૧૯૫૯)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી.

આવો જોઇએ તેમની ટૉપ ટેન ફિલ્મો :

ભરોસા-1963

ભરોસા-1963

ગ્રામીણ પૃષ્ઠભૂમિ પર આધારિત આ સરળ વાર્તામાં આશાએ અભિનેતા ગુરુદત્ત સાથે કામ કર્યુ હતું. ફિલ્મમાં બંને કલાકારોના ઉમ્દા અભિનય ઉપરાંત વો દિલ કહાં સે લાઊં... જેવા લોકપ્રિય ગીતો પણ હતાં.

દો બદન-1966

દો બદન-1966

રાજ ખોસલાની ફિલ્મ દો બદનાં આશાએ એક એવી યુવતીના રોલને ગંભીરતા અને જીવંતતા સાથે ભજવ્યો કે જેનો પ્રેમી અકસ્માતમાં આંધળો થઈ જાય છે અને વર્ગ વિભાજિત સમાજ બંને પ્રેમીઓને એક-બીજાથી અળગા કરી દે છે.

તીસરી મંજિલ-1966

તીસરી મંજિલ-1966

રહસ્ય-રોમાંચથી ભરપૂર તીસરી મંજિલમાં આશાએ શમ્મી કપૂર સાથે કામ કર્યું. તેમાં તેઓ પોતાની બહેનના કાતિલની શોધ કરે છે. ફિલ્મમાં આશાના જિંદાદિલ પાત્ર તથા અભિનયે તેમને એકદમથી લોકોની નજરોના કેન્દ્રમાં લાવી મૂક્યાં.

બહારોં કે સપને-1967

બહારોં કે સપને-1967

બહારોં કે સપને ફિલ્મમાં સુપર સ્ટાર રાજેશ ખન્નાના પ્રેમિકાના ભૂમિકામાં સીધી-સાદી સ્વભાવની યુવતીના રોલે દર્શકોને ચોંકાવી નાંખ્યાં, કારણ કે ત્યાં સુધી આશા પારેખ ચુલબુલી અને ગ્લૅમરસ નાયિકા બની ચુક્યા હતાં.

ચિરાગ-1969

ચિરાગ-1969

ચિરાગમાં આશાએ એક નેત્રહીન મહિલાનો રોલ કર્યો હતો. પતિ સુનીલ દત્તથી અલગ થઈ ચુકી છે. ફિલ્મનું ગીત તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ... ખૂબ જ જાણીતું અને લોકપ્રિય થયુ હતું.

કટી પતંગ-1970

કટી પતંગ-1970

ફિલ્મમાં એક વિધવા સ્ત્રીનો રોલ ભજવવા માટે શર્મિલા ટાગોરે ઇનકાર કરતાં શક્તિ સામંતે આ રોલ આશા પારેખને આપ્યો હતો. આશાએ અભાગણ સ્ત્રીના લાગણીસભર રોલથી લોકોના દિલ જીતી લીધાં અને અનેક ઍવૉર્ડ્સ પોતાના નામે કર્યાં.

નાદાન-1971

નાદાન-1971

નાદાનમાં આશાએ એક ટૉમ બૉય યુવતીનો રોલ કર્યો હતો કે જેને ફિલ્મના નાયક નવીન નિશ્ચલના સમ્પર્કમાં આવ્યા બાદ પોતાના મહિલા હોવાનો અહેસાસ થાય છે.

કારવાં

કારવાં

કારવાં આશાના કૅરિયરની સફળતમ ફિલ્મ હતી કે જેમાં તેમણે છેલ્લી વાર નાસિર હુસૈન સાથે કામ કર્યુ હતું. હીરો જિતેન્દ્ર હતાં.

મૈં તુલસી તેરે આંગન કી-1979

મૈં તુલસી તેરે આંગન કી-1979

રાજ ખોસલાની આ ફિલ્મના મુખ્ય નાયિકા નૂતન હતાં અને આશાની ભૂમિકા ફિલ્મમાં માત્ર 20 મિનિટની હતી. આમ છતાં આશાએ સારી એવી છાપ છોડી હતી.

બિન ફેરે હમ તેરે-1979

બિન ફેરે હમ તેરે-1979

આ ફિલ્મમાં આશાએ એક ભારતીય સ્ત્રીનો રોલ કર્યો હતો કે જે જીવનના સારા-નરસા પ્રસંગોમાંથી પસાર થઈ. એક તવાયફ, એક વિધવા અને પછી પોતાના સંતાન માટે બધુ ન્યોછાવર કરી દેનાર માતા સુધીનો બહુઆયામી રોલ આશાએ આ એક ફિલ્મમાં જીવંત કરી બતાવ્યો. આશાના અભિનય અને પ્રતિભા અંગે વાત કરતાં આનાથી વધુ શું કહી શકાય ...આજ કી મુલાકાત બસ ઇતની... (ભરોસા).

English summary
Veteran actress Asha Parekh, who turns 71 Wednesday, is popularly known as the glamorous 'Miss Neeta'. But she also gave some truly sensitive performances when the need arose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X