For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકમાં 786 વગર રજૂ થશે અક્ષયની ખિલાડી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 ડિસેમ્બર : ભારતના પાડોસી દેશ પાકિસ્તાનમાં આજે પણ ભારતીય ફિલ્મોની રિલીઝ અંગે અનેક વિવાદો ઊભા કરાય છે. ખાસ કરીને ગત વરસથી પાકિસ્તાન ભારતની અનેક મોટી ફિલ્મો અંગે પોતાનો વાંધો વ્યક્ત કરી ચુક્યો છે. પ્રથમ સૈફ અલી ખાનની એજંટ વિનોદ ફિ્લમ અંગે પાકિસ્તાને ખૂબ નારાજગી વ્યક્ત કરી, પછી સલમાન ખાનની એક થા ટાઇગર અને અહીં સુધી કે શાહરુખ ખાનની જબ તક હૈ જાનને પણ પાકિસ્તાને રિલીઝ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Akhay Kumar

હવે અક્ષય કુમારની ખિલાડી 786 ફિલ્મને લઈને પણ પાકિસ્તાને ખૂબ નારાજગી વ્યક્ત કર્યા બાદ આખરે ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયારી દાખવી દીધી છે, પરંતુ તેની શરત છે કે ફિલ્મ માત્ર ખિલાડીના નામે રિલીઝ થશે. ઇસ્લામ ધર્મમાં 786 સંખ્યાને ખૂબ જ પાક સમજાય છે. આ સંખ્યા સાથે મુસ્લિમોની લાગણીઓ જોડાયેલી છે અને આ જ સંખ્યાને લઈને પાકિસ્તાને વાંધો ઉઠાવતા ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે પાકિસ્તાને ફિલ્મને રિલીઝ કરવા માટે તૈયારી દાલી છે, પરંતુ શરત મુકી છે કે ફિલ્મને વગર 786 ટાઇટલે રિલીઝ કરવામાં આવે.

નોંધનીય છે કે ગત અઠવાડિયે જ પાકિસ્તાનના કરાચી તેમજ રાવલપિંડી શહેરોમાંથી ખિલાડી 786ના પોસ્ટર્સ તેમજ બૅનર્સ હટાવી લેાયા હતાં. સાથે જ ત્યાંના સેંસર બોર્ડે તમામ સિનેમા હૉલ્સને કડક સુચના આપી હતી કે આ ફિલ્મનું ટ્રેલર કે પ્રોમો ન દર્શાવવામાં આવે. પરંતુ હવે પાકિસ્તાને ફિલ્મના ટાઇટલને બદલી ફિલ્મને માત્ર ખિલાડી નામે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
Pakistan censor board has banned Khiladi 786 as the number 786 is revered by some Muslims over there and they found the name of the film objectionable. But now Pakistan has decided to release the film but without number 786.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X