For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા માનહાનિ મામલે ઋચાની માફી માંગવા તૈયાર હતી પાયલ ઘોષ, બાદમાં કહી આ વાત

પાયલ ઘોષે ઋચા ચડ્ઢા વિશે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ માનહાનિ કેસ થતા પહેલા માફી માંગવાની વાત કરી પરંતુ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાલમાં જ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ એક ઈન્ટરવ્યુમાં તેણે ઋચા ચડ્ઢા વિશે વાંધાજનક ટિપ્પણી કરી. ત્યારબાદ ઋચાએ પણ તરત પાયલ ઉપર 1.10 કરોડનો માનહાનિનો કેસ કરી દીધો. બુધવારે આ કેસ વધુ ગૂંચવાઈ ગયો. એક તરફ પાયલના વકીલે કોર્ટમાં શરત વિના માફી માંગવાની વાત કહી ત્યાં બીજી તરફ પાયલનુ કહેવુ છે કે તે કોઈની માફી નહિ માંગે.

શું કહ્યુ કોર્ટમાં?

શું કહ્યુ કોર્ટમાં?

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર બૉમ્બે હાઈકોર્ટમાં 6 ઓક્ટોબરે માનહાનિ કેસમાં સુનાવણી થવાની હતી પરંતુ પાયલ તરફથી કોર્ટમાં કોઈ પણ હાજર થયુ નહિ. ત્યારબાદ બુધવારે આ કેસમાં ફરીથી સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે પાયલના વકીલને પૂછ્યુ કે શું તે ઋચાની માફી માંગવા માટે તૈયાર છે. તેના પર પાયલના વકીલે કહ્યુ કે મારી ક્લાયન્ટને તેના નિવેદન પર પસ્તાવો છે અને તે શરત વિના માફી માંગવા માટે તૈયાર છે.

ટ્વિટ કરીને કહી બીજી વાત

ટ્વિટ કરીને કહી બીજી વાત

વળી, બીજી તરફ પાયલે બુધવારે ટ્વિટ કરીને કહ્યુ કે હું કોઈની માફી માંગવાની નથી. પાયલના જણાવ્યા મુજબ તે ખોટી નથી અને ના તેણે કોઈના માટે ખોટુ નિવેદન આપ્યુ છે. મે બસ એટલુ જ કહ્યુ હતુ જેટલુ અનુરાગ કશ્યપે તેને જણાવ્યુ હતુ. આ સાથે તેણે હેશટેગ લખ્યુ SorryNotSorry. વળી, બીજા ટ્વિટમાં પાયલે લખ્યુ કે મારે ઋચા ચડ્ઢા સાથે કોઈ લેવાદેવા નથી. મહિલાઓએ એકબીજા સાથે ખભાથી ખભા મિલાવીને ઉભુ રહેવુ જોઈએ. તેણે આગળ કહ્યુ કે હું જાણીજોઈને તેને કે ખુદનને આ કેસમાં તકલીફ આપવા નથી માંગતી. ન્યાય માટે મારી લડાઈ માત્ર અનુરાગ કશ્યપ સાથે છે અને હું તેના પર જ ફોકસ કરવા માંગુ છે. દુનિયાને તેનો(અનુરાગ)નો અસલી ચહેરો જોવા દો.

શું હતુ પાયલનુ નિવેદન?

શું હતુ પાયલનુ નિવેદન?

વાસ્તવમાં મૉડલ-અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ પર ગંદા આરોપ લગાવીને એમ કહ્યુ હતુ કે બૉલિવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જે અનુરાગ સાથે કામ કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. તેમણે ખુલ્લી રીતે ઋચા ચડ્ઢા, માહી ગિલ અને હુમા કુરેશીનુ નામ લીધુ. આ સાથે જ પાયલે મહારાષ્ટ્ર સરકાર પાસે વાય શ્રેણીની સુરક્ષા માંગી હતી.

દિલ્લીઃ પોલિસની 4 ગુનેગારો સાથે અથડામણ, 70 જીવતા કારતૂસ જપ્તદિલ્લીઃ પોલિસની 4 ગુનેગારો સાથે અથડામણ, 70 જીવતા કારતૂસ જપ્ત

English summary
Payal Ghosh was ready to apologize to Richa in the defamation case, later She said this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X