કલ્કી કોચલીનનું લેટેસ્ટ ફોટોશૂટ છે SuperHot!

Written By:
Subscribe to Oneindia News

હાલના સમયમાં ઇશા ગુપ્તા સિવાય જો કોઇ હિરોઇન પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી હોય તો એ છે કલ્કી કોચલીન. કલ્કીએ બોલિવૂડમાં શરૂઆત જ ખાસા બોલ્ડ રોલ્સથી કરી હતી અને તેણે ક્યારેય આ બાબતે પીછેહઠ નથી કરી. કલ્કી બોલ્ડ અને સ્ટ્રોંગ રોલ્સ કરવામાં માને છે, તેની તમામ ફિલ્મો આની સાબિતી આપે છે. તેણે હાલમાં જ કરાવેલ એક ફોટોશૂટમાં પણ તેનો આ જ અંદાજ જોવા મળી રહ્યો છે.

હોટ કલ્કી કોચલીન

હોટ કલ્કી કોચલીન

આ ફોટોશૂટમા કલ્કી મેટાલિક બ્લેક બોડીસૂટમાં જોવા મળે છે. કલ્કીનો આ લૂક અત્યંત હોટ છે. સાથે જ તે ખૂબ સુંદર પણ લાગી રહી છે. આ પહેલા પણ કલ્કીનો એક ટોપલેસ ફોટો વાયરલ થયો હતો. કલ્કીએ આ ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને સાથે જ મહિલાઓને એક સુંદર મેસેજ પણ આપ્યો હતો.

જિયા ઔર જિયા

જિયા ઔર જિયા

ફિલ્મોની વાત કરીએ તો, ટૂંક સમયમાં જ કલ્કીની ફિલ્મ 'જિયા ઔર જિયા' રિલીઝ થઇ રહી છે. બે બહેનપણીઓની વાર્તા પર આધારિત આ ફિલ્મમાં કલ્કી ઉપરાંત રિચા ચઢ્ઢા પણ છે. થોડા સમય પહેલાં જ આ ફિલ્મનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કલ્કીની એક્ટિંગ શાનદાર હશે એમાં કોઇ શંકા નથી.

કલ્કી ફરી લગ્ન કરશે?

કલ્કી ફરી લગ્ન કરશે?

કલ્કી કોચલીન અને ફિલ્મમેકર અનુરાગ કશ્યપ વર્ષ 2015માં છૂટા પડ્યા હતા. રિસન્ટલી એક ઇન્ટરવ્યુમાં જ્યારે કલ્કીને પૂછવામાં આવ્યું કે, તે હાલ મેરેજ અંગે વિચારી રહી છે કે નહીં, તો તેણે બિલકુલ ખચકાયા વિના જવાબ આપ્યો હતો ના.

કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપ

કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપ

ઉલ્લેખનીય છે કે, કલ્કીએ જ્યારે અનુરાગ સાથે લગ્ન કર્યા ત્યારે બોલિવૂડમાં માત્ર તેની ત્રણ ફિલ્મો આવી હતી. તેમણે 2011માં લગ્ન કર્યા હતા. હાલ અનુરાગ કશ્યપ એક 23 વર્ષીય યુવતીને ડેટ કરી રહ્યો છે, થોડા સમય પહેલાં જ આ બંનેની તસવીરો ખૂબ વાયરલ થઇ હતી.

કોને ડેટ કરી રહી છે કલ્કી?

કોને ડેટ કરી રહી છે કલ્કી?

તો બીજી બાજુ કલ્કી કોચલીન 'નીરજા' ફેમ એક્ટર જિમ સાર્ભને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. જિમ સાર્ભ છેલ્લે 'રાબતા'માં વિલનના રોલમાં જોવા મળ્યો હતો અને ટૂંક સમયમાં તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'માં પણ જોવા મળશે. કલ્કી અને જિમની મુલાકાત એક થિયેટર પ્લે The Living Room દરમિયાન થઇ હતી

મલ્ટિ-ટેલેન્ટેડ કલ્કી

મલ્ટિ-ટેલેન્ટેડ કલ્કી

કલ્કી કોચલીનનો જન્મ પોંડિચેરીમાં થયો હતો, જો કે તેના માતા-પિતા ફ્રેન્ચ છે. તેઓ શ્રી ઓરોબિન્દોના ફોલોઅર છે. કલ્કીનો ઉછેર ઇન્ડિયામાં જ ખાસા કડક વાતાવરણમાં થયો છે. ઘણા ઓછાને ખબર હશે કે, તે ફ્રેંચ ભાષા પણ બોલી શકે છે. ફિલ્મો ઉપરાંત તે જાતે કેટલાક સ્ટેજ ડ્રામા લખે છે અને પ્રોડ્યૂસ પણ કરે છે.

English summary
Kalki Koechlin is looking super hot in her latest photo shoot. Check out the pictures here.
Please Wait while comments are loading...