Pics : આતંકવાદ પર આધારિત હિન્દી ફિલ્મો

મુંબઈ, 9 ફેબ્રુઆરી : મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ કસાબ બાદ હવે સંસદ હુમલા કેસના ગુનેગાર અફઝલ ગુરૂને પણ ફાંસી પણ આપી દેવાઈ છે. સામાન્ય રીતે કોઈ પણ આતંકવાદી હુમલો થતા બૉલીવુડ પણ અસરગ્રસ્ત થાય છે. તેમાં પણ 26/11ના હુમલામાં તો બૉલીવુડના ધમાલ ફેમ અભિનેતા આશીષ ચૌધરીના બહેન મોનિકા છાબરિયા તેમજ તેમના પતિનું પણ મોત થયુ હતું.

બૉલીવુડ સમયાંતરે આતંકવાદ મુદ્દે પ્રજા અને સરકારનો રોષ વ્યક્ત કરતી ફિલ્મો બનાવતું રહ્યું છે. બૉલીવુડમાં આતંકવાદ ઉપર અનેક ફિલ્મો બની ચુકી છે. સમયાંતરે આતંકવાદના મુદ્દે બૉલીવુડે પોતાની રીતે પ્રજાની લાગણીઓ સરકાર સમક્ષ પણ મુકવાના પ્રયત્નો કર્યાં છે.

આવો આપને તસવીરો સાથે બતાવીએ આતંકવાદ મુદ્દે બનેલી હિન્દી ફિલ્મો.

ઍ વેડનસડે

ઍ વેડનસડે

નસીરુદ્દીન શાહની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ 2006માં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલ શ્રેણીબદ્ધ ધડાકાઓ પર આધારિત હતી. ફિલ્મમાં દર્શાવાયું કે કઈ રીતે એક સામાન્ય માણસ આવા બનાવોથી હેરાન થઈ પોતે આતંકવાદ વિરુદ્ધ ઊભો થઈ જાય છે.

દિલ સે

દિલ સે

મનીષા કોઈરાલા તેમજ શાહરુખ ખાન અભિનીત ફિલ્મ દિલ સે એક પ્રણય-કથા તેમજ આતંકવાદને બહેતરીન રીતે દર્શાવતી હતી. મણિરત્નમની આ ફિલ્મમાં એ. આર. રહેમાનનું સંગીત હતું. ફિલ્મમાં પ્રીતિ ઝિંટા પણ દેખાયા હતાં.

ફના

ફના

કુણાલ કોહલીની ફિલ્મ ફનાની વાર્તા એક સૈન્ય અધિકારીના ગાઇડમાં આતંકવાદી રૂપ ધરાવતા યુવકની છે. ફિલ્મમાં આમિર ખાન તેમજ કાજોલ હતાં.

ફિઝા

ફિઝા

કરિશ્મા કપૂરની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિઝા ફિલ્મ 1993ના મુંબઈ રમખાણો પર આધારિત હતી. ફિલ્મમાં કેવી રીતે એક મુસ્લિમ પરિવારનો પુત્ર ગુના કરવા મજબૂર થઈ જાય છે, તે દર્શાવાયું છે. ફિઝાના પાત્રમાં કરિશ્મા હતાં કે જે પોતાના ભાઈને શોધે છે. અંતે તે પોતાના ભાઈને શોધી લે છે ત્યારે તે પોતાના આદર્શન અને વાસ્તવિકતા વચ્ચે ફસાઈ જાય છે અને અંતે બધુ ગુમાવી દે છે.

કુર્બાન

કુર્બાન

સૈફ અલી ખાન અને કરીના કપૂરની કુર્બાન ફિલ્મ 26/11 મુંબઈ હુમલાની પ્રથમ વરસીના છ દિવસ અગાઉ રિલીઝ થઈ હતી.

માચિસ

માચિસ

દિગ્દર્શક ગુલઝારે 1984માં તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યાના મુદ્દાને આ ફિલ્મ વડે વ્યક્ત કર્યો હતો. ફિલ્મમાં તબ્બુ અને ચંદ્રચૂડ સિંહ મુખ્ય ભૂમિકામાં હતાં.

મિશન કશ્મીર

મિશન કશ્મીર

કાશ્મીરમાં આતંકવાદ મુદ્દે બનેલી આ ફિલ્મમાં હૃતિક રોશન તેમજ સંજય દત્ત મુખ્ય ભૂમિકામા હતાં. ફિલ્મમાં આતંકવાદી હુમલામાં પોલીસ ગોળીબારમાં હૃતિકના માતા-પિતાનું મોત થઈ જાય છે. પ્રીત ઝિંટાએ પત્રકારનો રોલ કર્યો હતો.

મુંબઈ મેરી જાન

મુંબઈ મેરી જાન

નાના બજેટની ફિલ્મ મુંબઈ મેરી જાનની વાર્તા મુંબઈમાં ટ્રેનમાં થયેલ બૉમ્બ ધડાકાઓ પર આધારિત હતી. દિગ્દર્શક નિશીકાંત કામથની ફિલ્મમાં કે. કે. મેનન, સોહા અલી ખાન, પરેશ રાવલ, આર. માધવન તેમજ ઇરફાન ખાને અભિનય કર્યો હતો.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

શાહરુખ ખાન અને કાજોલની જોડીની છેલ્લી ફિલ્મ માય નેમ ઇઝ ખાન આતંકવાદના કારણે નિર્દોષ નાગરિકોને થતી હેરાનગતી પર બનેલી ફિલ્મ હતી. ફિલ્મમાં શાહરુખ ખાન એક અમેરિકન મુસ્લિમ યુવકના રોલમાં હતાં.

ન્યુયૉર્ક

ન્યુયૉર્ક

અમેરિકામાં 9/11 આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મ ન્યુયૉર્કમાં જ્હૉન અબ્રાહમ, નીલ નિતિન મુકેશ તેમજ કૅટરીના કૈફ હતાં.

રોઝા

રોઝા

હિન્દી ફિલ્મ જગતમાં આતંકવાદ પર આધારિત ફિલ્મ રોઝા એક અલગ જ તહેલકો મચાવવામાં સફળ રહી હતી. અરવિંદ સ્વામી તેમજ મધુ મુખ્ય કલાકારો હતા. ફિલ્મ આંતરજાતિય લગ્ન પર આધારિત હતી. રોઝા (મધુ) તેમજ ઋષિ (અરવિંદ) લગ્ન બાદ કાશ્મીરમાં રહેવા લાગે છે અને પછી થાય છે ધર્મના ઝગડાં.

સરફરોશ

સરફરોશ

આમિર ખાન અભિનીત સરફરોશ ફિલ્મ એક ગઝલ ગાયક નસીરુદ્દીન શાહ આતંકવાદી હોવા ઉપર આધારિત છે. ફિલ્મમાં આમિરે શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X