PICS : સચિનને પીકે જોતા જોઈ આમિર નર્વસ!
મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તેમજ સચિન તેંડુલકરની મૈત્રીથી સૌ પરિચિત છે. આપને યાદ પણ અપાવી દઇએ કે કેટલાક દિવસો અગાઉ જ આમિરે કહ્યુ હતું કે તેઓ સચિન માટે પોતાની ફિલ્મ પીકેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજશે અને આમિરે પોતાનો વાયદો પૂરો કરી બતાવ્યો.
પરંતુ આ સ્ક્રીનિંગ દરમિયાન આમિર ખાન ખૂબ જ નર્વસ હતાં. હા જી, એવું અમે નથી કહેતાં, પણ આ વાત આમિરે પોતે ફેસબુક તેમજ ટ્વિટર પર શૅર કરી છે. આમિરે સચિન માટે પીકે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું અને ફિલ્મ ખાસ રીતે સચિનને બતાવી, પરંતુ જ્યારે સચિન ફિલ્મ જોતા હતાં, ત્યારે બહાર બેઠેલા આમિર ખાન એમ વિચારીને નર્વસ થતા હતાં કે સચિન આ ફિલ્મ અંગે શું બોલશે? શું વિચારશે?
3 days to go!! I'm at the first screening of the film and I am most nervous because Sachin is watching it!! #PKAana
— Aamir Khan (@aamir_khan) December 16, 2014
બહાર ઇંતેજાર દરમિયાન આમિરે પોતાનો એક સેલ્ફી વીડિયો પણ બનાવ્યો અને ફેસબુક પેજ પર અપલોડકરી નાંખ્યો. આપ પણ આ વીડિયો જોઈ શકો છો કે આમિર કેટલા નર્વસ નજરે પડે છે. આમિરે કહ્યું - હું નર્વસ થઈ રહ્યો છું કે ખબર નહીં, મારા મિત્ર સચિનને પીકે કેવી લાગશે.
જોકે સચિને બહાર આવી ફિલ્મના વખાણ કર્યા અને આમિરની નર્વસનેસ દૂર કરી નાંખી. આપને જણાવી દઇએ કે રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે આગામી 19મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં આમિર ઉપરાંત અનુષ્કા શર્મા, સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત તથા બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકામાં છે.
જુઓ સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરી ઝલક :

આમિર-સચિન
સચિન માટે પીકેના સ્પેશિયલ સ્ક્રીનિંગનો વાયદો પૂરો કરતાં આમિર. આમિર ધૂમ 3નું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ સચિન માટે યોજી ચુક્યા છે.

રાજ ઠાકરે
આમિરના વધુ એક પાવરફુલ મિત્ર રાજ ઠાકરેએ પીકે ફિલ્મ જોઈ. રાજના પત્ની અને પુત્ર અમિત પણ હાજર હતાં.

કિરણ રાવ
આમિરના પત્ની કિરણ રાવ તો હોય જ.

અયાન મુખર્જી
પીકેના સ્પેસિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મમેકર અયાન મુખર્જી.

સાજિદ નડિયાદવાલા
દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા પણ પત્ની સાથે પીકે જોવા પહોંચ્યા હતાં.

ગાયત્રી જોશી
પતિ અને પુત્ર સાથે પોઝ આપતાં ગાયત્રી જોશી.

વધુ એક તસવીર
રાજ ઠાકરે પોઝ આપતાં.

અનુષ્કા શર્મા
આમિર સાથે દુબઈમાં પીકેનું પ્રમોશન કરવા ગયેલા અનુષ્કા શર્મા ઍરપોર્ટથી સીધા સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં.

રાજકુમાર-અનુષ્કા
અનુષ્કા શર્મા અને રાજકુમાર હીરાણી ચર્ચા કરતા જણાય છે.