પૂજાએ હાથ ઉંચા કરી દેતાં બૅડ થઈ શીર્ષકવિહોણી!
મુંબઈ, 3 ઑક્ટોબર : પોતાની આગામી ફિલ્મ બૅડ માટે વિવાદમાં સપડાનાર ફિલ્મ અભિનેત્રી અને નિર્માતા પૂજા ભટ્ટે આ ફિલ્મમાંથી શીર્ષક સાથે પોતાના હાથ પરત ખેંચી લીધાં છે. તેઓ કહે છે કે આ એક આપસી નિર્ણય હતો.

પાપ તેમજ જિસ્મ 2 જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુકેલાં પૂજાએ જણાવ્યું - હું હવે આ ફિલ્મનો ભાગ નથી રહી. આ નિર્ણય સમ્પૂર્ણપણે આર્થિક કારણોસર લેવાયો અને આ મેં તેમજ મારા સાથીએ સામૂહિક રીતે લીધો. તેમણે જણાવ્યું - મારા માટે બજેટ મહત્વની બાબત છે. જો અર્થતંત્ર સાથ ન આપે, તો સ્ક્રિપ્ટ કેટલીય સારી હોય, તેનાથી ફરક નથી પડતો. મેં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટ પાસેથી તાલીમ લીધી છે અને આ નિર્ણય આર્થિક કારણોસર લીધો છે.
ફિલ્મના શીર્ષક બૅડ અંગે પૂછતાં પૂજા ભટ્ટ કહે છે - હા, આ શીર્ષક મારી સાથે જળવાયેલું છે. મને લાગે છે કે ફ્રેંચાઇઝીની જેમ બૅડ બ્રાન્ડ સાથે પોતાને જાળવી રાખી શકાય છે અને બૅડ 1, 2, 3 બનાવી શકાય છે. હું શીર્ષક આગળ લઈ જવા માંગુ છું. પૂજા ભટ્ટે ફિલ્મમાંથી હાથ ઉંચા કરી દેતાં રણદીપ હુડા તથા રીચા ચડ્ઢાની આ ફિલ્મનો કોઈ શીર્ષક નથી રહી ગયું.












Click it and Unblock the Notifications
