Pics : શિરડી સાંઈબાબાના આશીર્વાદ મેળવતાં પૂનમ
મુંબઈ, 3 જુલાઈ : બિકિની ગર્લ તથા ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે પોતાની આવનાર ફિલ્મ નશાને સફળતા અપાવવા અશ્લીલતાથી લઈ ધર્મ સુધીનો સહારો લઈ રહ્યાં છે. એટલે જ તો ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ માધ્યમો ઉપર નશાનો રાયતો પિરસનાર પૂનમ હવે પોતાની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મની સફળતાની પ્રાર્થના માટે શિરડી સાંઈબાબાના મંદિર પહોંચી ગયાં.
અમિત સક્સેના દિગ્દર્શિત નશા ફિલ્મનું પ્રમોશન ટુંકમાં જ શરૂ થનાર છે અને પૂનમ ઇચ્છતા હતાં કે પ્રમોશન શરૂ કરતા અગાઉ તેઓ ભગવાનના દ્વારે હાજરી આપે. એટલે જ તેઓ શિરડી સાઈંબાબના દર્શને પહોંચ્યાં. ખાસ બાબત એ છે કે અહીં પણ મીડિયાએ તેમનો પીછો છોડ્યો નહીં. પૂનમે પોતાના ફેસબુક ઍકાઉંટમાં લખ્યું છે - ધે કૅચ મી એવરીવ્હૅર.. થૅંક્સ ફૉર લવિંગ મી સો મચ! જય સાઈં નાથ.
નોંધનીય છે કે સમયાંતરે સેક્સી ટ્વિટ કરનાર પૂનમ પાન્ડેએ અંતે પોતાની ફિલ્મ નશાની રિલીઝ ડેટ ટ્વિટર ઉપર પોસ્ટ કરી જ નાંખી હતી. પૂનમે લખ્યું હતું - ઇંતેજાર ખતમ... હવે 26મી જુલાઈએ જુઓ નશા...

26મી જુલાઈએ થશે રિલીઝ
હા જી, પૂનમ પાન્ડે અને તેમનો નશો આગામી 26મી જુલાઈના રોજ બૉક્સ ઑફિસે છવાઈ જશે. ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેના છે. અમિત સક્સેના સન્ની લિયોન જેવા પોર્ન સ્ટારને દિગ્દર્શિત કર્યું છે. ફિલ્મનું શૂટિંગ મહાબળેશ્વર ખાતે થયું છે. પૂનમ પાન્ડેએ પોતાની ફિલ્મનું પ્રમોશન અગાઉથી જ ખૂબ કરી નાંખ્યું છે.

નશો વધારતાં પૂનમ
પૂનમ પાન્ડે સમયાંતરે બૅકલેસ ફોટો, કિસિંગ સીન્સ તથા ફિલ્મના નામ સેક્સી ટ્વીટની ચાસણી સાથે લોકો સામે પરોસે છે કે જેથી ફૅન્સમાં આ ફિલ્મ અંગે ઉત્સુકતા પણ છે.

બોલ્ડ વાર્તા
નશા એક 18 વર્ષના છોકરા તથા 25 વરસની છોકરીના પ્રેમની બોલ્ડ વાર્તા છે. ફિલ્મમાં પૂનમના ઘણા હૉટ અને બોલ્ડ સીન્સ છે. તેથી જ આ એડલ્ટ ફિલ્મ છે.

બિપાશા કરતાં શ્રેષ્ઠ
અમિત સક્સેનાનું કહેવું છે કે પૂનમ એક દિગ્દર્શકના પુત્રી છે. તેઓ સારા કલાકાર છે. તેમનું અભિનય સારૂં છે. તેમનું બૉલીવુડમાં ભવિષ્ય ઉજ્જ્વળ છે. મારી નજરે તો પૂનમ બિપાશા બાસુકરતાં વધુ મોટા અભિનેત્રી સાબિત થશે, કારણ કે બિપાશા કરતાં પૂનમ અનેક ગણા શ્રેષ્ઠ છે.

ટ્વિટર પ્રમોશન
ફિલ્મ અંગે પૂનમે ટ્વિટર પર સનસનાટી મચાવી રાખી છે. તેઓ સમયાંતરે સેક્સી કૉમેંટ અને વાતો પોસ્ટ કરે છે કે જેનાથી ફિલ્મનું આપોઆપ પ્રમોશન થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
