પ્રભુ દેવા ઉવાચ : એબીસીડી સરળ, પણ હિન્દી મુશ્કેલ
મુંબઈ, 29 ઑક્ટોબર. બૉલીવુડમાં ડાંસિંગ હંમેશા ફિલ્મોનો એક ખૂબ જ મનોરંજક અને મહત્વનો ભાગ રહ્યો છે અને પ્રભુ દેવાનું ડાંસિંગ તેમની દરેક ફિલ્મની યુએસપી ગણાય છે. ભલે પછી તેઓ કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ કરતાં હોય કે પછી એક્ટર તરીકે. પ્રભુ દેવા હવે ડાંસિંગને એક સીડી વધુ ઉપર લઈ જઈ રહ્યાં છે પોતાની 3ડીમાં બનેલી ડાંસિંગ ફિલ્મ એબીસીડી એટલે કે એનીબડી કૅન ડાંસ દ્વારા. એબીસીડીમાં પ્રભુ દેવા એક્ટર તરીકે દેખાશે અને આ ફિલ્મની મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં ફરી એક વાર પ્રભુ દેવાને સલમાન ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો છે.

આ સાથે જ પ્રભુ દેવાએ આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક મુશ્કેલીઓ અંગે જણાવ્યું કે ડાંસ કરવો તો ક્યારેય મુશ્કેલ નહોતો રહ્યો, પરંતુ એબીસીડીમાં હિન્દીમાં વાત કરવી તેમના માટે એક કસોટી સમાન હતું. સલમાન ખાન સાથે કામ કરવાની ઇચ્છા બૉલીવુડના દરેક દિગ્દર્શક ધરાવે છે. ડાંસિંગ, કોરિયોગ્રાફરથી ફિલ્મ દિગ્દર્શન અને એક્ટિંગમાં આવનાર પ્રભુ દેવા પણ સલમાન ખાન સાથે કામ કરવાને લઈને હંમેશા ઉત્સાહિત રહે છે.
નોંધનીય છે કે પ્રભુ દેવાએ બૉલીવુડમાં દિગ્દર્શક તરીકે પોતાના કૅરિયરની શરુઆત પણ સલમાન ખાન સાથે જ ફિલ્મ વૉન્ટેડથી થઈ હતી. હવે ફરી એક વાર પ્રભુ દેવા પોતાની 3ડી ફિલ્મ એબીસીડીમાં સલમાન સાથે કામ કરવાને લઈને ખૂબ ખુશ પણ છે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાએ કર્યું છે. રેમોએ જણાવ્યું કે આ ફિલ્મ તેમણે પ્રભુ દેવાને ધ્યાનમાં રાખી જ બનાવી હતી. ફિલ્મ વડે પ્રભુ દેવા આપણાં દેશમાં ડાંસિંગને વધુ ઉચ્ચ કક્ષાએ લઈ જશે.












Click it and Unblock the Notifications
