ભાગ મિલ્ખા ભાગમાં કામ કરવા પૈસા આપવા તૈયાર હતાં પ્રકાશ
મુંબઈ, 14 જૂન : વૉન્ટેડ તથા સિંઘમ જેવી બૉલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રકાશ રાજ આગામી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં એક ઑફિસરની ભૂમિકા ભજવતા દેખાશે. આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાની છે કે જેમાં મુખ્ય ભૂમિકા ફરહાન અખ્તર ભજવી રહ્યાં છે.

આ પહેલો પ્રસંગ છે કે જ્યારે પ્રકાશ રાજ હિન્દી ફિલ્મોમાં એક હકારાત્મક ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમનો રોલ એક એવા ઑફિસરનો છે કે જે યુવાનોને શિસ્તમાં રહેવાની તાલીમ આપે છે અને તેમને સૈનિક બનવાની પ્રેરણા આપે છે.
રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અભિનેતા પ્રકાશ રાજના વખાણ કરતાં જણાવ્યું કે તેઓ એક કમાલના અભિનેતા છે. જ્યારે તેમણે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી, તો તેમણે મને કહ્યું કે આ ફિલ્મમાં કામ કરવા માટે તેઓએ મને કેટલા પૈસા આપવાં પડશે? ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રસૂન જોશીએ લખી છે અને ફિલ્મ 12મી જુલાઈના રોજ રિલીઝ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
